SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ મુક્ત બની નિરંજન નિરાકાર રૂપ સ્વદશાને પ્રાપ્ત કરે છે. તેમ છતાં જગતમાંથી સર્વ જી એ દશાને પ્રાપ્ત કરી લે, અને જગત સર્વથા જીવ વિનાનું બની જાય, એવું તે કયારેય બન્યું પણ નથી, અને બનવાનું પણ નથી. એટલે સંસારરૂપી આ કારખાનામાં શરીરરૂપ કાર્ય બનાવવાનો પ્રવાહ તે, સદાને માટે ચાલુ જ હોય છે. એટલે સમગ્ર સંસારી જીની અપેક્ષાએ સમગ્ર જગતને કયારેય પણ પ્રલય થાય, એ માન્યતા જૈનદર્શનકારોને માન્ય નથી. વળી કમરહિત જીવે કદાપિ શરીર ધારણ કરે નહિ. જડના બીલકુલ સંયોગ વિનાના જીવને ફરીથી જડને સંગ કરાવવાની કોઈની તાકાત નથી. જે જીવને જડને સંગ હોય, તેને જ બીજી જડ વસ્તુ વળગી શકે. એટલે સમગ્ર જગતના પુનઃ ઉત્પા"દનની વાત પણ મિથ્યા છે. આ રીતે જગતના ઉત્પાદન કે પ્રલયની વાતે અસંભવિત જ છે. આ રીતે પુદ્ગલ વિપાકી કર્મ પ્રવૃતિઓ દ્વારા થતી શરીર રચનાદિનું સ્વરૂપ આપણે વિચાર્યું. બુદ્ધિમાન પુરૂષે આ ઉપરથી સૃષ્ટિ રચનાનું સ્વરૂપ સરલતાથી સમજી શકશે.
SR No.011518
Book TitleJain Darshan ma Anu Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy