SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ કચ્છ કાઠિયાવાડમા “સ” વપરાય છે. ગુજરાતમાં “મલશું ” બેલાય તો કચ્છ કાઠિયાવાડમાં “મળશુ ” માંને શું તાલવ્ય કરતાં દત્યના આકારમાં વધારે વપરાય છે એટલે લગભગ “મળસુ” ના આકારે વધારે બોલાતે જોવામાં આવે છે. જાતિમાં પણ આવા પ્રકારનો ફેરફાર હૈયાતિ ધરાવે છે “ચા” ગુજરાતમાં નારિજાતિમાં વપરાય છે, તો કાઠિયાવાડમાં નરજાતિમાં વપરાય છે કચ્છમાં મુંબઈના પરિચયે નારિજાતિમાં વપરાય છે. આ રીતે ગુજરાત કચ્છ કાઠિયાવાડની બોલીમાં ફેરફાર જોવામાં આવે છે, ઉપર કહ્યું તેમ તાલુકા અથવા પેટા પ્રાંતમાં પણ પાછો તફાવત પડે છે. કાઠિયાવાડજ લઈએ. કાઠિયાવાડના હાલાર પ્રાંતમાં “કેમ” વપરાય છે તે ઝાલાવાડ પ્રાતમાં કિમ વપરાય છે, ગોહીલવાડમાં સોપારી નરજાતિમાં વપરાય છે, તે બીજા ભાગમાં નારિજાતિમાં વપરાય છે. ' આવા પ્રકારના જે ભાષાના તફાવતો છે તે ઉપરથી કઈ લખનાર કે બોલનારના પ્રદેશનો માલ બાંધો હોય તો ઘણુકરી કેટલીક ફહમ દીથી બાંધી શકાય આન દઘનજી મહારાજની આ સ્તવનાવલિ ઉપરથી આપણે આ ખ્યાલ બાંધવાનો છે શ્રીઆનંદઘનજીની સ્તવનાવલિની ભાષા જતાં હું પ્રથમથી જ કહી દઈશ કે તે ગુજરાત કરતાં કાઠિયાવાડને વધારે અનુકૂલ છે * આન દધનજીની ભાષામાં કાઠિયાવાડી ભાવાવલણનું તત્ત્વ વધારે દષ્ટિગોચર થાય છે પ્રથમમાં, જેમ ઉપર કહ્યું તેમ કાઠિયાવાડની પેઠે આન દઘનજીની ભાષામાં તાલવ્ય “શ” ને બદલે દત્ય “સ” નો પ્રયોગ વિશેષે થયેલે જણાય છે. ઋષભ જિનની સ્તવનામાં ત્રીજા પદમાં બીજા ચરણમાં કહ્યું છે કે, * હું કાઠિયાવાડી છું એટલે આન દઘનજીની સ્તવનાવલિની ભાષા કાઠિયાવાડને વધારે અનુકળ છે એમ કહેવાને પ્રેરાયેલે મને માની ન લેવા વિનંતિ છે. આગળ જતાં જોવામાં આવશે કે, કાઠિયાવાડી ભાષા કહેવા છતા હું આ સ્તવનાવલિની ભાષાને ઝાલાવાડી-કાઠિયાવાડી કહું છું કાઠિયાવાડના દર ખાતે છે, જેમાં ઝાલાવાડ, ગોહીલવાડ, સોરઠ, હાલાર, મચ્છુકાઠે આદિ પ્રાતો આવે છે. હું મછુકાઠા પ્રાંતને છુ. ઝાલાવાડ પ્રાંતને નથી ઝાલાવાડ અને મચ્છુકા-ઠાની ભાષામાં પ્રતિક ભેદ ઘણો મટે છે. મચ્છુકાંઠા અને હાલાર પ્રાતોની ભાષા મળતી આવે છે, પણ ઝાલાવાડની બહુ જૂની પડે છે. મચ્છુકાંઠા અને હાલારના વતનીઓને ઝાલાવાડી ભાષા ગ્રામ્ય જેવી લાગે છે. મe ૨૦ મે.
SR No.011525
Book TitleJain Kavya Dohan Part 01
Original Sutra AuthorN/A
AuthorMansukhlal R Mehta
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year1913
Total Pages733
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy