________________
૧૨
મદાવાડ, ખખાત વગેરે ગામામાં રહી રાસ રચ્યાનું અમુક અમુક રાસમાં કવિએ જણાવે છે. બિકાનેર સુધી ગુજરાતી ભાષા તે કાળે સારી રીતે સમજાતી એમ તે ઉપરથી જણાય છે.
4
મેજર ઉપેદ્રથાથ ખાસુ પેાતાના નિબધમાં જણાવે છે કે “ઉત્તર હિંદમાં ખેલાતી ભાષાઓમાં ગુજરાતી જેટલી- કાઇ પણ હિંદુસ્તાનની ખીજી ભાષા તેટલાજ જુદી જુદી જાતના લૉકા તથા જુદા જુદા ધર્મ પાળનારા માણસામાં ખેાલાતી નથી......હિંદુ, પારસી, મુસલમાન અને જૈન એ ચાર સપ્રદાય પાળનારા લેાકેા ગુજરાતીના ઉપયાગ કરે છે. માત્ર સંસારી વિષય નહિ પણ તેમનાં ધાર્મિક પુસ્તકા સુદ્ધાં એ ભાષામાં લખાયેલાં છે તેથી જુદા, જુદા લોકેાને હાથે ગુજરાતી ભાષાની જુદી જુદી રીતની મૂર્ત્તિ ધડાઇ છે. ”
J
કેટલાંકા વિદ્વાના એમ કહે છે કે 'જૈન ગદ્યપદ્યતે। માત્ર તેમના ધર્મનેજ લગતુ હાવાથી તેમના તરફ ભાષાના અભ્યાસીઓનું લક્ષ ખે’ચાયું નહિ. મેજર પેંદ્રનાથ ખાસુ લખે છે કે ગુજરાતમાં ઘણા જૈને વસે છે......એક વખત એવા હતા કે જ્યારે જૈન સપ્રદાયીઓને સ ંસ્કૃત ભાષાનું બહુ સારૂં જ્ઞાન હતું. તેમનાં બનાવેલાં સંસ્કૃત પુસ્તકા હજી સુધી પ્રચલિત છે. તેમાંના ઘણા ગુજરાતીમાં કવિતા બનાવી - મર થઈ ગયા છે. પરંતુ તેમની બધી કવિતા તેમના ધર્મને લગતી હાવાથી તેના નમુના અત્રે આપવાની જરૂર નથી, ” હુંનમ્રતાપૂર્વક પૂછવાની રજા લઉ છું કે શું નરસિંહ મહેતાની, દયારામની કે ભાલણની કવિતાઆ ધર્મવિષયક નથી ? મેજર સાહેબ પોતાના ઉપલા લખાણના વિરાધા ભાસ જેવું એક લખાણ તેજ નિબંધમાં આપે છે “ ઘણું ખરું સંસ્કૃત કવિઓનુ અનુકરણ કરી અસલના ગુજરાતી કવિએ પેાતાની કવિતા રચી ગયા છે અને તેમાં ધણા ભાગ ધર્મ સમધી છે. આપણા દેશમાં ધર્મભાવનુ પ્રમળ હેાવાથી જેએ ધર્મ સંબધી કવિતા લખે છે તે બધાને પ્રિય તથા પૂજ્ય થઈ પડે છે. એટલું જ નહિ પણ તેથી તેઓ અમર થઇ જાય છે. ” આ લખાણ વાંચ્યા પછી સ્પષ્ટ જણાશે કે ધર્મવિષયે લખાયેલી જૈન કવિતાઓને કાઈ પણ રીતે 'ગુજરાતી ભાષાના સાંહિત્યમાં થી ખાતલ કરી શકાય તેમ નથી,
*
'