________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૨૦ આવી મહા ધિના વિસ્તારવાળા અધિક સત્વવત ધન્યશેઠ તે સર્વને તૃણ તુલ્ય ગણીને વ્રત ગ્રહણ કરવાને ઉદ્યત થઈ ગયા કારણ કે સત્વવંત પ્રાણુઓ ઉત્તમ અર્થ સાધવામાં ઢીલ કરતા નથી.
પછી રત્નત્રયના અર્થની સાધનામાં વિશ્વ નાશ થવા માટે, સર્વ તીર્થોમાં તેમણે અઠ્ઠાઈ મહોત્સવ કરા. સાતે ક્ષેત્રમાં ઘણું ધન વાપર્યું. કેટલુંક ધન દીન-હીનના ઉદ્ધાર માટે વાપર્યું. કેટલુંક ધન ઉદાર ભાવથી સ્વજનાદિકને આપ્યું. હમેશાં સેવા કરનારા એને જીવિત પર્યત આજીવિકા ચાલે તેટલું ધન આપ્યું, કે જેથી તેમને કેઈ બીજાની સેવા કરવાનું રહે નહી. કેટલુંક ધન શાસનની ઉન્નતિમાં આપ્યું. કેટલુંક ચાચકને આપ્યું. કેટલુંક ધન સ્વજ્ઞાતિવાળા જ્ઞાતિ જનોના પેષણ માટે વાપર્યું. કેટલુંક ધન રાજાને ભેટ કરીને અવસચિત વ્યયની પ્રવૃત્તિ દેખાડવા તથા પ્રમાદી પુરૂષોને જાગૃત કરવા વાપર્યું. આ પ્રમાણે ઘણું ધન ધર્મનાં, પુણ્યનાં, પ્રીતિનાં, તથા યશના કાર્યમાં વાપણું. બાકીના ધનની યથાયોગ્ય રીતે વ્યવસ્થા કરી ધન્યકુમાર નિશ્ચિત થયા.
ધન્ય શેઠની મુખ્ય સ્ત્રી સુભદ્રા, જે શાલિભદ્ર શેઠની બેહન થતાં હતાં, તેણે પણ પિતાને આશય માતા પાસે જણાવ્યું. માતાએ કહ્યું કે, “પુત્રી ! હજુ તે પુત્રના વિયેગની વાર્તાથી બળતા અંતઃકરવાળી હું થઇ છું, તેવામાં તું પણ વત ગ્રહણ કરવા તત્પર થઈ? આ પ્રમાણે ક્ષત ઉપર ક્ષારની જેમ તું દુઃખ કેમ આપે છે ? તમે બને જશે, પછી મારે કેનું આલંબન? કેની સહાય? કાને આધાર? તને પણ સહસા આ શું થઈ ગયું ?”
“માતાજી ! અમે આઠે બહેનેએ નિર્ધાર કર્યો છે કે, પતિની સાથે અવશ્ય સંયમ ગ્રહણ કરવું. આ જગતની સ્થિતિ પલટાઈ જાય, તે પણ અમે આ પ્રતિજ્ઞા મુકવાના નથી. જે અમને સંયમ ગ્રહણ કરવામાં આડે આવશે, તેને અમે અમારા શત્રુ તુલ્ય ગણશું. વળી સંયમમાં એક તાન થયેલા મારા ભાઈને પણ તમારે રેક નહી.” સુભદ્રાએ માતાને જવાબ આપે, અને એ પ્રમાણે કહીને પોતાને ઘેર ગઈ,
For Private and Personal Use Only