________________
રજતમાર)
અંતરેદગાર
અનુષ્યદ્રવ્ય વિદ્યા ગ્રહ કિંતુ, ભાવવિધા ન જે ગ્રહે તે નામ માત્ર તે વિદ્યા, વા અવિદ્યાપણું લહે. અખિલ વિશ્વને જાણે, ન દેહસ્થિત આત્મને ! નાભિસ્થ કસ્તૂરી છે! ધન્ય એ વિબુધત્વને !!
શાલિની– તેહી વિદ્યા જે અવિદ્યા વિદ્યારે,
તેહી વિદ્યા આત્માને જેહ તારે તેહી વિદ્યા બંધથી જે મુકાવે,
તેથી વિદ્યા જેહ સ્વાતંત્ર્ય લાવે ના વિજ્ઞાને તે વિદ્યા વસેલી,
ના વાણિજ્યાદિ વિષે પીરસેલી, ના ચિકિત્સા શાસ્ત્રમાં તે કહેલી,
ના ના નાના તે કલામાં રહેલી. તે વિદ્યા તે સર્વથા તેથી ન્યારી,
મુક્તિ કેરા છેડની શ્રેષ્ઠ ક્યારી; તે વિદ્યાનું નામ છે આત્મવિદ્યા તે વિના તે સર્વ વિદ્યા અવિદ્યા.
માલિની– ચિદમય જ પુરતી જ્ઞાનતિ અનેતા,
નિજ કર પ્રસરતી અંતરે રે! લસંતી; કરતી દૂર અવિદ્યા વિશ્વવિદ્યા વરંતી, તિમિરકુલ હતી તેજપુંજે ભરતી.
અનુબ્રુપબંધને કર્મનાં લૂંટે, ફટે પંજર દેહના, આત્મવિહંગ જ્યાં છૂટે, વિદ્યા તેહ સંદેહ ના. આત્મરાજા બિરાજે જ્યાં, સ્વરાજ્યના સિંહાસને; વિવા તે સાચી ને અન્ય. અવિદ્યા વિબુધે ભણે.