________________
૨૩
નવ–તત્ત્વ દીપિકા
પરીષહ, (૧૮) મલપરીષહ, (૧૯) સત્કાર પરીષહ, (૨૦) પ્રજ્ઞાપરીષહ, (૨૧) અજ્ઞાનપરીષહ અને (૨૨) સમ્યકત્વપરીષહ, એ પ્રમાણે બાવીશ પરીષહે જાણવા. (૬) વિવેચન :
હવે ક્રમપ્રાપ્ત ખાવીશ પરીષહેયને પશ્ચિય મેળવીએ. રિ એટલે સમસ્તપણે, સહુ એટલે સહન કરવું, પણ ધર્મ માના ત્યાગ ન કરવા, તે પરીષહય કહેવાય. અપેક્ષાવિશેષથી આવા પરીષહા અનેક પ્રકારના સંભવે, પરંતુ નિગ્રંથપ્રવચનમાં આવીશ પરીષહા પ્રસિદ્ધ છે અને તેને જ અહી નિર્દેશ કરવામાં આવ્યા છે.
1
(૧) ક્ષુધાપરીષહ—શ્રુધા એટલે ભૂખ. તે સમ્યક્ પ્રકારે સહન કરી લેવી, પણ સષ આહાર ગ્રહણુ કરવા નહિ, તે ક્ષુધાપરીષહને જય કહેવાય.
(૨) તૃવાપરીષહ—તૃષા એટલે તરસ, તે સમ્યક્ પ્રકારે સહન કરી લેવી, પણ સદેષ પાણી વાપરવુ નહિ, તે તૃષાપરીષહના ય કહેવાય.
(૩) શીતપરીષહ——શીત એટલે ઠંડી, તે સમ્યક્ પ્રકારે સહન કરી લેવી, પણ અગ્નિ વગેરે સદોષ આચરણથી નિવારવી નહિ, તેને શીતપરીષહેના ય કહેવાય.
(૪) ઉષ્ણુપરીષહ—ઉષ્ણુ એટલે ઉતા—ગરમી. તે સમ્યક્ પ્રકારે સહન કરી લેવી, પણ સદોષ આચરણથી શીતલતા ન સેવવી, તેને ઉષ્ણુપરીષહેના જય કહેવાય.