________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૦ ને ઈચ્છે છે. તેથી જ ચક્રવતી, વાસુદેવ, માંડલિક રાજાએ, અને કંડરીક વિગેરે અનેક પુરૂષે વિષયમાં મોહ પામવાથી નરકમાં દીન અવસ્થાને પામ્યા છે. ઘણું કહેવાથી શું ! વિષયને જરા પણ વિશ્વાસ કરે નહિ. અહો ! પૂર્વભવે આસ્વાદન કરેલા સમતાસુખનું અરણ કરીને લવસતમ દેવતાઓ અનુત્તર વિમાનના સુખને પણ તૃણ સમાન ગણે છે. ઈંદ્રાદિકપણ વિષયને ત્યાગ કરવામાં અસમર્થ હોવાથી મુનિઓના ચરણકમળમાં પૃથ્વી પર આ લોટે છે માટે અનાદિકાળથી અનેકવાર ભેગવેલા વિષયને ત્યાગ કરવો; તેને કિંચિત્ માત્ર પણ સંગ કરે નહિ. પૂર્વપરિચિત ( પૂર્વે ભગવેલા) વિષયનું સ્મરણું પણ કરવું નહિ નિગ્રંથ મુ. નિજ તત્વ જાણવાની ઈચ્છાથી શાસ્ત્ર અવલોકન વડેજ કાળ નિગમન કરે છે; અને નિર્મળ, નિઃસંગ તથા નિષ્કલંક એવા સિદ્ધ ભાવને અમે કયારે સ્પર્શ કરીશું, ઈત્યાદિક ધ્યાનમાંજ મન રહે છે.”
આ પ્રમાણે શ્રી વીરપ્રભુના મુખથી ધર્મદેશના સાંભળીને, જેણે શેરીમાં પડેલાં ચીથરની કંથાએ ઓઢેલી છે, અને જેને હાથમાં મૃતિકાનું રામપાત્ર રહેલું છે, એ તે દરિદ્રી સુભદ્રક પ્રતિબંધ પામે. તેથી તેણે તૂર્ત જ મૂછને ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરી, આકાશની પેઠે અખલીત વિહારવાળા થયા, અને પ્રભુની કૃપાથી તે અગીઆર અંગના સૂત્રાર્થના જ્ઞાતા થયા. એકદા તે મુનિની પૂર્વાવસ્થા સંભારીને, નિંદા અને હાંસી કરવાને જન સ્વભાવ છે, એવા નગરજને આ પવિત્ર મુનિને જોઈને હાંસી કરવા લાગ્યા. “અહે ! આ સુભદ્ર કેવી રાજ સમૃદ્ધિને ત્યજીને મુનિ થયા છે ! હવે તે સારી રીતે આહારાદિક મળવાથી તે પૂર્વની અવસ્થા કરતાં વધારે સુખી થયે છે. પહેલાં તે આ રંક પુરૂષે વડે પણ નિંદ્ય (નિંદવા લાયક) હતે અને હવે તે ઈદ્રાદિક દેવેને પણ બંધ (વંદના કરવા યેગ્ય) થયું છે. પહેલા તેને ઉચ્છિષ્ટ (એવું) જનની પ્રાપ્તિ પણ
For Private and Personal Use Only