________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૧ હત્યાની તે વાત જ શી કરવી ? માટે હવે તે માટે ચારિત્ર અંગીકાર કરવું, તેજ શ્રેયકારી છે. પછી શણીએ પિતાથી થએલું પાપ અને વૈરાગ્ય ભાવ રાજાને જણાવી પ્રાર્થના કરી કે, “હે સ્વામી! હું ખરેખર અલ્પાયુષવાળી છું. તેથી સર્વવિરતીને માટે મને હમણાંજ અજ્ઞ આપો. આવા દુનિમિત્તોથી મને અપાયુષ્યને નિશ્ચય થાય છે. તેથી હવે આ સમયને એગ્ય દીક્ષા ગ્રહણ કરવામાં આપ મને વિન્ન કરશે નહી ” આ પ્રમાણે જ્યારે તેણીએ ઘણા આગ્રહથી માગણી કરી, ત્યારે રાજાએ કહ્યું “હે દેવી! તમને રૂચે તે કરો પણ તમે જે દેવપણાને પામે તે જરૂર મને પ્રતિ બોધ કરજે.” તે વાત કબુલ કરી પ્રભાવતીએ રાજાએ કરેલા ઓચ્છવપૂર્વક સર્વવિરતિપણું અંગીકાર કર્યું. સારી રીતે સંયમનું આરાધન કરી, અંતે અનશન અંગીકાર કરી, પ્રથમ દેવલોકમાં મહદ્ધિક દેવતા થઈ.
શ્રી જિનપ્રતિમાનું પૂજન તે ભગવંત મહાવીરના શાસન પહેલાંથી ચાલી આવે છે, એમ આગમના પુરાવાથી જણાય છે. ભગવંત મહાવીરદેવના વિદ્યાનપણામાં જિનપૂજન પ્રચલિત હતું, એમ ઉપરના પ્રભાવતી રાણીના ચરિત્રથી આપણી ખાત્રી થાય છે. રાણી પદ્યાવતી પરમ શ્રાવિકા હતી, અને હમેશાં ત્રિકાલ જિનપૂજન કરતી હતી. ભગવંતના જ્ઞાન બહાર તે વાત ન હતી. જે જિનપૂજાથી ગૃહરને દેષ લાગે છે, એમ જ્ઞાનથી ભગવંતને જણાયું હતું તે, ભગવંત નિષેધ કરત. તેમ નહી કરતાં ભગવંતે તે વખતે વખત જિનપ્રતિમાના પૂજનને અનુમોદન આપેલું છે. પિતાના શિષ્ય ગૌતમ ગણધર અષ્ટાપદ પર્વત ઉપર યાત્રાએ ગયા. એ કેની યાત્રાએ ગયા હતા? તે પર્વત ઉપર શ્રી જિનપ્રતિમાના જે ભવ્ય મંદિરો, અને પ્રાચીન પ્રતિમાઓ હતી, તેની યાત્રાએજ ગયા હતા. એ પણ એજ સૂચવે છે કે, શ્રી જિનપ્રતિમા પૂજન દર્શન એ આત્માના અને પ્રાણીઓના કલયાણના નિમિત્ત કારણ રૂપ છે.
For Private and Personal Use Only