________________
શ્રીમાન વીરવિજયજી–ચંદ્રશેખર.
રણ મે મહિષી પય પાચવી, પરમાન તાપસણિ દેત; જમતાં અવર પંખા કરે, દિએ જલ કુસુમે વાસિત. મોહની ૨૪. પછે બેસારિ વર આસને, તપસી વીરસેન જુવાન કહે પૂછી વાત સવે કહે, સૂણ મૂલચૂલ વિધાન. મોહની ૨૫. ચંદ્રશેખરના રાસમાં, ખંડ ચેાથે છઠ્ઠી ઢાળ; શ્રી શુભવીર કહે હો શ્રોતા ઘર મગળ માળ. મોહની ૨૬.
દાહરા, વીરસેન કહે કુંવરને, કરમ ગતિ અસરાળ; ચિતિત ચિત મનેરથા, કરમ કરે વિસરાળ. એક વનમાં તરૂ ઊમરે, માળો કાર વિલસંત; પંખિ કપત કપાતિકા, બાલક દે પ્રસવંત. કતને કેહેતિ કપોતિકા, આવ્યો તુમ કુળ અંત; વ્યાપચાપ સર સંધિ અધ,સકરો ઊંધું ભમંત. આહેડી સાપે ડશે, છુટયું ધનુષ્યથિ બાણ; લાગ્યું સકરાને તદા, બિહુ પામ્યા નીરવાણું રવિ ઉદયે નિશિ નિરગમે, જઈશું કજ વિકસંત; ભમર મનોરથ કેશગત, ગજ કજ આહારકત. તિમ અમ પ્રગટી વાત જગ,કહેતાં આવે લાજ; પણ સજજન પૂછે થકે, કેહેવું કરવા કાજ.
ઢાળ ૭ મી. (સુંદર પાપ થાન તો સેલમું—એ દેશી.) સુંદર રાજપુરીને રાજીયો, સૂર્યકાંત અભિધાન હે સુંદર રૂ૫ ધીરજ બળ વૈભવે, શોભે શક્ર સમાન હે; સુંદર વાત વિવેકી સાંભળો.
એ આંકણી.. ત્રીશિખરે મણી તેહને, વીરસેન પ્રધાન હે. સુંદર રાયને સહ અતિ ઘણો જ્ઞાનિને જિમ જ્ઞાન હો. સુંદર વાત. ૨. મંત્રી નૃપ આણ લહી, જાત્રા ગયા ગિરનાર હે; સદર તિરથ સકલ પ્રણમી કરી, ખરચી દ્રવ્ય અપાર છે. સુંદર વાત. ૩.