________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [[ પ્રકરણ ૧૭ પિતાના શરીરની પણ અપેક્ષા રહિત છે, તેમની મારાથી શી રીતે ચિકિત્સા થાય ? કેમકે એ પ્રભુ કર્મની નિર્જરાને માટે આવી વેદનાને પણ સારી માને છે.”
શ્રેષ્ટિએ કહ્યું કે, “હે મિત્ર! આવી વચનની યુક્તિ આ વખતે શા માટે કરે છે? એવી રીતે વાત કરી વખત ગાળવાને આ સમય નથી. માટે સત્વર આ પ્રભુના શરીરની ચિકીત્સા કર.” તેઓ બને આ પ્રમાણે વાત કરે છે, તેવામાં તે સ્વશરીરમાં પણ નિરપેક્ષ પ્રભુ ત્યાંથી ચાલ્યા ગયા; અને ગામની બહાર ઉદ્યાનમાં આવીને શુભ ધ્યાન કાસગે રહ્યા. * પ્રભુના ગયા પછી તે બને મિત્રોએ પ્રભુના કર્ણમાં નાખેલા ખીલા કેવી રીતે કાઢવા તેને વિચાર કર્યો. તેના માટે જે જે સા. મગ્રીની જરૂર હતી, તે મહાનુભાવ વૈદ્ય અને શ્રેષ્ટિ એ ભેગી કરી. વિશે પણ ઔષધ વિગેરે સાથે લીધું, અને તે બને જ્યાં પ્રભુ કાર્યોત્સર્ગ ધ્યાનમાં ઉભા રહ્યા હતા ત્યાં આવ્યા. જેના હૃદયમાં પ્રભુ અને ગુરૂ ભકિતને ઉત્સાહ સદા જાગતે હેય છે, તે પ્રસંગ આવે તેમના કાર્યમાં જરા પણ વિલંબ કરતા નથી.
તે બને મિત્રોએ પ્રભુને પ્રદક્ષિણા દઈ વંદના કરી. પછી પ્રભુને એક તેલની કુંડીમાં બેસાર્યા. તેમના શરીરને તેલનું અત્યં જન કર્યું, અને બલવાન ચંપી કરનારા માણસની પાસે મર્દન કરાવ્યું. તે બલીષ્ટ પુરૂષોએ પ્રભુના શરીરના તમામ સાંધા શિથિલ કરી નાખ્યા. પછી તેમણે બે સાણસી લઈને પ્રભુના અને કાનમાંથી બને ખીલા એક સાથે ખેંચ્યા; એટલે રૂધિર સહિત તે અને ખીલા જાણે પ્રત્યક્ષ અવશેષ વેદનીય કર્મ નીકળી જતું હોય તેમ નીકળી પડયા.
ખીલા ખેંચતી વખતે પ્રભુને એવી વેદના થઈ કે, તે વખતે વજીથી હણાયલા પર્વતની જેમ પ્રભુએ માટી ભયંકર ચીસ પાડી.
ભક્તિવાન ખરક વૈધે તત્કાલ સહિણી ઔષધીથી પ્રભુના કાનને રૂઝવી, અશાતા દૂર કરી.
For Private and Personal Use Only