________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ બવ. ]. રાષભદત્ત અને દેવાનંદા. હકીકત સાંભળી અભયકુમાર સહિત આઠકમુનિ પાસે આવ્યા, અને તેમને વંદન કર્યું. મુનિએ અભયકુમારને ઉદ્દેશીને કહ્યું કે
હે ભદ્ર! તમે મારા નિ:કારણ ઉપકારી ધર્મબંધુ છે. હે રાજપુત્ર! તમે મોકલેલી ભગવંતની પ્રતિમાના દર્શનથી અને જાતિસ્મરણ જ્ઞાન થયું. તે ઉપકારી !તમે મારે ઉદ્ધાર કર્યો છે. તમારી બુદ્ધિથી બેધ પામી હું આદેશમાં આવ્યું અને મેં મુનિપણું ધારણ કર્યું છે કુમાર ! તમે ઘણા કલ્યાણ વડે વૃદ્ધિ પામે.” તે પછી આદ્રકમુનિ, રાજગ્રહમાં સમારેલા શ્રી વીરપ્રભુને વંદના કરી, તેમના ચરણકમળની સેવાથી કૃતાર્થ થઈ, અંતે મોક્ષને પ્રાપ્ત થયા.
ભગવંત વિહાર કરતા કરતા બ્રાહ્યકંડ ગામે પધાર્યા,
ત્યારે નગરજનેની સાથે રાષભદત્ત રાષભદત્ત અને અને સેવાના પણુ ભગવંતને વંદન દેવાનંદા કરવા અને દેશના સાંભળવા ગયા હતા.
ત્યાં સમવસરણમાં ભગવંતને વાં, યોગ્ય સ્થાનકે તે દંપતી બેઠા. તે વખતે ભગવંતને જોઇને દેવાનંદાના સ્તનમાંથી દુધ ઝરવા લાગ્યું અને શરીરે રોમાંચ પ્રગટ થયાં. તેની તેવા પ્રકારની સ્થિતિ જોઈ ગૌતમસ્વામી વિસ્મય પામ્યા. તેમણે અંજલી ને પુછયું કે, “હે પ્રભુ! પુત્રની જેમ આપને જોઈને આ દેવાનંદાની દષ્ટિ દેવવધૂની જેમ નિનિમેષ કેમ થઈ ગઈ?” પ્રભુએ કહ્યું કે, “હે દેવાનુપ્રિય ગીતમ! હું એ દેવાનંદની કુક્ષિમાં ઉત્પન્ન થયેલ છું. દેવલોકમાંથી આવીને તેની કક્ષમાં ખ્યાસી દિવસ રહે છે. તેથી પરમાર્થને નહી જાણતાં છતાં, તે મારે વિષે વત્સલ ભાવ ધરે છે.” પૂર્વે કદી નહી સાંભળેલાં એવાં પ્રભુનાં વચન સાંભળી દેવાનંદા તથા ઋષભદત્ત અને તમામ પર્ષદા ઘણી વિરમય પામી ગઈ. “આ ત્રણ જગતના સ્વામી પુત્ર કયાં ! અને એક સામાન્ય ગૃહસ્થાશ્રમી આપણે ક્યાં!” એમ વિચારી તે દંપતીએ
46
For Private and Personal Use Only