________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવ ર૭. ] ઈન્દ્રિય સ્વરૂપ.
૪૧ છે, તેમ તેમ શુદ્ધ પુદ્ગલમય શબ્દાદિ વિષયને ગ્રહણ કરવાની જે શક્તિ વિશેષ તેને ઉપકરણ ઇન્દ્રિય કહે છે. તે ઈન્દ્રિયને અતિ કઠોર મેઘ ગર્જનાદિક વડે ઉપઘાત થાય, તે બહેરાપણું વિગેરે પ્રાપ્ત થાય છે.
એ પ્રમાણે દ્રવ્ય ઈન્દ્રિયના નિતિ અને ઉપકરણ એવા બે ભેદનું સ્વરૂપ છે.
ભાવ ઇન્દ્રિયના બે ભેદ છે. લબ્ધિ, અને ઉપયોગ. તેમાં શ્રોત વિગેરે ઇન્દ્રિયના વિષયવાળા સર્વ આત્મપ્રદેશને આવરણ કરનારા કર્મને જે ક્ષયે પશમ તેને લબ્ધિ ઈન્દ્રિય કહે છે, અને પિત પિતાના વિષયમાં લધિરૂપ ઇન્દ્રિયને અનુસાર આત્માને જે વ્યાપાર-પ્રણિધાન તેને ઉપયોગ ઇન્દ્રિય કહે છે.
પાંચ ઉપકરણ ઈન્દ્રિયે અંગુલના અસંખ્ય ભાગ પ્રમાણ સ્થલ (જાડાઈમાં) છે. તેમાં શ્રોત, નાસિકા, અને નેત્ર અંગુલના અસંખ્યાત ભાગે પૃથુ છે; જિહુવા ઈન્દ્રિય બેથી નવ અંગુલ વિસ્તારવાળી છે, અને સ્પર્શનેન્દ્રિય દેહ પ્રમાણુ વિસ્તારવાળી છે.
- પાંચ ઇન્દ્રિયોના વિષયનું માન આ પ્રમાણે છે. નેત્ર વિના બીજી ચાર ઇન્દ્રિયે જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ માત્રમાં રહેલા વિષયને જાણે છે, તેથી વધારે નજીક રહેલાને જાણતી નથી. નેત્રઈન્દ્રિય જઘન્યથી અંગુલના સંખતા ભાગમાં રહેલા પદાર્થને જોઈ શકે છે, પણ અતિ સમીપે રહેલા અંજન, રજ, મેલ, વિગેરેને જોઈ શકતી નથી. નાસિકા, જિહુવા અને
સ્પશન એ ત્રણ ઈદ્રિયે ઉત્કૃષ્ટ નવ જનાથી આવતા ગંધ, રસ, તથા સ્પર્શને ગ્રહણ કરે છે. કર્ણ ઇન્દ્રિય ઉત્કૃષ્ટ ચાર એજન દૂરથી આવતા શબ્દને સાંભળે છે અને ચક્ષુઈન્દ્રિય સાધિકલાખ જન દૂર રહેલા રૂપને જોઈ શકે છે.
એકન્દ્રિયાદિક વ્યવહાર દ્રવ્યઈન્દ્રિથી જ કહેવાય છે. બકુલ વૃક્ષ પાંચે ઈન્દ્રિયોના ઉપગવાળું હોવાથી પંચેન્દ્રિ
For Private and Personal Use Only