SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ બિરાજમાન છે. (૨) મધ્યમાં સ્થાપનાચાર્ય અને તેની એક બાજુએ બે સ્ત્રીઓ તેમજ બીજી બાજુએ બે જૈન સાધુઓ પિતાના હાથમાં રાખેલાં ધાર્મિક પુસ્તકમાંથી ધર્મોપદેશ સંભળાવતા હોય એવું દશ્ય છે. (૩) સાત લડવૈયાઓની લડાઈને પ્રસંગ પણ દર્શાવે છે. ઉપર્યુક્ત એરડીની બરાબર સામેની બાજુએ એક બીજી એરડી આવેલી છે. આ ઓરડીના ગભારામાં એક અધ પદ્માસનસ્થ જિન-મૂર્તિ છે. તેની નીચે પબાસનમાં વચ્ચે આડું ધર્મચક છે અને ધર્મચક્રની બંને બાજુએ એકેક સિંહની આકૃતિ છે. ગભારાની બહારની બાજુએ શ્રી પાર્શ્વનાથ ભગવાન અને તેમને કમઠાસુરે કરેલો ઉપસર્ગ, તપસ્યા કરતા બાહુબલિજી, હાથી ઉપર આરૂઢ થયેલ અને મસ્તક પાછળ વટવૃક્ષના દેખાવ સાથે યક્ષરાજ તેમજ સિંહના વાહન ઉપર આરૂઢ અને ડાબા હાથમાં ફળ રાખીને ભદ્રાસને બેઠેલી, જેના મસ્તકની પાછળ આમ્રવૃક્ષ દર્શાવવામાં આવ્યું છે એવી યક્ષિણી અંબિકાદેવીની મનોહર મૂર્તિ છે. સભામંડપમાં બંને બાજુએ અર્ધ પદ્માસનસ્થ બબે તીર્થ કર પ્રતિમાઓ ગુપ્તેન્દ્રિયવાળી છે. તેમના મસ્તકે અશોકવૃક્ષની આકૃતિ બતાવી છે. આ રીતે ચાર પ્રતિમાઓ છે. ગુફાના ઉપલા માળે ઈલુરાની બધી ગુફાઓનાં શિપમાં સર્વોત્તમ કહી શકાય એવાં બે મોટાં શિલ્પ સામસામે આવેલાં છે. જે શિલ્પને આજસુધીના વિદ્વાનેએ ઇંદ્ર અને ઇદ્રાણી તરીકે જગતને ઓળખાણ કરાવી છે, તે વસ્તુતઃ હાથી ઉપર આરૂઢ થયેલા યક્ષરાજ અને વાઘના વાહન ઉપર આરૂઢ થયેલી યક્ષિણીનાં જ શિ૯પે છે. બે હાથવાળી ગ્રિણી એ અંબિકાદેવી સિવાય બીજું કઈ નથી. યક્ષ અને યક્ષિણી પાછળ અનુક્રમે વટવૃક્ષ અને આમ્રવૃક્ષ છેતરી કાઢેલાં આ છે આ અંબિકાદેવીની મૂર્તિના ઉપરના ભાગની છતમાં ભિત્તિચિત્રો દોરેલાં છે, જેને ઘણોખરે ભાગ નાશ પામ્યા છે છતાં અચલા ભાગ ઉપરથી તેના સૌંદર્યને ખ્યાલ આવી શકે એમ છે. આ ગુફામાં સોથી વધુ આકર્ષક તે સભામંડપમાં આવેલા તમે છે. વિશાળ પરિધિવાળા આ સ્તંભેમાં ફૂલહારથી સુશોભિત મોટા કળશે અને બીજા આકારે કેરેલા છે. આ ગુફામાં આવેલા યક્ષરાજના મોટા શિલ્પને ઇંદ્ર તરીકે ઓળખાવવામાં આવેલું હોવાથી આ ગુફાને લેકે ઈંદ્રગુફાના નામે ઓળખે છે. (૪) ગુફા નંબર ૩૩. ઉપર્યુક્ત ગુફાના ઢબે જ કેરી કાઢેલી છે, છતાં આ ગુફામાંના શિલ્પમાં વિશેષતા એ છે કે, કાશની આશાખમાં બંને તરફ અને ઉપરના ભાગમાં થઈને ચોવીશ ભગવાનની મૂર્તિઓ કેરી કાઢેલી છે. આવી રચના અહીંની બીજી ગુફાઓના ગભારાના બારશાખમાં નથી. ગભારાની બંને બાજુએ શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિઓ ઉ&ીણ છે. આ ગુફાની છતમાં ઘણાં ભિત્તિચિત્રો દોરેલાં છે; જે ધીમે ધીમે નાશ પામી રહ્યાં છે. એક ખૂણામાં બચેલા ચિત્રકામ ઉપરથી આખાયે ચિત્રકામની સુંદરતાની કલ્પના સહેજે થઈ આવે છે. નાશ પામતાં આ ભિત્તિચિત્રને જીર્ણોદ્ધાર કરાવવા માટે અમે અહીં જેનસમાજનું ધ્યાન દેરીએ છીએ. (૪) ગુકા નંબર : ૩૪. આ બહુ નાની ગુફા છે. પ્રતિમા વગેરેની સ્થાપનાઓ છે. આ ગુફાની છતમાં પણ કેટલાંક સુંદર, ભિત્તિચિત્રે સચવાઈ રહેલાં છે. (૫) ગુફા નંબર : ૩૫. આ ગુફાઓથી લગભગ ના માઈલ દૂર એક ગુફા છે. તેમાં ફણયુક્ત શ્રી પાર્શ્વનાથ ભગવાનની અતિ પહાસને બિરાજમાન છે. આ મૂર્તિની ઊંચાઈ સિંહાસનના પાયાથી લઈને કણ સુધી ૧૦ ફીટની છે, જ્યારે બંને. ઢીચણની પહોળાઈ ૯ ફીટ છે, સિહાસન ઉપર શ્રી [ 3 ]ધનપુરના વતની ગાલગી નામના શ્રાવકના પુત્ર ચકેશ્વરે શક સંવત્ ૧૧૫૬ (વિ. સં. ૧૨૯૧)માં પ્રતિમા કરાવ્યાને લેખ છે. ગુફા નંબર : ૩૧ થી ૩૪ માં યક્ષરાજ અને યક્ષિણીનાં સુંદર વિવિધ શિલ તે ભારતીય શિ૯૫ના નમૂનાઓમાં ભાત પાડે એવાં છે. વળી, શ્રી પાર્શ્વનાથ ભગવાનના કમઠાસુરના ઉપસર્ગના પ્રસંગવાળું શિલ્પ, અને શ્રીબાહુબલિજીની તપસ્થાના પ્રસંગને શિ૮૫ વગેરેના ફોટાઓ લેવડાવવા માટે જૈન સમાજે ખાસ લક્ષ દેવાની જરૂરત છે અને ગુફામાં આવેલાં ક્ષિત્તિચિત્રો જે હજી સુધી બચી રહેલાં છે તેની નકલ સિદ્ધહસ્ત ચિત્રકાર પાસે કરાવી લેવા માટે જૈન સમાજે વિશેષ ધ્યાન . જૈન સમાજ જેવી સંપન્ન સમાજ પણ જે પિતાના જૈનશ્રિન ચિત્રકળાના અવશેની નકલ કરાવવા પૂરતી પણ કાળજી નહિ રાખે તો ભવિષ્યની જૈન પ્રા આ અમૂલ્ય કળાના વારસાથી વંચિત રહી જશે એમ અમારું માનવું છે. Survey of Western India. Miscellaneous ૧. જૈન સત્યપ્રકાશઃ” વર્ષ : ૭, અંક: ૭; Archeological Publication, Bombay. 188, P. 98-100...
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy