________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. | પ્રકરણ ૨૦ આશ્ચર્ય પામ્યું. તે મનમાં વિચારવા લાગ્યું કે, “અહે! આજે મેં અનંત ગુણનાનિધિ સમાન કમમલથી રહિત એવા પ્રભુના દર્શન કર્યા. આજે મારે જન્મ સફળ થયે.” પછી સમગ્ર જગતના જીવને ઉદ્ધાર કરનાર, અને બધી બીજને આપનાર એવા પ્રભુએ તે સુભદ્રને ઉદ્દેશીને ઈન્દ્રિઓ સંબંધી ઉપદેશ આપે.
જીતેલ ઈન્દ્રિઓ મેક્ષને માટે થાય છે, અને નહિ જીતેલ ઇન્દ્રિઓ સંસારને માટે થાય છે. માટે બનેનું અંતર જાણીને જે યુકત લાગે તેવું આચરણ કરવું.
ઇન્દ્રિઓ પાંચ છે. સ્પર્શ (કાયા), જીહા, નાસિકા, નેત્ર, અને શ્રોત. તે દરેક ઈદ્રિય દ્રવ્ય અને ભાવથી બે પ્રકારની છે. દ્રવ્યાદિના પણ બે પ્રકાર છે. એક નિવૃત્તિ ઈન્દ્રિય અને બીજી ઉપકરણ ઇન્દ્રિય નિવૃતિ એટલે ઇન્દ્રિયને આકાર. તે પણ બાહ્ય અને અત્યંતર બે ભેદે કરીને બે પ્રકાર છે. તેમાં બાહ્ય આકાર ફુટ છે. તે દરેક જાતિને વિષે જૂદા જૂદા વરૂપવાળે, કાનની પાપ વિગેરે જે બહાર દેખાય છે તે છે. બાહ્ય આકાર વિચિત્ર આકૃતિવાળે હોવાથી અશ્વ હાથી, મનુષ્ય, વિગેરે જાતિમાં સમાનરૂપવાળે નથી. અત્યંતર આકાર સર્વ જાતિમાં સમાન હોય છે. તે આ પ્રમાણે.
૧ શ્રોતને અત્યંતર આકાર કંદબ પુષ્પના આકાર જેવા માંસના ગેળા રૂપ છે.
૨ નેત્રોને અત્યંત આકાર મસૂરના ધાન્યની જે હોય છે.
૩ નાસિકાને અત્યંતર આકાર અતિમુકતના-અગથીયાના કુલ-૫૫ જે હોય છે.
૪ જવાને આકાર અસ્ત્રા જેવું હોય છે.
૫ સ્પર્શન (શરીર) ઇન્દ્રિયની આકૃતિ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. પણ તે બાહય અને અત્યંતર એકજ સ્વરૂપે હોય છે.
આ પ્રમાણે નિવૃતિ ઈન્દ્રિયનું સ્વરૂપ છે. ઉપકરણ ઇન્દ્રિયનું સ્વરૂપ એવું છે કે, જેમ ખગની ધારામાં છેદન કરવાની શક્તિ
For Private and Personal Use Only