________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૦ માથું–તરૂણ તુંમડુ, આમ્ર ફળ, સેક ફળ, એ સુકાઈ ગયા પછી જેવા દેખાય છે, તેમના સદશ સુકું, લૂખું, માંસ વગરનું જણાતું હતું,
એવી રીતે શરીર હાડપીંજર જેવું થઈ ગયા છતાં, તે મહા મુનિ ચારિત્ર પાલનમાં કિંવા લીધેલા નિયમમાં કિંચિંતુ માત્ર પણ શીથિલ વિચારવાળા થયા ન હતા. ઉત્તરોત્તર શુભ ભાવમાં આગલ વધતા હતા.
વિહાર કરતા પ્રભુ રાજગૃહ નગરે ગુણશિલવનમાં પધાર્યા. તેમને વાંદવા માટે રાજા શ્રેણિક આવ્યા. સ્વામીને વાંદી દેશના સાંભળી. પછી તેમણે પુછયું કે, “હે પ્રભુ! ઇંદ્રભૂતિ વિગેરે ચૌદ હજાર સાધુઓની અંદર મહાદુષ્કર કાર્ય કરનાર, અને મહા નિર્જરા કરનાર કેણુ સાધુઓ છે. ”
પ્રભુએ ઉત્તર આપે કે, “હે શ્રેણિક ! ઈદ્રભૂતિ વિગેરે ચૌદ હજાર સાધુઓની અંદર ધને અણગાર દુષ્કર કાર્ય કરનાર, અને મહા નિર્જર કરવાવાલે છે.” - “હે પ્રભુ! કયા કારણથી આપ કહે છે કે એ ઉત્કૃષ્ટ કાર્ય કરનાર છે?” રાજા શ્રેણિકે નમ્રપણે ફરીથી ભુને પુછયું.
પ્રભુએ તે ઉપરથી આગમમાં વર્ણન કર્યા પ્રમાણેનું તેનું ચરિત્ર ૨ જાને કહી સંભળાવ્યું. શ્રેણિક ઘણા ખુશી થયા. ફરી પ્રભુને ત્રણ વખત પ્રદક્ષિણા દઈ વંદન કર્યું. તે પછી રાજા ધનાઅણગાર પાસે ગયા, અને ત્રણ પ્રદક્ષિણ દઈ વંદન નમસકાર કરી આ પ્રમાણે તેમની સ્તુતિ કરી
“હે દેવાનુપ્રીય ! હેત્રષી ! તમને ધન્ય છે. ધન્ય, પુણ્યવાળા, સુકૃતાર્થ, કૃતલક્ષણ, સુલબ્ધ, એવું મનુષ્યપણું અને મનુષ્ય જન્મને જીવીતનું જે ફળ છે. તે આપેજ પ્રાપ્ત કર્યું છે. એમ કહી ફરી વંદના અને નમસ્કાર કર્યા. એ પ્રમાણે સ્તુતિ કરી ફરી પ્રભુ પાસે આવી પ્રદક્ષિણા દઈ વંદન કરી, રાજા પોતાના નગરમાં ગયા.
For Private and Personal Use Only