SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ચિંતન માંગી લે તેવા છે. ખરેખર તે ચિંતનશક્તિ એ પણુ અત્યારની ભાષામાં કુદરતી બક્ષીસ કે Natural gift જેને કહેવા માં આવે છે, તેવી એક શક્તિ છે, પણ તે શક્તિ આ ભવમાં પ્રયત્નથી સાધ્ય નથી તેમ ન માનવુ. આપણને ચિંતન કરતાં શું આવડે ? તેવા ભાવેા લાવી નિરાશ ન થવું. * ચિંતન...ખાસ કરીને શાસ્ત્રીય ચિંતન માટે સૉંસ્કૃત તેમજ પ્રાકૃત ભાષ!ને સુદર વ્યાકરણ પૂર્ણાંકને મેધ હોવા જોઈએ. આવા ભાષાના પરિપકવ મેધ ખાદ ચર્ચા-વિચારણાની શક્તિ ખીલે માટે વર્તમાનમાં જે ન્યાયના અભ્યાસ કરવામા આવે છે તેવા અભ્યાસ કરવે જોઇએ. ન્યાય એટલે ન્યાય...અને તર્ક શક્તિથી બુદ્ધિને વિકાસ કરવા માટે તર્કસંગ્રહ અને મુક્તાવલ જ ભણવાં જોઈએ તેવ આગ્રહ રાખવાની જરૂર નથી. સારી રીતે સ્યાદાદ મજરી... તત્ત્વ. ન્યાય વિભાકર... સ્યાદ્વાદ રત્નાકર... તત્ત્વાર્થ સૂત્રની ટીકા ..વિશેષ આવશ્યકની ટીકા... હરિભદ્રસૂરિજી મહારાજાના પ્રકરણ ગ્રંથ અને તેના પર જો ટીકા વચાય તે સારી રીતે તબુદ્ધિ વધવાની સાથે અન્ય શાસ્ત્રીય પદાર્થોથી પણ વાંચકની મતિ સુદૃઢ બને છે, માટે આવા અભ્યાસ પણ જરૂરી છે. ત્યારબાદ પણ વિશાળ અને વિવિધ ક્ષેત્રનું વિવિધ વાંચન હોવું જરૂરી છે. તે અંગે કોઈ નિયત કરેલા ગ્રંથા વાંચવા તેવું જરૂરી નથી, પણ, જેમાં ઊંડાણુ ભર્યું હોય, જે ચિંતનરૂપ ગ્રંથ હાય, તેનું વાચન કરવું જોઇએ. આટલું કરવાથી સ્વાભાવિક હા-પાહ શક્તિ વિકાસ પામે. છે. આ વિકાસ પામેલી શક્તિ આપણને સુંદર મા` પર આગળ. વધારે તે માટે આગમશાસ્ત્રના વેત્તા પાસે... અભ્યાસીઓ પાસે નમ્ર ભાવે ચર્ચા કરવી નમ્ર અને જિજ્ઞાસુ ભાવે થયેલી ચર્ચાએને! રસ અને આગમ ગ્રથના પ્રણેતા અને દાતા પરતું અનન્ય. કોટિનું બહુમાન કોઈ પણ વિદ્યાર્થીને ચિંતન તરફ લઈ જાય છે.
SR No.011559
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy