________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશોક વૃક્ષની નામ, તે
લાયકતા છે. આ
૩૯૨
થી મહાવીરસ્વામિ ચરિત્ર ( પ્રકરણ ૨૦ અશોક વૃક્ષનીચે ગયા. ત્યાં જઈ પોતાની મેળે જ આભરણે ઉતારી નાખ્યા. કુળવૃદ્ધનીઓએ તે આભરણેને ધવળ વસ્ત્રમાં ગ્રહણ કરી લીધા, અને તે બન્નેને આશીષ પૂર્વક લાયક શિખામણ દીધી.
હે વત્સ! તમે ઉત્તમ કુળમાં ઉન્ન થયેલા છે. આ ત્રત લેવું એ સહેલું છે, પણ પાળવું અતિદુષ્કર છે. નદીના પુર પ્રવાહની સામે જવા જેવું છે. લોઢાના ચણા ચાવવા જેવું છે ભાલાના અગ્રભાગથી ખરજ ખંજવાળવા જેવું છે. તેથી હે પુત્રો ! તમે સ્વાર્થ સાધવામાં બીલકુલ પ્રમાદ કરશો નહીં. તમારું કલ્ય થાઓ અને અત્યંત આનંદનું સ્થાન એવું મેક્ષ સુખ તમને પ્રાપ્ત થાવ.”
આ પ્રમાણે ગદ્ગદ્દ કંઠે આશીષ આપી, હૈયું ભરાઈ આવવાથી, આંખમાંથી અશુ પાડતી તે વૃદ્ધીઓ ત્યાંથી ચાલી ગઈ.
પછી તે બને એ પોતપોતાના મસ્તકે સ્વયં પંચ મુખિલેશ કર્યો. શ્રેણિક તથા અભયકુમાર વિગેરેએ તેમને મુનિવેષ આપે. તે વેશ પહેરીને તે બન્ને શ્રી વીર ભગવંતની પાસે આવ્યાં. પછી પ્રભુએ તેમને મહાવ્રત ઉશ્ચરાની દીક્ષા આપી. સુભદ્રાદિ આઠેને પણ દીક્ષા આપી અને આર્યમહત્તરા પાસે મેકલી. ત્યાં તેઓ ગ્રહણ અને આસેવના, એ બન્ને પ્રકારની શિક્ષા વિગેરે શિખવા લાગ્યા, અને ઉત્તમ રીતે ચારિત્ર પાલન કર્યું.
બને મુનિઓને સુવિહિત સ્થવિર પાસે મોકાયા તે બને મુનિ સ્થવિરેની પાસે ગ્રહણ અને આસેવના શિક્ષા અપ્રમત્તભાવથી શીખ્યા, અને સ્થવિરાની સાથે ઘણા વખત સુધી પૃથ્વી ઉપર વિચર્યા. પરિજ્ઞાથી માંડીને સંપૂર્ણ અગીયારે અંગે તેઓ ભણ્યા, અને સૂત્રાર્થોના અધ્યયનમાં લીન થઈ ગીતાર્થ થયા. પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે તીવ્ર તપસ્યા કરીને થોડા જ વખતમાં તેઓ ઉત્તમ પ્રકારના મુનિની કેટીમાં આવ્યા. અપ્રમત્ત ભાવથી ઈચ્છારાધ કરીને એક, બે, ત્રણ, ચાર માસક્ષમણાદિ વિવિધ તપસ્યાઓ
For Private and Personal Use Only