________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] સાળા બનેવીની પ્રભુને વિજ્ઞપ્તિ. માતા ઉત્તર આપવાને શક્તિવંતજ થયાં નહી, અને પુત્રને અભિપ્રાય જાણ તેને કહ્યું કે હે વત્સ ! તમને જે રૂચે તે કરે. તમે તથા તમારા બનેવી એક આશયવાળા થયા છે તેમાં હવે મહારૂં શું બળ? તમારે ધારેલ આશય સંપૂર્ણ કરે ”
આ પ્રમાણે માતાની આજ્ઞા મેળવી સર્વ સ્ત્રીઓને ત્યજી દઈ ત્રત ગ્રહણના ઉદ્યમમાં તૈયાર થઈ ગયા. તે વખતે શ્રેણિક મહારાજાએ તથા ગેભદ્રદેવે તેમની દીક્ષા નિમિત્તે અપૂર્વ મહત્સવ કર્યો. એ રીતે શાલિભદ્ર પણ ભગવત વીરપ્રભુની પાસે આવ્યા. પછી તે બને એ સમવસરણ પાસે આવી, પાંચ અભિગમ સાચવી પ્રભુને વંદન કરીને વિનંતી કરી કે “ હે ભગવત ! જન્મ જરાને મૃત્યુથી આ લેાક બળી રહ્યા છે. જેવી રીતે કેઈ ગૃહસ્થ ઘરમાં આગ લાગે ત્યારે, જે વસ્તુ (હિરણ્ય ૨ નાદિ) ઓછા ભારવાળી અને બહુ મૂલ્યવાળી હોય તેને ઘરમાંથી બહાર કાઢે છે, અને તેને લઈને એકાંતમાં ચાલી જાય છે, અને પછી તેજ વસ્તુ લેકમાં તેના હિત માટે, રસુખ માટે અને સામર્થ્ય માટે ભવિધ્યકાળમાં થાય છે, તેવી જ રીતે અમે પણ અદ્વિતીય એવા ઈષ્ટ, કાંત, પ્રિય. મનેજ્ઞ, અને મનને પ્રિય તેવા અમારા આત્મ રૂપ ભાંડને સંસાર અગ્નિથી બહાર કાઢી, આપના શરણે આવ્યા છીએ. તેથી અમોને ચેકસ પ્રતિતી છે કે હવે હમારો સંસાર કમની થશે. હે પ્રભુ ! અમને બાપ દીક્ષા આપે, આપજ અમને મુંડિત કરો. આપ અમને સૂત્રાર્થાદિ ગ્રહણ કરાવીને જ્ઞાન દાન આપે. આપ અમને આચાર, ગોચરી, વિનય, કર્મક્ષયાદિ રૂપ ફળવાળું ચારિત્ર, પિંડ વિશુધ્યાદિ, તેમજ સંયમયાત્રા શીખ; અને તેને માટે આહાર વિગેરે ધર્મો કરવાના બતાવો.”
આ પ્રમાણે સિદ્ધાંતમાં પ્રસિદ્ધ છે તે વિજ્ઞપ્તિ તેમણે ભગવંતને કહી. ભગવંતે તેમને જણાવ્યું કે, “ જેવી રીતે આત્મહિત થાય તેમ કરે. તેમાં કોઈને પ્રતિબંધ ગણશે નહિ.
આ પ્રમાણે પ્રભુની આજ્ઞા મળવાથી તે બન્ને ઈશાન ખુણામાં
For Private and Personal Use Only