________________
રાયચંદ્રજૈનકાવ્યમાલા.
-
૩૮
ભાગ ધન ઘરપુત્ર, મા મલ મૂત્ર ધ્રુવે રી; વદ પરણું મુખ જોઈ છેડે વાલી રૂવે રી. પરિજન સેવે પાય; જબ લગે સુત ન ધરે રી: જનમે નંદન જામ, સજજન જાય ઘરે રી. નરથી સુખી પશુ જાત, સુખ ભર વનમાં રમે રી; નહિ સુત ચિંતા કાઈ, બાલકવય નિગમે રી. ચાકરી દાસ કરત, વાહને સુત વિચરે રી; વૃદ્ધ હવે મા બાપ, ચિંતે કિમ ન મરે રી. અશનમાત્ર ગુણ જાણ, ચાપ પણ ન ચરે રી; ગંડલ મંડલ જાત, રણું ચોકી ભરે રી. બાલક વ્યાલક તુલ્ય, પ્રગટે પુત્ર તિસ્યો રી; માતા પિતા દુઃખદાય, કાણિક રાય જિો રી. રાજ્ય વિધન પુરઘાત, એક દિન જીવ હરે રી; મણિએ વિભૂષિત નાગ, કુણ જન રાખે ઘરે રી. એમ ચિંતી નર રાય, કહે પ્રજાને તદા રી; કરશું અમે જાઊં ગેહ, જેમ સુખ વરતે સદા રી. ધમિલ રમેં રસાલ, સાતમી ઢાલ કહી રી; વિશ્વમાંહે શુભ વીર, ગુણથી ખ્યાતિ લહીં રી.
૩
દોહરા,
કેપ કઠિણ રાજે હવે, તેડી કુંવરને ત્યાંહી. કહે સુત ચાહું સુખ ભણું નહીંતુજ શીતલ છાંહી. તું શિક્ષાને અયોગ્ય છે, મુજ કુલ કીધ કલંક; કેમહી ન હવે પાંચરે, વૃશ્ચિક કંટક વંક. મેં જાણ્યું આ રાજ્યમાં, પુત્રપ્રદીપ અનુહાર; સેમણ તેલે અગ્નિ વિણું, તુહી છતે અધિકાર ચોસઠ દીવા જે બેલે, બારે રવિ ઊગંત; અંધારું છે તસ ઘરે, જસ ઘર પુત્ર ન હુંત. પણ એ જાતી વારતા, જસ ઘર વંઠિલ પુત્ર: માત પિતા ઘરમાં રૂએ, વંયંત ઘરસૂત્ર.