SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન આનંદઘનજીના જીવન સંબંધમાં મારા આ વિચારે મેં આંજથી પાંચ વર્ષ ઉપર બહાર પાડયા હતા. ત્યાર પછી તેના સંબંધમાં આટલું સાહિત્ય બહાર આવ્યું છે - ૧. મહૂમ ભાઈ ગોવી દજી મેપાણીની સૂચનાથી ભાઈ મેહનલાલ દલીચ દેશાઈએ આનંદઘનજી મહારાજની સ્તુતિરૂપે જે કામ કરેલાં છે તે બહાર મૂક્યાં હતાં ૨. વળી, ભાઈ મેહનલાલ અગ્રેજીમાં યશોવિજયજી મહારાજનું સંક્ષિપ્ત ચરિત્ર લખ્યું છે તેમાં પણ આનંદઘનજી મહારાજના સંબંધમાં વિચાર બતાવવામાં આવ્યા છે. ૩. ત્યાર પછી, જે સ્તવનાવલિ માટે પ્રથમ મેં ચર્ચા કરી છે તે ભાઈ માણેકલાલ ઘેલાભાઈએ આનંદનજીની સ્તવનાવલિ નવા અર્થ ભરી બહાર પાડી છે. ૪ અને સૌથી છેલ્લાં મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજીએ આનંદઘન “બહોતેરી તેના વિવેચનપૂર્વક બહાર પાડી છે. આનંદઘનજી મહારાજની સ્તુતિરૂપે યશોવિજયજી મહારાજે જે કાવ્યો લખ્યાં છે તે આન દઘનજીના સબંધમાં અભુત પ્રકાશ પાડનાર છે. ભાઈમોહનલાલે યશોવિજયજી મહારાજનુ જે ચરિત્ર લખ્યું છે તેને માટે તેઓ પ્રશસાને પાત્ર છે. ખાસ કરીને એટલા માટે છે કે તે નૂતન ઢબે અને તે પણ વળી અંગ્રેજીમાં લખ્યું છે. ભાઈ માણેકલાલે સ્તવનાવલિના જે અર્થો ભર્યા છે તે અત્યારસુધી ભરાયેલા અર્થો કરતાં નવીન પદ્ધતિએ લખાયાં છે અને તે જ પદ્ધતિ અત્યારના જમાનાને અનુકૂળ છે. આમ છતાં કહેવું " જોઈએ કે, કઈ કઈ સ્થળમાં ભાઈ માણેકલાલ જોઈએ તેવુ વસ્તુ સ્વરૂપ ” સમજ્યા નથી. અત્યાર સુધીમાં આન દઘનજીની આ સ્તવનાવલિના ૨૨ તીર્થકરેનાં સ્તવને મળે છે. ભાઈ માણેકલાલને સુરતવાળા ઝવેરી મગન ભાઈ પ્રતાપચંદ દ્વારા છેલ્લાં બે સ્તવને મળ્યાં છે મેં આ પદે જોયાં છે. આ પદની કૃતિ, અલબત, હમણાંની તે નથી જણાતી. ઓગણીશમા સિકાની પૂર્વની જણાય છે; આમ જણાતાં છતા ભાષાવિવેકશાસ્ત્ર ( Philology ) ની દષ્ટિએ જોવામાં આવે છે, મારું માનવું છે કે, તે બે પદે આન દઘનજી મહારાજની કૃતિ છે એમ કહેવાવાને સંભવ નથી, અર્થાત હું તે કૃતિ આનંદઘનજીની હોય એવા અભિપ્રાય ઉપર આવી શકતું નથી.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy