________________
શ્રીમાન વીરવિજયજી–ધમિલકુમાર. ૧૮૫ રતનશેખર નામેં ધરમી ગુણવંત રે; તસ લેાચન ત્રીજું ચઉ બુદ્ધિ તો નિધિ રે, નામે સુમતિ મંત્રિમાણે મહંત રે. પુણ્ય જ માસ વસતે ૫ મંત્રી સહ વન ગયા રે, બેઠા તરૂતળ દેખી શીતળ છાય રે; કિન્નર મિથુન નેહરશે વાત કરે રે, તરૂ ઉપર સાંભળતા રસભર રાય રે. પુણ્ય ૫. રતનવતી કન્યા શચિ રંભા રૂપ હરે રે, નજરે દીઠી મીઠી અભિય સમાણ રે; -જવન વેળા નરના મેળા નવિ રૂચે રે, રતનશેખર દેખતે વરે સા જાણું રે. પુણ્ય ૬. અદશ્યપણે સુણિ વાણું રૂપ ચિત્ત ચિંતવે રે, કુણ મુજ નામેં સરખી નારી એહ રે; જનમ સફળ તો માનું જે મુઝ એ મળે રે, નહિ તે ભારભૂત શી ધરવી દેહ રે. પુણ્ય છે. ચિંતા ઘર જઈને નિદ્રાશન તજી રે, રાગે જ િપડિ તૂટી ખાટ રે; મંત્રી નિબંધે પૂછતા તેણે સવિ કહ્યા રે, મંત્રી કહે વિણ દીઠે કેમ હેય ઘાટ રે. પુણ્ય ૮. રાય કહે મરવું સહી રતનવતી વિના રે, ચિંતે મંત્રી દુર્જય કામવિકાર રે; સમરણે મરણ વિષયથી વિષ ખાધે મરે રે, તેણે ઈહ કરવો મળ વિલંબ વિચાર રે. પુણ્ય ૯ સાત માસમાં શુદ્ધિ કરી અમે લાવશું રે, ચિંતા તછ કરે રાજ્ય તમે મહારાય રે; મંત્રી વયણ સુણ હરખ્યો નૃપ તસ મોકલે રે, મંત્રી ચાલ્યા શુભ શુકુને નમિ પાય રે. પુ. ૧૦. ચઉ દિશિ જતાં શુકન હુઆ દક્ષિણ દિશે રે,