________________
સંવરતત્વ .
૨૩ ચલાયમાન ન કરવી તથા કેવલી ભગવંતોએ કરેલે કાયયેગને નિરોધ તે ચેષ્ટાનિવૃત્તિરૂપ કામગુપ્તિ કહેવાય છે. અને શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે ગમનાગમન આદિ કરવું, તે યથાસૂત્રએનિયમનીરૂપ કાયગુપ્તિ કહેવાય છે.
મનને નિગ્રહ કરે, વચનને નિગ્રહ કરે અને કાયાને પણ નિહ કરે તથા તેનું સમ્યગૂ માગે પ્રર્વતન કરવું, એ ત્રણ ગુપ્તિને સાર છે.
સંવરની સાધના માટે સમિતિ અને ગુપ્તિનું પાલન ઘણું જરૂરી છે. ગૃહસ્થ પણ તેનું યથાશક્તિ પાલન કરીને કર્મપ્રવાહને આત્મા ભણી આવતે રેકી શકે છે. (૧) ઉપક્રમઃ
સંવરના સત્તાવન ભેદોમાં સમિતિ અને ગુપ્તિ પછી પરીષહને ઉલ્લેખ થયેલ છે. પરીષહ બાવીશ પ્રકારના છે અને તેને આત્માથીએ જય કરવાનું છે. આ પરીષહનાં નામે પ્રકરણકાર મહર્ષિ સત્તાવીશમી અને અઠ્ઠાવીસમી ગાથામાં આ પ્રમાણે રજૂ કરે છે – (૨) મૂળ ગાથાઓ : खुहा पिवासा सी उण्ह, दंसाघेलारइथिओ। चरिया निसीहिया सिज्जा, अकोस वह जायणा ॥ २७ ॥ अलाभ रोग तणफासा, मलसक्कार परीसहा । पन्ना अन्नाण सम्मत्त, इअ बावीस परीसहा ॥ २८ ॥