________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦.
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
{ પ્રકરણ ૭
નિરંતર સઝાય ધ્યાનમાં વર્તનાર શ્રી ઉપાધ્યાય મહારાજની ભકિત વિગેરે કરવાથી આ પદનું આરાધન થઈ શકે છે.
૭ શ્રી સાધુપદ-સમ્યકૃજ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગ તેનું સાધન કરે તે સાધુ કહેવાય છે. મુનિ, રૂષિ, તપસી, અણગાર, સર્વ વીરતી, એ બધા સાધુ શબ્દના પર્યાયવાચક નામ છે. મુનિના પંચ મહાવ્રત તથા છઠું રાત્રી જન ત્યાગ એ મુનિના મહાવ્રત છે. સાધુના સતાવીશ ગુણે તથા કરણ સીતરી અને ચરણ સીતરીના ગુણે પ્રાપ્ત કરવાને સદા ઉદ્યમાન છે, ફકત ચારિત્રારાધન માટે બેતાલીશ દેશરહિત હાર ગ્રહણ કરનાર છે. એવા જનાજ્ઞાના પાલક સાધુ મહારાજની ભકિત કરવાથી એ પદનું આરાધન થઈ શકે છે.
૮ શ્રી જ્ઞાનપદ–સર્વજ્ઞ પ્રત આગમમાં ભાખેલા તને જે શુદ્ધ અવધ તે સમ્યક જ્ઞાન કહેવાય છે. એ જ્ઞાનની પ્રાપ્તિના માટે ભવ્ય જનેએ જ્ઞાનાચારના પાલન પૂર્વક નિરતી ચારપણે જ્ઞાન ભણવું, ભણાવવું, સાંભળવું, જ્ઞાન લખાવવુ, જ્ઞાનની પૂજા કરવી, જેથી જ્ઞાનની વરણીય કર્મ નાશ પામે. જ્ઞાન અને જ્ઞાનીની ભક્તિ કરવાથી એ પદનું આરાધન થઈ શકે છે
૯ શ્રી દર્શન પદ––સર્વજ્ઞ કથીત છવા જીવાદિ નવતત્વનું, તથા શુદ્ધ દેવ ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્વનું શ્રદ્ધાન તે સમ્યકત્વ. અઢાર દુષણથી રહિત વીતરાગ પરમાત્માને દેવ તરીકે, ૧ ચ મહાવતેને ધારણ કરનાર, કંચન કામનીના ત્યાગી અને શ્રી જિનાજ્ઞાનુસાર સંજમ માર્ગમાં યથાશક્તિ વીય ફેરવનારને, ગુરૂ તરીકે, તથા શ્રી વીતરાગ કથીત દયા મયી ધમને ધર્મ તરીકે માની, સમકતના સડસઠ ભેદનું સ્વરૂપ સમજી મિથ્યાત્વને ત્યાગ કરી સમકિત અંગીકાર કરે તથા તેનું સુદ્ધ રીતે પાલન કરવાથી આ પદનું આરાધન થઈ શકે છે. સમ્યકત્વ સહિતના વ્રત પચ્ચખાણ, (નિયમ) તથા અનુષ્ઠાન આત્માને હિતકર્તા થાય છે. મોક્ષપદની પ્રાપ્તિના બીજરૂપ આપદ છે. એટલુ જ નહી સમ્યકત્વ
For Private and Personal Use Only