________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] અન્યલિંગસિદ્ધને ખુલાસો. વખતે ભગવંતના જે અતિશનું ઉપર વર્ણન કરવામાં આવ્યું છે, તેની સાથે, મુકાબલે કરી, વાંચક વર્ગને સત્યાસત્યને નિર્ણય કરવા જેટલે વિવેક વાપરવાની ભલામણ કરવામાં આવે છે.
પંદર ભેદે સિદ્ધમાં અન્યલિંગે સિદ્ધને એક ભેદ છે. અન્ય લિંગવાળાને શાસ્ત્રકારોએ કેવલજ્ઞાનને નિષેધ કરેલો નથી. અન્ય લિંગી અન્યલિંગમાં વર્તતા હોય, તે પણ ભાવથી જે તેઓ ભાવયતિની કેટીમાં આવી ગુણસ્થાનની હદે ચઢે, તે કર્મોને ખપાવીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાના અધિકારી બને છે. તેઓને જ્યારે કેવળજ્ઞાન થાય છે, ત્યારે તેઓ અન્યલિંગને ત્યાગ કરી, જૈન લિંગને જ પોતાના આયુષ્ય સુધી ધારણ કરે છે. વર્તમાનમાં અન્ય લિંગવાળાના સામાન્ય ગુણેના લીધે, આવા પ્રકારને જે બચાવ કરવામાં આવે છે, તે પણ ન્યાયયુકત નથી, કેમકે આ કાળમાં તે કેવળજ્ઞાનને જ અભાવ છે, તે પછી અન્યલિંગ સિદ્ધના પ્રશ્નને અવકાશજ નથી.
મિથ્યાદર્શનવાળા પણ અજ્ઞાનકષ્ટ અને કેટલાક વિશેષ ગુણેને લઈને દેવગતિને બંધ કરી અમુક દેવલેક સુધી ઉત્પન્ન થઈ શકે છે. દેવે પણ મિથ્યાત્વિ હોય છે. મિથ્યાદશનવાળાના અજ્ઞાનકષ્ટ ચમત્કાર જોઈને, બુદ્ધિવાનોએ મુઝાઈને, પિતાના સમ્યફત્વને મલીન કરવાને પ્રસંગ લાવવા દેવું જોઈએ નહી, એવા પ્રસંગે પુરતી સાવચેતી રાખી વિવેકથી વર્તવાની જરૂર છે.
7WNE
For Private and Personal Use Only