SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૨ શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૨૦ જેમ શુળ દુઃખ આપે, તેમ અવશ્ય દુખજ આપે છે, તેથી આપની રજા હોય તે, જન્માદિ સમસ્ત દુઃખના સમુહને કાપવામાં પરમ ઔષધિરૂપ ચારિત્ર હું ગ્રહણ કરૂં. આ પરમ ઔષધવડે મારા જેવા અનંત જી પરમાનંદપદ પામ્યા છે, તેથી મને ચારિત્ર લેવાની ઈચ્છા થઈ છે; માટે મને રજા આપ” શાલિભદ્ર ભદ્રામાતાની પાસે રજા માગતાં વિરાગ્યનું કારણું કહી સંભળાવ્યું. આ પ્રમાણે શાલિભદ્રનાં વચન સાંભળી, સનેહથી ઘેલી થયેલી માતા, તત્કાળ મૂછ ચાલવાથી ભૂમિ ઉપર પી ગઈ. દાસી વિગેરે પરિજન (ત આવી પહોચ્યાં, અને વાતાદિ શીતળ ઉપચારવડે તેને સ્વસ્થ કરી. તે વખતે વિયોગ દુઃખની કલપનાથી ફાટતા હૃદય વડે આક્રંદ કરવી તે બેલી કે, “અરે પુત્ર! કાનમાં નખાતા તપાવેલ સીસમ ની જેવુ આ તું શું બોલ્યા ? તારે વ્રત લેવાની વાત શી? વ્રત તે તારૂં અશુભ ચિતવનારા પાડોશીઓ ગ્રહણ કરશે. તારે વળી ચરિત્ર કેવું ?” શાલિભદ્રે કહ્યું કે “માતાજીએમ બેલે નહિ. જે ચારિત્ર ગ્રહણ કરે છે, તેઓ તે કેઈનું અશુભ ચિંતવનાર હતાજ નથી. તેઓ તો જગતના છ ઉપર મિત્રી ભાવવાળા હોય છે. સકળ જનું હિતકરનારા તેઓ તે જ ગત સર્વને વંદન કરવા યોગ્ય હોય છે. ” માતાએ હવે બીજી રીતે સમજાવવાની શરૂવાત કરી. “વત્સ! તમારું શરીર અતિશય સુકોમળ છે. આ શરીરથી સંયમને નિર્વાહ નહિ થાય. ચારિત્ર તે વા જેવું કઠીન અને તલવારની ધારના જેવું તીણું છે. જેનું શરીર અતિદઢ હોય છે તેઓને પણ જિનેવરની દીક્ષા પાળવી દુષ્કર છે. તે પછી તમારાથી તે તેને નિર્વાહ શી રીતે થાય ?” માતા એ ચારિત્રમાં રહેલી કઠણાઈ શાલિભદ્રને કહી બતાવી. “મારા કરતાં પણ અતિસુકમળ રાજાઓ રાજ્ય છે For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy