________________
૩૨૦
રાયચકનકાવ્યમાલા મંત્રિ મૂર્તિ તિહાં લાવીને રે, રાણી સ્નાન કરતી લાલ; સંત ઉગે ધરી બાલતી રે, પરમેષ્ટિ સમરતી લાલ. અમરની ૩૨. સૂણુએ સૂર્ય વૈમાનિકા રે, અંતર ને લોકપાળા લાલ; મનવચકાયા નિરમળવણે રે,જે મુજ શીળ ઝાકઝમાળા લાલ. અમરની ૩૩. " નૃપ અરિ કેસરીની પ્રિયાં રે, રાણું ચંપકમાળા લાલ; શિયળ સુધારસ ઘટતાં રે, વિસમી પાવક ઝાળા લાલ. અમરની ૩૪. હું પણ એવી જે સતીરે, તો મુજ હાથ ફરસંતે લાલ; મંત્રી સાથે ઉઠો રે, સજન સર્વે વિકસતે લાલ. અમરની ૩૫. સર્વાગે ફરસે ઈમ કહી રે, ઉડ્યા મંત્રી તે વેળા લાલ; નર રૂપે જિમ નિકા તજી રે, કરતા રાયને મેળા લાલ. અમરની ૩૬. ત્રીજે ખ3 નવમી કહી રે, શ્રી શુભવીરે એ ઢાળો લાલ; ધર્મ થકી દુઃખ વેળા ટળે રે, પામે મંગળ માળે લાલ. અમરની ૩૭.
દેહરા નેતન જન્મેચ્છવ કરે, દેતા જાચક દાન; ચત અઠાઈ મહેચ્છવ, ધારતા ધર્મનું સ્થાન. તિર્થ નમન ગુરૂ વંદના, પદમાવતિ સંગાથ; સાસન જૈન પરભાવ, મેળે શિવપુર સાથ. મંત્રી સહીત લીલા કરે, પાળે રાજ્ય મહંત; તે કાળ ગએ થશે, ત્રિહુ વૈરાગ્ય ધરત. મનોરમ વનમાં તિણે સમે, કેવળ શ્રીદમસાર; આવ્યા સુણિવદન ગયા, પામી હર્ષ અપાર. કેવળી મુખ દેશના સુણિ, લહી સંસાર અસાર; ઘર જઈ નિજ નિજ પુત્રને, સુપેરાજ્યનો ભાર, નૃપ મંત્રી પદમાવતી, બીજે પણ બહુ સાથ; કરી ઓચ્છવ લેતા સવે, દિક્ષા કેવળી હાથ. વિહુએકધર્મ સખાઈઆ, જ્ઞાન ક્રિયા તપ સાર; અશ્રુત કલ્પ ઉપન્યા, કરી તિહુ એક અવતાર સ્વર્ગથી ચવિ નરભવ લહી, લેશે ૫દ મહાનદ ભાવી કથા સણિચિત ધરે,ચંદ્રશેખર નૃપ નદ.