SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ઓરંગાબાદ ૪૦૧ તેવી જ આ શિલ્પમાં છે. મસ્તક ઉપરના ત્રણ છત્રેની બંને બાજુએ આકાશમાંથી અવતરણ કરતા દિપાલ હાથમાં પાણીને કુંભ લઈને અને ગંધર્વ હાથમાં પુપની. માળા લઈને આવતા જોવાય છે. પલાંઠીની નીચે પબાસનના મધ્યમાં આડું ધર્મચક છે અને તેની બંને બાજુએ એકેક સિંહની આકૃતિ છે. - ગર્ભદ્વારની બહાર જમણી બાજુએ એક ઊંચી વેદી ઉપર બે હાથવાળો યક્ષરાજ હાથીના વાહન ઉપર લલિતાસને બેઠેલે છે. તેના જમણા પગની નીચે દાંડી સહિત કમલનું પુષ્પ કરેલું છે અને બંને બાજુએ એકેક પરિચારક બેઠેલે છે. મસ્તક ઉપર મુગટ અને યક્ષરાજની આકૃતિ ઘણી જ સુંદર છે. 'ગર્ભદ્વારની બહાર ડાબી બાજુએ બીજી ઊંચી વેદી ઉપર બે હાથવાળી અંબિકાદેવીની મૂતિ લલિતાસને બેઠેલી છે. અંબિકાની બેઠક નીચે સિંહનું વાહન સ્પષ્ટ દેખાય છે. દેવીના જમણા હાથમાં આમ્રકુંબ છે અને ડાબા હાથે પકડીને ડાબા પગ ઉપર એક સુંદર બાળક બેસાડે છે. બાળકનું મસ્તક ખંડિત થયેલું છે. દેવીના મસ્તક ઉપર કેરીઓ સાથેનું એક આમ્રવૃક્ષ બતાવ્યું છે. આમ્રવૃક્ષની કેરી ખાતે એક વાંદરે પણ શિપીએ આ શિ૯૫માં કેત છે. દેવીની બાજુમાં જમણો હાથ ઊંચે રાખીને તથા ડાબા હાથમાં ખુલ્લું છત્ર પકડીને એક બ્રાહ્મણ ઊભેલ છે. દેવીના મસ્તક પરને સુંદર કેશકલાપ, મારવાડમાં આવેલા નાંદિયા ગામના જિનમંદિરમાં ગભારામાંના મૂળનાયક શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ પાસે ફૂલની -માળા લઈને આવતા ગંધર્વ–સ્ત્રીના કેશકલાપને આબેહૂબ મળતો આવે છે. * સિવાય બંને બાજાની ભી તેમાં નાની મોટી પ્રતિમાઓ કોતરેલી છે. આ ગુફામાં શક સંવત ૧૧૬૯ માં કતકરાયેલ એક શિલાલેખ છે. - (૨) ગુફા નંબરઃ ૩૨. ઉપર્યુક્ત ગુફાની પાસે જેન ગુફાઓ પિકી વિશાળ અને સુંદર શિપયુક્ત સ્વરૂપવાળી ગુફા આવેલી છે. આ ગુફામાં પેસતાં જ જમણી બાજુએ ઊભેલા હાથીનું સ્વરૂપ કોતર્યું છે. ગુફાના ભોંયતળિયાના ગભારામાં મૂળનાયકની વેદી ઉપર ચોમખ પ્રતિમાઓ બિરાજમાન છે. બધી પ્રતિમાઓ પદ્માસનસ્થ છે અને દરેકના પદ્માસનની મધ્યમાં એકેક ધર્મચક તેમજ બંને બાજુએ એકેક સિંહની આકૃતિ કેતરેલી છે. દરેકના મસ્તક ઉપરના ભાગમાં ત્રણ ત્રણ છત્ર છે. અને જાએ એકેક ચામરધર દર્શાવ્યા છે અને છત્રની બંને બાજુએ એકેક ગંધર્વ પ્રભુભકિત નિમિત્તે આકાશમાંથી અવતરણ કરી રહ્યો હોય એમ લેવાય છે. - ગભારાની બહારની બાજુએ એક જિનપ્રતિમા ખંડિત થયેલી છે. તેમની જમણી બાજુએ યક્ષરાજ અને ડાબી માજાએ યક્ષિણી અંબિકાની મૂર્તિ છે. યક્ષરાજના મસ્તક ઉપર વડનું ઝાડ અને યક્ષિણીના મસ્તક ઉપર આમ્રવૃક્ષ કોતરેલું છે. બંને ઝાડ ઉપર એકેક પદ્માસનસ્થ જિનપ્રતિમા કરેલી છે. બંનેના હાથનાં આયુધ ખંડિત છે. અંબિકાનું સ્વરૂપ કળામય અને દર્શનીય છે. સભામંડપમાં જમણી બાજુએ ગુફા નંબર: ૩૧ ની બરાબર સામે ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનના ઉપસર્ગને લગતે પ્રસંગ અને ડાબી બાજુએ વેલડીથી વીંટાયેલી શ્રીબાહુબલિજીની મૂર્તિ કોત્સર્ગ અવસ્થામાં કતરેલી છે. દેરાસરની નીચે મૂળનાયક તરીકે શ્રી મહાવીર સ્વામીની અર્ધ પદ્માસનસ્થ જિનપ્રતિમાં એક ઓરડીમાં આવેલી છે આ પ્રતિમાની નીચે પબાસનમાં વચ્ચે ધર્મચક્રને બદલે સિડની આકૃતિ લાંછન તરીકે કરેલી છે અને વચ્ચેના સિંહની ને બાજુએ બીજા એકેક સિંહની આકૃતિ દર્શાવેલી છે. પ્રભુની પીઠની પાછળ સાંચીનો સ્તૂપના કઠેરા જેવી કતરેલી વાત સ્પષ્ટ દેખાય છે અને બંને બાજુએ એકેક ચામરધર પરિચારક ઊભેલા બતાવ્યા છે. ગભારાની બહારના ભાગમાં જમણી બાજુની ભેંતે અઢેલીને રાખેલી ચક્ષિણી અંબિકાની સુંદરતમ મૂર્તિ બિરાજમાન છે. જ્યારે ડાબી આાજાએ યક્ષરાજની મૂર્તિ છે. યક્ષરાજ અને યક્ષિણીની પાછળના ભાગમાં અજંતાના શિલ્પીઓએ કતરેલા તકિયા જેવો -તકિયે પણ અહીં દર્શાવે છે. યક્ષરાજ અને યક્ષિણના બંને હાથનાં આયુધ નાશ પામ્યાં છે. અહીં સભામંડપની જમણી બાજુએ શ્રી પાર્શ્વનાથ ભગવાનને ઉપસર્ગ અને ડાબી બાજુએ તપસ્યા કરતા બાહબલિની કાર્યોત્સર્ગસ્થ પ્રતિમાનાં શિલ્પ કતરેલાં છે. આ એરકીના ઉપરના ભાગની ભીંત ઉપર (૧) નાગરાજની સાત ફણાઓ સહિત શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા.
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy