________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩-૪ ભવ. ] વંદન કરવા યોગ્ય કેણું ?
૧૭ ઉત્પન્ન થાય છે. તેમ મરિચિના ભવમાં તેણે અજ્ઞાન અને મેહગર્ભવૈરાગ્યે પામેલી અશુદ્ધ સાધુપણાની ક્રિયાથી તે દેવગતિને બંધ કરી દેવગતિમાં ઉત્પન્ન થાય છે. શુભ અને અશુભ કર્મનું મિશ્રણ જીવને કેવી કેવી રીતે તેના વિપાક દેખાડે છે, અને ઉચ્ચ ગતિ અને નીચગતિમાં ગમનાગમન કરાવી મીઠા અને કટુક ફળે ચખાડે છે, તે હવે પછીના ભના વર્ણનથી આપણે જાણવાને શક્તિવાન થઈશું. અહિં ત્રીજા ભવમાંથી દેવગતિમાં જાય છે, ત્યાં તેને ચેથે ભવ થાય છે. એ વાત લક્ષ ઉપર રાખવાની છે.
શાસ્ત્રમાં કુલિંગીઓને અવંદનીક કહ્યા છે. તેઓને ગુરૂ તરીકે વંદન કરવાથી ઉભયને નુકશાન થાય છે. વંદન કરનાર મિથ્યાત્વની પુષ્ટિ કરે છે તેથી, અને વંદન કરાવનારને પિતાના કુલિંગનું અભિમાન થાય છે તેથી તેનું, એમ બનેને આત્માને તે વંદન અહિતકર્તા થાય છે. ભરત ચક્રવતિએ મરિચિને જે વંદન કર્યું હતું, તે ગુરૂ તરીકે કર્યું ન હતું પણ તે જીવ ભાવિતીર્થકર થનાર છે, તે તીર્થંકરપણાઉપરના પિતાના ભકિતભાવથી કર્યું હતું. તેથી એ વંદન તેમના પિતાના હકમાં નુકશાનકર્તા તે ન થયું, પણ મરિચિને તે નુકશાનકર્તા થયું. અલ્પસત્યવાનને પૂજનવંદન તેમને પોતાને કેટલું બધુ નુકસાન કરે છે, એ આ ઉપરથી આપણને જણાઈ આવે છે. આત્માથિઓએ કુલિંગી તથા ભ્રષ્ટાચારીઓનું બહુમાન કરવાના પ્રસંગે વિવેક રાખવાની જરૂર છે. સમકિતની ચાર સહણમાં કેને વંદન કરવું અને કેને નકરવું? તે બાબત બીજી અને ત્રીજી સહણામાં તેનું સ્વરૂપ જણાવેલું છે. સંવેગી અને શુદ્ધમાર્ગના પ્રરૂપક, ભગવંતની આજ્ઞાના ધારક અને પિતાની શકિત મુજબ શુદ્ધાચારનું પાલન કરનાર એવા ગીતાર્થગુરૂઓ વંદન કરવા લાયક અને સેવવા લાયક છે એમ બીજી સહણામાં જણાવેલું છે, ત્યારે ત્રીજીમાં જણાવેલું છે કે, પાસસ્થા કુશીળીયા વેશવિડંબક, મંદ કુલિંગીને ગુરૂ તરીકે વદન બહુમાન કરવું નહિં, તેમજ તેમને સહવાસ કરે નહિ. આ ફરમાનમાં રહેલા રહસ્યને મર્મ હમજીને તે પ્રમાણે વર્તન રાખવાથી ઘણે અનર્થોના કારણને અટકાવ થાય છે.
For Private and Personal Use Only