________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ! શા લભદ્ર અને ભદ્રા માતાને સંવાદ. ૭૮૧
“રસનાના રસના લોભીને મધુર સ્વાદવાળી વસ્તુ દેખીને મુખમાંથી પાણી છુટે છે, તેવી જ રીતે વિરકત છને તેના માઠા વિપાકને વિચાર આવવાથી આંખમાંથી પાણી છુટે છે.”
આ પ્રમાણેની શ્રી વીરભગવંતની ઉત્તમ પ્રભાવશાળી દેશના સાંભળીને શાલિભદ્રના સંવેગને રંગ વૃદ્ધિ પામ્યો. પછી પ્રભુને નમીને, વેગથી પિતાને ઘેર આવી, વાહનમાંથી ઉતરી ઘરના માળે જઈ જ્યાં તેમની માતાજી હતાં ત્યાં આવી, તેમને પ્રણામ કરીને કહેવા લાગ્યા કે, “હે માતા ! આજે હું વીરપ્રભુને વંદન કરવા ગયા હતા, ત્યાં મેં ધર્મદેશના સાંભળી. તે દેશના મને રૂચી છે. ”
તું ધન્ય છે, હે પુત્ર! તું કૃત પુણ્ય છે. ભગવંતને તમે વાંદવા ગયા તે બહુ સારૂ કર્યું. માતાએ શાલિભદ્રને કહ્યું.
માતાજી તે દેશના સાંભળીને મારી અનાદિ ભવની ભ્રાંતિ નાશ પામી છે. ચતુર્ગતિ રૂપ સંસારમાં ભટકવાની પ્રવૃત્તિના હેતુઓ મેં જાય છે. વિષયે પરમ અનર્થ દેવાવાળા છે, તે સ્પષ્ટપણે મેં જાણ્યું છે. જન્મ-જરા-મરણરોગ શોક વિગેરેથી ભરેલા આ સંસારને મેં સારી રીતે ઓળખે છે. તેથી આ સંસાર ઉપર મને બીલકુલ પ્રેમ રહ્યો નથી. જ્યારે આવે ત્યારે સુંદર લાગતા કામ ભેગે, અનંત કાળ સુધી દુઃખ આપવાના હેતુભૂત હેવાથી, તે હવે મને રૂચતા નથી. આ સંસારમાં રા મરણ વિગેરે દુઃખ આવે ત્યારે કોઇ શરણભૂત થતું નથી દુષ્કર્મના વિપાકના અનુભવના સમયે, એકાકી ભટકતે આ જીવ, ઉદયાનુસારગતિ પ્રાપ્ત કરે છે. કોડેની સંખ્યામાં સેવકે અને સ્વજન વર્ગ હોય તે પણ જીવતે એકલો જ જાય છે; અને એકલેજ આવે છે. તે વખતે શુભ અશુભ પ્રકૃતિ શીવાય બીજું કે તેની સાથે જતું કે આવતું નથી. જ્યાં સુધી જન્મ મરણાદિના ભય ન જાય, ત્યાં સુધી જીવને સુખ નથી. મધુલિત ખગ્નધારા ચાટવાની જેમ આ વિષયે દેખતાં મીઠા લાગે છે, પણ પરિણામે અતિ દુષ્ટ છે. તે દુર્જન અને ચારને
For Private and Personal Use Only