SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ નથી એ સમયથી અધિક સ્થિતિ પ્રાપ્ત કરતું. માટે જ કર્મબંધનમાં કષાયની જ પ્રધાનતા સૂચવવા માટે તત્વાર્થ સૂત્રના અધ્યાય આઠમાના સૂત્ર બીજામાં કહ્યું છે કે, કષાયના સંબંધથી જ જીવ કર્મને એગ્ય પગલે ગ્રહણ કરે છે. અને વ્યવહારમાં પણ આપણે બેલીએ છીએ કે રાગ-દ્વેષથી જ કર્મ બંધાય છે. પરંતુ કર્મના આશ્રવને રોકવાની જિજ્ઞાસુઓને રાગ અને દ્વેષની વિવિધ રીતે વર્તતી અવસ્થાનો ખાસ ખ્યાલ હોવું જોઈએ. કષાયના વિકારે અનેક પ્રકારે છે. સ્થલપણે વર્તતા ક્રોધાદિ કષાને તે બાલ જી સહેલાઈથી કષાયરૂપે સમજી શકે છે. પરંતુ કષાય સ્વરૂપે વર્તતા કેટલાક વિકારે એવા છે કે, સામાન્ય જનતા તેને ઓળખી કે સમજી શકતી જ નથી. આવા વિકારોમાં અન્ય તપણે પણ કામ તે કષાય જ કરતા હેાય છે. આ રીતે વિવિધ સ્વરૂપે કામ કરતા કષાયના આવિકારે જૈનદર્શનમાં બહુ જ સરસ અને સુગમ રીતે બતાવ્યા છે. માટે જ મોહનીય કર્મને, જૈનદર્શનમાં અઠ્ઠાવીસ પ્રકારે વર્ણવી કપાયના વિષયને અતિસ્પષ્ટપણે બાળજી પણ સમજી શકે અને તેનાથી બચવામાં સુલાતા રહે, એ રીતે બતાવ્યું છે. આ અઠ્ઠાવીસ પ્રકારે જે સારી રીતે જાણે તે જ સમજી શકે કે, આત્માની કઈ દિશામાં કેવા પ્રકારના કષાયે કેવી રીતે કામ કરી રહ્યા છે. આમ કષામાં પણ સ્વભાવની અપેક્ષાએ વિવિધતા હોવાથી વિવિધ કષાને ઉદય જીવને વિવિધ ભંવ પિદા કરવાવાળા હોય છે, અને તેથી વિવિધ સ્વભાવ ધારક કષાયોને વિવિધ સંજ્ઞાથી ઓળખાવાય છે.
SR No.011518
Book TitleJain Darshan ma Anu Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy