________________
* શ્રીમાનું વીરવિજ્યજી–ચંદ્રશેખર. ૪૮૭ અહિણી એક સૈન્ય, દાસી દાસ પરિકર વળી હે લાલ. સાહેલાં. ૬. મેલે હમે ઠામ, ખેચર એકદસ દાસી હે લાલ; સાહેલાં. મૃગસુંદરીને ગામ, મેલ ભૂચર નારિયે હે લાલ. સાહેલાં. ૭. વેગે કુંવર ચલંત, બહુલ વિમાને પરિવયે હો લાલ સાહેલાં. પાપુરે આવંત,’ મગસુંદરી મેળે કર્યો છે લાલસાહેલાં. ૮. જિ નિજ સૈન્ય મળત, રતિસુંદરી આદે બહુ હે લાલ, સાહેલાં બીજા પણું તિહાં રાય. ભટણાં કરિ નમતાં સહુ હે લાલ; સાહેલાં. ૯ દેવિ વિસરછ ત્યાંહિ, ત્રિલેચના કાશી ઘરે હે લાલ; સાહેલાં. ભરૂઅચ રાય સમેત, ચાલતા સવિ અંબરે હે લાલ. સાહેલાં. ૧૦. કાશી વન પામત, વધામણી નૃપને ગઈ છે લાલ; સાહેલાં. મહસેન મુદિત નરેશ, આવ્યા સહુ ઉચ્છક થઈ હે લાલ. સાહેલાં. ૧૧. જનકના નમતા પાય, ભૂતલ કુંવર ઊતરી હે લાલ; સાહેલાં. નયરી વાણુરશી તામ, શણગારી કરી સુરપુરી હે લાલ. સાહેલાં. ૧૨. રત્નવતી નિજ માય, પ્રથમ પ્રિયા ગુણસુંદરી હે લાલ; સાહેલાં. ત્રીલેચના દિએ તાસ, રત્ન ભુષણ પિટી ભરી હે લાલ. સાહેલાં. ૧૩. દિવ્ય બનાવી મેહેલ, ત્રીલોચના ગઇ નિજ ઘરે હે લાલ; સાહેલાં. શણગારી ગજ રત્ન, બેસી પુરમાં સંચરે હે લાલ. સાહેલાં. ૧૪. નૃત્ય મહેચ્છવ સાથ, રાજ કચેરીએ ઊતરે હે લાલ; સાહેલાં. વિદ્યાધર સહુ સાથ, જમવાને ઘર નૂતર્યા હે લાલ. સાહેલાં. ૧૫., જનની ચરણ સરોજ, નમતા કુંવર હરખભર્યા હો લાલ; સાહેલાં. પુત્રને દેઈ આશિશ, માતા શિર ચુંબન કરે છે લાલ. સાહેલાં. ૧૬. વહુરે પાય પડત, સાસુને પ્રથમ પ્રિયા તણે હે લાલ; સાહેલાં. નવ નવ ભેટ કરંત, પથની વાત સકળ ભણે છે લાલ. સાહેલાં. ૧૭. સાસુ વહુને દેઈ મહેલ, સસરાદિકને વિસર્જતા હે લાલ; સાહેલાં. ધન સાગર નિજ ગેહ, સર્વ વધૂને તેડતાં હે લાલ. સાહેલાં. ૧૮. ગણિ નિજ પુત્રી સમાન, ખટરસ પાકે જમાડિયે હે લાલ; સાહેલાં. વસ્ત્રાદિક બહુ માન, સાસરવાસે બહુ દિએ હે લાલ. સાહેલા. ૧૯. સુરપરે સુખ વિલસંત, કેતે કાળ ગુમાવતા હે લાલ; સાહેલાં.