SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ઓરંગાબાદ ૩૯૯ ૧૬૨૬ માં આ ગામને ફતેહનગર નામ આપી કિટલે બંધાવ્યો, જે અદ્યાપિ મોજુદ છે. એ પછી ફતહનગરને ઓરંગાબાદ નામ આપવામાં આવ્યું. અસલના પ્રાચીન ગામમાં એક સમયે જેની સારી વસ્તી હતી, જે આ શહેરમાં આવેલાં ત્રણ જિનાલયેથી પણ પુરવાર થાય છે. હાલમાં આ શહેરમાં વેતાંબર મૂર્તિપૂજક જૈનાની માત્ર ૫૦ માણસોની વસ્તી છે. રેલ્વે સ્ટેશનથી ૨ માઈલ દૂર આવેલા ઝવેરીવાડામાં ત્રણ જિનાલયે વિદ્યમાન છે. (૧) મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર શિખરબંધી છે. (૨) શ્રી પાર્શ્વનાથના મંદિરની નજીકમાં જ આવેલું શ્રી મહાવીર સ્વામી ભગવાનનું મંદિર ધાબાબંધી છે. (૩) શ્રીધર્મનાથ ભગવાનનું મંદિર પણ ધાબાબંધી રચનાવાળું છે. આ ત્રણે દેરાસરની વ્યવસ્થા જોઇએ તેવી બરાબર જળવાતી નથી, કેમકે તેના વહીવટ કરનારાઓ મોટે ભાગે શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુઓના વિહારના અભાવે સ્થાનકવાસી સંપ્રદાયમાં ભળી ગયા હોય એમ જાણવા મળે છે. કહેવાય છે કે આ મંદિરની મિલકતમાંથી જ ચાલીસ હજારના ખર્ચે અહીં એક મોટું સ્થાનક બંધાવવામાં આવ્યું છે. જૈન ગુફાઓ ઓરંગાબાદથી ઉત્તર દિશામાં આવેલી ટેકરી ઉપર કેટલીક ગુફાઓ છે. એ ગુફાઓનું વર્ણન છે. બ્રેડલીએ કર્યું છે; એ ઉપરથી સમજાય છે કે, સમતલ ભૂમિથી આ ટેકરી ૭૦૦ ફીટ ઊંચી છે. તેમાં દેઢેક માઈલના વિસ્તારમાં ગુફાઓ પથરાયેલી છે. પહેલા વિભાગની પાંચે ગુફાઓ જંગલની ઝાડીથી ઢંકાઈ ગયેલી છે. છતાં લગભગ ૩૦૦ કીટના સીધા ચડાવને ઓળંગ્યા પછી ત્યાં જઈ શકાય છે. એ ગુફાઓ પૈકી પાંચમી ગુફાને જેને શ્રીપાશ્વનાથના તીર્થ તરીકે માને છે. તેની પાસે એક ગુફા જેવું છે, તે અસલમાં નાનું મંદિર હશે એમ લાગે છે. તેને આગળને ભાગ અને આજુબાજુનાં ભેંયાં નાશ પામ્યા છે. અત્યારે માત્ર પ્રદક્ષિણાપથ સાથેનું મંદિર જ બચી રહ્યું છે. મંદિર અંદરની બાજુએથી ૮ ફીટ પહોળું અને ૮ ફીટ ઊંચું છે. તેમાં પબાસણ ઉપર એક મહાન મૂર્તિ સ્થાપના કરેલી છે, જે સંભવતઃ શ્રી પાર્શ્વનાથ ભગવાનની જણાય છે. બીજી ચાર ગુફાઓ જંગલની ઝાડીથી ઢંકાઈ ગયેલી છે, છતાં તે જોઈ શકાય છે. આ પાંચે ગુફાઓથી પૂર્વ દિશામાં ના માઈલ દૂર એ જ ટેકરી પર ગુફાઓને બીજે સમૂહ છે. | આ ગુફાઓ જોતાં લાગે છે કે પૂર્વ કાળમાં આસપાસના પ્રદેશમાં જેની સારી વસ્તી હશે. ઈરાનાં ગુફામંદિરે ઓરંગાબાદ રેલવે સ્ટેશનથી ૧૫ માઈલ દૂર આવેલા ઈલરા જવા માટે મોટો મળે છે. મનમાડથી હૈદ્રાબાદ જતી રે લાઈનમાં એલારડ નામનું સ્ટેશન છે. ત્યાંથી ૬ માઈલ દૂર ઈલેરા ગામ છે. ત્યાંની ભાષામાં તેને વેરલ કહે છે. ગામથી ૧ માઈલ દૂર ૨૦ અક્ષાંશ અને ૪૦ રેખાંશ પર હારબ ધ કુલ ૩૫ ગુફાઓ આવેલી છે. બલરાની ૩૫ ગુફાઓ પૈકીની પહેલી ' નં. ૧ થી ૧૨ બોદ્ધ ગુફાઓ છે; નં. ૧૩ થી ૩૦ હિંદ ગુફાઓ છે અને છેલ્લી નં. ૩૧ થી ૩૫ જૈન ગુફાઓ છે. આ રીતે ભારતવર્ષના પ્રાચીન એવા ત્રણે ધમનો અહીં પવિત્ર સંગમ થયેલો જોવાય છે. સૌથી મોટા ભાગની ગુફાઓ રાજ્યાશ્રયથી બંધાઈ હોવાનું ઐતિહાસિકનું અનુમાન છે. આ બધામાં ૧૦, ૧૨ ની ૮ શકા, ૧૬ નંબરની હિંદુઓની કૈલાસ ગુફા અને ૩૨-૩૩ નંબરની જૈન ગુફા જે ઈંદ્રસભાને નામે ઓળખાય છે તે ખાસ દર્શનીય છે. ૧૦ નંબરની વિશ્વકમૉના નામે ઓળખાતી આકર્ષક ચિત્ય ગુફામાં બુદ્ધની મૂર્તિ છે, જ્યારે આ નગરની કલાસ ગુફાના નામે ઓળખાતી હિંદુ ગુફા ઈલુરાની ૩૫ ગુફાઓની બરાબર મધ્યમાં આવેલી છે. આ ગકામાં કમલાસનાસીન મહાલક્ષમીની મૂર્તિ છે. તેના ઉપર હાથીઓ અભિષેક કરી રહ્યા હોય એ દેખાવ આપે છે. શ, વરચે મહાદેવનું બે માળનું મંદિર ડુંગરમાંથી જ કેરી કાઢવામાં આવેલું છે. આ મંદિર રાષ્ટ્રકટ વંશના રાજવી ક, પ્રારા વિ. સં. ૮૧૦ ની આસપાસ કરાવી કાઢયાનું વિદ્વાનનું મંતવ્ય છે. સિવાય, આ ગુફામાં એટલાં બધાં
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy