________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ] ધન્યશેડની સંપત્તિ..
૩૮૭ શ્રાવક હતા, પત્નીઓએ મજાકમાં પણ જે ઉત્તમ ઉપદેશાત્મક ભાષા વાપી હતી, તે સાંભળીને શેઠ ઉત્સાહ પૂર્વક બોલ્યા કે, અહે? એ ધન્ય છે, ધન્ય છે. કારણ કે અવસરને ઉચિત આવાં શુભ વાકય બોલીને તમે તમારી ઉત્તમ કુળની રીત પ્રગટ કરી દેખાડી છે. મારૂ ધન્ય નામ આજે યથાર્થ સાર્થક થયું છે. હું શાલિભદ્રથી પણ અધિક ભાગ્યવાનું છું, કારણ કે અંતરાય કરનાર શ્રી સમૂહ પણ, આ પ્રકારે શુભ શિખામણના વચને દ્વારા મને મહાય કરનાર થયા છે. હું તમારૂ કલ્યાણકારી વાકય સત્ય કરી, વ્રત ગ્રહણ કરવાને ઉજમાલ થયે છું, હું હવે તમારી અનુફળતા પામી, તમારે ઉપદેશ અને મહારૂ આત્મકલ્યાણ સિદ્ધ કરવા જાઉં છું. હે સુગુણીઓ ! તમે પણ શાંત આશયવાળી થઈ સહુવિચારોનું ભાજન થઆ પ્રમાણે સર્વ પત્નીઓને ઉદીરણા કરીને, તેમને પણ વ્રત લેવાને સાવધાન કરવા લાગ્યા. દીક્ષા લેવાને ઉજમાલ થયેલા ધન્યશેઠની લક્ષ્મીને વિસ્તાર આ પ્રમાણે હતે.ઋદ્ધિ અને સમૃદ્ધિથી ભરેલાં પંદરસો ગામ તેમની માલકીનાં હતાં; પાંચસો રથ, પાંચસે ઘેડા, પાંચસો ઉત્તમ મોટા ઉજવળ મંદિરો, પાંચ દુકાનો, પિતાની બુદ્ધિથી ઉત્તમ વ્યાપાર ચલાવી શકે એવા પાંચ હજાર દુકાન ચલાવનાર વાતરે પાંચસો વહાણે અને દેવ વિમાનની, ભ્રમ ઉપજાવે એવા સાત ભૂમિવાળા આઠ મહેલ, આઠ પત્નીઓ, પ્રત્યેક પત્નીની નિશ્રાએ એકેક ગેકુળ; આટલાના તે સ્વામી હતા. વળી ભંડારમાં, વ્યાપારમાં, વ્યાજ વિગેરે માં મળી છગન સુવર્ણ કોટી દ્રવ્ય તેમણે એકઠું કરેલું હતું. વળી આઠે પત્નીઓનું એકેક કરોડની કિંમતનું સુવર્ણ હતું, વળી ધાન્ય ના કે ઠારે હજારે હતા. તેમાંથી અનેક ગામમાં દીન, હીન, દુખિ જનના દ્ધાર માટે, દાનશાળાઓ ચાલતી હતી. વળી ઇચ્છિત સુખને આપવાવાળે એક મણિ પણ તેમની પાસે હતે. ઈત્યાદિ પુષ્કળ સંપદા હતી. અતિ ઉત્કૃષ્ટ પુણ્યદયનું આ પ્રત્યક્ષ લક્ષણ હતું.
For Private and Personal Use Only