SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણાયા ૪૩ આવતા ત્યારે “ગુણશીલન'ના ચિત્યમાં રહેતા હતા. એ ચૈત્ય ગુણશીલ નામના યક્ષનું હતું. એ ગુણશીલવનમાં ભગવાન મહાવીરના હાથે સેંકડે લેકેએ શ્રાવકધર્મ અને શ્રમણુધર્મની દીક્ષા લીધી હતી. ભગવાન મહાવીરના અગિયારે ગણધરે અનશનપૂર્વક એ ઉદ્યાનમાં નિર્વાણ પામ્યા હતા. આ સ્થળ રાજગૃહથી ઉત્તર-પશ્ચિમમાં હતું અત્યારે આ સ્થળ દક્ષિણ-પૂર્વમાં છે. અસલના ચૈત્યનું કેઈ નિશાન અત્યારે હયાત નથી. અત્યારનું મંદિર પાછલા કાળનું છે. અદીશચંદ્ર વંધોપાધ્યાય જણાવે છે કે-“પાટણ જિલ્લાના બિહાર સબડીવીજનના બેસબુક પરગણાનું આધુનિક ગુણીયા ગામ ગુણશીલાનું સ્થાન બની શકતું નથી. ડે. વિમલચરણ બૅએ ઈસગિલી પાસે કાલશિલા ચટ્ટાણને ગુણશીલા માન્યું છે, જ્યાં નિર્ગથ યતિઓ તપ કરતા જોવાયા હતા, પરંતુ ઉપલક દૃષ્ટિથી પણ એ અવિશ્વસનીય છે, કેમકે કાલશિલા” ચટ્ટાણુ છે અને “ગુણશીલા” ચિત્ય છે.” - તેઓ એના સમર્થનમાં ઊમેરે છે કે, “ઉવાસગદસાઓ ” ગુણશીલાનું સ્થાન “માહિકાને નિર્ધારિત કરે છે. શ્રી હેમચંદ્રસૂરિકત ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત’ અનુસાર ગુણશીલા ચેત્યનું સ્થાન વૃક્ષોપશોભિત હતું. “ભગવતીપુરાણ ગશીલાની સ્થિતિ રાજગૃહમાં જ બતાવે છે. શ્રી હેમચંદ્રપ્રણીત “સ્થવિરાવલીચરિત”માં ગુણશીલાને ઉલેખ (અભ્યારણે): રાજગૃહની અંતર્ગત જ કરે છે. દિગંબરીય “ઉત્તરપુરાણમાં વિપુલ પહાડીનો ઉલ્લેખ મહાવીરના સ્થાયી આવાસરૂપે કર્યો છે. શ્વેતાંબર સૂત્ર ગુણશીલાનું સ્થાન રાજગૃહની ઉત્તર-પશ્ચિમ બતાવે છે જે વિપુલ પહાડીનું સ્થાન છે.” આ હકીક્ત હજી વધુ સંશોધન માગી લે છે. અત્યારે તે જેને હાલના ગુણાયાને ગુણશીલરૂપે માને છે. ભગવાનના સમયની પવિત્ર સ્મૃતિઓની યાદ આપતું આ તીર્થધામ એક સેહામણુ સરોવરની વચ્ચે આવેલું છે. નાજુક બાંધeીથી ઓપતા સુંદર જિનમંદિરમાં જવા માટે કઠેડાબંધી પૂલ બાંધે છે. મંદિરમાં મૂળનાયક શ્રી મહાવીર ભગવાનની મૂર્તિ છે. તેની આજુબાજુમાં ભગવાન મહાવીર અને ગણધર ગૌતમસ્વામીની પાદુકાઓ પ્રતિષ્ઠિત છે. શ્રીગૌતમસ્વામીની પાદુકા પર સં. ૧૬૮૮ને લેખ છે અને શ્રી મહાવીર ભગવાનની પાદુકા પર સં. ૧લ્હ૦ ને લેખ છે. આ શિલાલેખે અનુક્રમે છેવટે આપેલા છે. અગ્નિખૂણાની છત્રીમાં ૨૦ તીર્થકરોની શ્યામવર્ણ પાદુકાઓ, વાયવ્ય ખૂણાની છત્રીમાં ચીનેમિનાથ ભગવાનની પાદુકા, ચિખણાની છત્રીમાં શ્રી ઋષભદેવની પાદુકા અને ઈશાનખૂણાની છત્રીમાં શ્રીવાસુપૂજ્ય ભગવાનની પાદુકાઓ બિરાજમાન છે. ' અહીં નાની પણ સુંદર ધર્મશાળા છે. મંદિરના શિલાલેખે આ પ્રકારે છે – - ૧. શ્રીગૌતમસ્વામીની પાદુકા પર લેખ – " (१) संवत् १६८८ वर्षे वैसाष (शाख) सुदि १५ तिथौ मंत्रीदल बसे (वंशे) चोपरा गो(२)त्रे ठा० विमलदास तत्पत्र । ठा० तुलसी (३) दास तत्पुत्र श्री ठा० संग्राम गोवर्द्धनदास तस्य माता ठकुरी श्रीनि(४) हाली तत्पु० भार्या ठकोरो यु० भ [0] श्रीजिन (५) कुसलसूरिका कारि(रा)पिता पृज्य(६) श्रीश्रीपूधाश्रीराजसूरिविद्यमाने उपाध्याय अभयधर्मे(७)न प्रतिष्ठा स्थिरलाने -વરત (૮) છે ?” ૨. શ્રીઆદીશ્વર ભગવાનની ચરણપાદુકા પર લેખ – " संवत् १९२४ मिति माघ कृष्ण ५ भौमे श्रीगुणशिलचैःये श्रीदूगड प्रतापसिंहजीकानां भार्या महताबकुंवर तत्कुक्षितोत्पन्ननिमपत्र धोरायधनपतसिंह वहादरनाम्ना स्वपत्नी प्राणकुंवर जन्मसफलीकरणाथै श्रीअष्टापदतीर्थे श्रीशत्रुजयनिर्वाणलाभतया श्रीआदिजिनचरणपादुका कारापिता श्रीजिनभक्तिसूरिशाखायां उ० सदालाभगणिना प्रतिष्टितं शुभम् " - : . .. . ૩. શ્રી મહાવીર સ્વામીની ચરણપાદુકા પર લેખ – "सं० १९३० माघ शु० ५ सकलसंघेन श्रीवीरपादुका कारापित (ता) स्थापितं (ता) श्रीगुणशील्लचैत्ये आत्महिताय ॥" ૬. તદgો સાજિદર ઘહિલા, નાનu ૩ત્તર પુર વિરમg T ag નામ રે દયા ! ”ભગવતીસૂત્ર શતકઃ ૧, ઉ૦ ૧.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy