SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ .. "ऋजुवालकानदीतटे श्यामाककुटुम्बी(म्बि)क्षेत्रे वैशाख शुक्ल १० तृतीयप्रहरे केवलज्ञानकल्याणिक-समवसरणमभूत् मुर्शिदा. वादवास्तव्यप्रतापसिंह तद्भार्या महेतावकुंवर तत्पुत्र लक्ष्मीपतसिंह वहादुर-तत्कनिष्भ्राता धनपतसिंहवहादुरेण सं० १९३० वर्षे નીષા()(ર) પિત્ત(1) I” આ લેખ ઉપરથી જણાય છે કે, રા. બ. શ્રીધનપતિસિંહજીએ સં. ૧૯૩૦માં આ તીર્થસ્થળને જીર્ણોદ્ધાર કરાવ્યો. સંશોધકે આ સ્થળના નિર્ણય માટે વધુ પ્રકાશ પાડે એ જરૂરનું છે. ૨૪૯. મધુવન . (કોઠા નંબર:૪૩૪૩-૪૩ર૩) પારસનાથ હીલ’ નામે ઓળખાતા સ્ટેશનને ઈસરી પણ કહે છે. ઈસરીમાં સ્ટેશનની નજીક વિશાળ જૈન ધર્મ શાળા છે અને તેમાં એક નાનું જિનાલય છે. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી (કારખાન વ્યવસ્થા અને દેખરેખ રાખે છે. ધર્મશાળામાં યાત્રાળુઓને બધી સગવડ મળે છે. - ઈસરીથી ૧૪ માઈલ દૂર મધુવનું ગામ છે. મોટર, ગાડાં વગેરે વાહને અહીંથી મળી શકે છે મધુવન સુધી. આખાયે માર્ગ ગીચ ઝાડીથી રળિયામણું લાગે છે. મધુવન સમેતશિખર પહાડની તળેટીમાં વસેલું છે. એના નૈસર્ગિક સૌંદર્યમાં દેવમંદિરની હારમાળાનું કળાવિધાન. ભાત પાડી રહ્યું છે. યાત્રાળુઓ માટે હરકોર શેઠાણીએ અને બાબુ ધનપતિસિંહજીએ બંધાવેલી બે વિશાળ શ્વેતાંબર જૈન ધર્મશાળાઓ છે, ધર્મશાળાની અંદર જ યાત્રાળુઓ માટે ભોજનશાળા પણ છે. આ સિવાય દિગંબર તેરાપંથીઓ અને વીસપંથીઓની. પણ ધર્મશાળા અને મંદિરે છે. * શ્વેતાંબર ધર્મશાળામાં પ્રવેશતાં કેટની બહાર મિયાજીનું મંદિર છે. પહાડ જેવી આકૃતિવાળા મંદિરમાં. શાસનદેવતા ચક્ષની મૂર્તિ છે. ધર્મશાળામાં જુદા જુદા પાકા કેટયુક્ત વંડામાં તાંબર જૈનેનાં ૧૧ જિનાલયે લગોલગ. આવેલાં છે. [૧-૩] મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં ત્રણ, [૪] વીશ તીર્થકર ભગવાનની પાદુકાનું, પિ શ્રી શુભ ગણુધરતું, [૬] નીચે ગોડી પાર્શ્વનાથ ભગવાનનું અને ઉપર શ્રીસંભવનાથ ભગવાનનું, [] શ્રીજગતશેઠે બંધાવેલું શ્રીશામળિયા પાર્શ્વનાથનું, [૮] નીચે શ્રી પાર્શ્વનાથ અને ઉપર શ્રી સુપાર્શ્વનાથનું, ૯િી શ્રી જશરૂપ નવલખાએ બંધાવેલું શ્રીચંદ્રપ્રભ. જિનેશ્વરનું, [૧] શ્રીસુપાર્શ્વનાથનું, [૧૧] નીચે શ્રી પાર્શ્વનાથ અને ઉપર શ્રી ચંદ્રપ્રભસ્વામીનાં મંદિર છે. ધર્મશાળાની પાછલી બાજુએ ડાબે હાથે દાદાજીની છત્રી છે અને થોડે દૂર શ્રીજિનેશ્વર ભગવાનની દેરી છે. ઉપર્યુક્ત મંદિરમાં સાત મંદિરે મુખ્ય છે અને બાકીનાં તેની આજુબાજુએ આવેલાં છે. [૧૨] “રાજા દહી ના નામે ઓળખાતા ગામ બહારના મંદિરમાં શ્રી સુધર્મસ્વામી બિરાજે છે તે [૧૩] ભેમિયાજીનું મંદિર મળીને કુલ ૧૩વેતાંબર મંદિરે અહીં વિદ્યમાન છે. દેરાસરની પાસેની કેટડીમાં તથા દેરાસરની અંદર એક બાજુએ. કેટલીક નવીન પ્રતિમાઓ તેમજ યક્ષ, યક્ષિણીની મૂર્તિઓ સંઘરી રાખેલી છે. ૨૫૦. ગુણયા (ઠા નંબર: ૪૩ર૪) નવાદા સ્ટેશનથી ૨ માઈલ દૂર ગુણીયા નામે જૈનેનું તીર્થધામ છે. ભગવાન મહાવીરના સમયમાં ગુણશીલવન. નામે ઓળખાતું રાજગૃહનું ઉદ્યાન તે જ આ ગુણયા એમ માનવામાં આવે છે. ભગવાન મહાવીર જ્યારે જ્યારે રાજગૃહ.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy