SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ જૈન તીર્થ સંગ્રહ સુંદર શિલ્પ અને હિંદુઓની પૌરાણિક દેવદેવીઓની સૃષ્ટિનાં સ્વરૂપ છે કે એ લેવામાં જ પિતાના પ્રવાસને કે સમય વીતી જાય અને બીજાં ગુફામંદિર કરતાં જૈન ગુફામંદિરનાં સુંદરતમ શિપથી વંચિત રહેવાય એથી જ જૈન ગુફાઓ વિશે જોઈએ તે પ્રકાશ બીજા લેખકે એ પાડયો નથી. આપણે એ જૈન ગુફામંદિરને જોઈએ તે પહેલાં કેલાસગુફાના ભિત્તિચિત્રોમાં આલેખેલા એક જૈન સાધુના વરઘોડાના દશ્યને જોવાનું ભૂલી જવું ન જોઈએ. હિંદુ ગુફામાં આલેખેલું જેનસંપ્રદાયનું આ ઉત્કીર્ણ ચિત્ર નવાઈ પમાડે એવું છે. એનાં ઐતિહાસિક કારણ શોધવા માટે અમે સંશોધનું અહીં ધ્યાન દેરીએ છીએ. હવે આપણે જેને ગુફાઓ તરફ વળીએ. નં. ૩૧ થી ૩૪ ની ચારે જેને ગુફાઓ એકી સાથે આવેલી છે. (૧) ગુફા નંબર : ૩૧. કેલાસ ગુફાની માફક જ કેરી કાઢેલી હેવાથી કે તેને છોટા કેલાસના નામે ઓળખે છે. આ ગુફા ૧૩૦૪૮૦ ટ લાંબી–પહેલી છે. વચ્ચે ચૌમુખજીની ઊંચી દેરી છે અને દેરીની બંને બાજુએ બે મોટા હાથી ઊભા કરેલા છે જે ખંડિત અવસ્થામાં છે. સભામંડપની જમણી બાજુએ બાહુબલિ-ગોમટસ્વામીની લગભગ ૫ ફીટ ઊંચી કાર્યોત્સર્ગસ્થ પ્રતિમા છે. તેમનું શરીર વેલડીથી ઊંટાયેલું છે. મસ્તક ઉપર છત્ર છે અને બંને ખભા ઉપર કેશવાળી લટકે છે. તેમની બંને બાજુએ એકેક પરિચારિકા સ્ત્રી ઊભેલી જોવાય છે. તેમની જમણી બાજુએ નાગરાજ અને નાગિણી હાથ જોડીને બેઠેલાં છે, અને મસ્તકની બંને બાજુએ એકેક ગંધર્વયુગલ હાથમાં માલા લઈને અંતરિક્ષમાંથી અવતરણ કરી રહ્યું હોય એવું સ્વરૂપ દર્શાવ્યું છે. આ મૂર્તિની બાજુમાં જ મસ્તકના ભાગથી ખંડિત થયેલી એક જિનમૂર્તિ પદ્માસનસ્થ છે. મૂર્તિની પલાંઠી નીચે મધ્યમાં આડું ધર્મચક છે અને તેની બંને બાજુએ એકેક સિંહની આકૃતિ કેટલી છે. બાહુબલિની મૂર્તિ સામે એટલે સભામંડપમાં ડાબી બાજુએ શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૬ ફીટ ઊંચી કાર્યોત્સર્ગસ્થ પ્રતિમા છે. આ પ્રતિમાના મસ્તક ઉપર ધરણેન્દ્રની સાત ફણાઓ દર્શાવી છે. ફણાઓની જમણી બાજુએ વરસાદ વરસાવતા કમઠાસુરનું રૂપ બતાવ્યું છે. ક્રોધથી ધમધમતા કમઠાસુરનું મુખ આલેખવામાં શિલ્પીએ સફળતા મેળવી છે. આ કમઠાસરની નીચે જ પાડા ઉપર સવાર થઈને આવતા યમરાજાનું દ્રશ્ય જોવાય છે. આ ચમરાજની બરાબર નીચે ફયાઓથી અલંકૃત મસ્તકવાળા નાગરાજ આ ઉપસર્ગનું નિવારણુ કરવા આવેલા હોય એમ બતાવ્યું છે. નાગરાજના પગની પાસે અર્ધ નગના સવરૂપવાળી નાગરાજની બે પટરાણીઓ બંને હાથ જોડીને પ્રભુની સ્તુતિ કરી રહી હોય એમ જણાય છે. પ્રભુના મસ્તકની ડાબી બાજુએ સોથી ઉપર હાથ ઊંચે કરીને પ્રભુ ઉપર વરસાદ વરસાવવા માટે આવાહન કરતી કમઠાસુરની આકૃતિ છે. આ આકૃતિની નીચે એક બીજી આકૃતિ છે જે પેટના ભાગમાં સિંહની સુખાકૃતિ દર્શાવે છે, અને આ બીજી આકૃતિ નીચે સિંહ ઉપર સવારી કરીને આવતો એક દેવ શિલ્પીએ રજૂ કર્યો છે. આ ત્રણે આકૃતિઓ પ્રભુને ભય પમાડવા, પિતાના ધ્યાનમાંથી ચલિત કરવા માટે જ કમઠાસુરે વિક્લાં દેવોના સ્વરૂપની જણાય છે. આ ત્રણે દેવોની આકૃતિઓ નીચે, પ્રભુના ડાબા પગની બાજુમાં જ બે હાથ જોડીને પ્રભુની સ્તુતિ કરતે અક્ષરાજ બેઠેલે છે અને યક્ષરાજની પાસે જ બે હાથવાળી વ્યક્ષિણી બેઠલી બતાવી છે. આ દશ્ય શ્રી હેમચંદ્રાચાર્યું શ્રી પાર્શ્વનાથ ભગવાનની શત્રુ અને સેવક પ્રત્યેની સમદષ્ટિપૂર્ણ સ્તુતિનું સમરણ કરાવે છે કે– ક્રમો પરણે જ ઘોચિતં કર્મ યુતિ | મુસ્તુચમનોવૃત્તિઃ પાર્શ્વનાથઃ ડિસ્તુ વગે પ્રભુ પાર્શ્વનાથના ઉપર્યુકત શિર્ષમાં જ મસ્તકને ઉપરના ભાગમાં ત્રણ છત્રવાળી, અશોક વૃક્ષની આકૃતિવાળી અને બંને ખભા ઉપર લટતી કેશવાળીયુકત શ્રીષભદેવ ભગવાનની પદ્માસનસ્થ સુંદર મૂર્તિ બિરાજમાન છે. આ પ્રતિમાની નીચે પબાસનના મધ્યમાં ધર્મચકની આકૃતિ કોતરેલી છે અને ધર્મચક્રની બંને બાજુએ એકેક સિંહનું સ્વરૂપ આલેખ્યું છે. ગભારાની અંદર અર્ધ પદ્માસનસ્થ એક તીર્થંકર પ્રતિમા બિરાજમાન છે. આ પ્રતિમા ગરદનના ઉપરના ભાગથી ખંડિત થયેલી છે. પ્રતિમાની બંને બાજુએ એકેક ચામરધર ઊભેલ છે. મસ્તકના ઉપરના ભાગમાં ત્રણ છત્ર કોતરેલાં છે. પ્રભુની પાછળના ભાગમાં સાંચીનો સ્તૂપના જેવી આકૃતિ પણ કતરેલી છે અને પાછળના ભાગમાં એક તકિયાની આકૃતિ પણ જોવાય છે. આવી તકિયાની આકૃતિ અજંતાની ગુફામાં બુદ્ધ ભગવાનના પરિનિર્વાણ પ્રસંગે કતરેલી છે
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy