SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ જ મન-વાણી-કાયા વગેરે યોગાના અને જ્ઞાનેાપયેાગ-દર્શનપયોગ વ્યાપાર ચાલુ રહ્યો, પરંતુ અભવ્યપણાના કારણે અથવા ભવ્યત્વદશાના પરિપાક ન થવાના કારણે આ જીવને આત્મતત્ત્વનું જે રીતે ભાન થવુ જોઈએ, તે રીતે ભાન ન થયું. પરિણામે આ જીવતા સંસાર ચાલુ તે ચાલુ જ રહ્યો. દુઃખસ્વરૂપ, દુઃખલક અને દુઃખની પરપરાવાળા સસાર આ જીવ દ્રવ્યપુણ્યના કારણે એક વાર નહિ, કિંતુ અનેક વાર નવ ત્રૈવેયકમાં ભૂતકાલ દરમિયાન ઉત્પન્ન થયા. આ જીવે જયાં દશે ય પ્રકારના કલ્પવૃક્ષાનું અસ્તિત્વ હેાય એવા યુગલિક ક્ષેત્રમાં અથવા યુગલિક કાળમાં જન્મ ધારણ કર્યાં. વઋષભનારાચ સંધયણ, સમચતુર સંસ્થાન, ત્રણ ગાઉ ઊંચુ શરીર, ત્રણ પક્ષ્ાપમનું આયુષ્ય અને દશ પ્રકારના કલ્પવૃક્ષજન્ય હરકેાઈ પ્રકારની ભોગપભાગની સામગ્રી મળવા છતાં આત્મમેધની ખામીના કારણે આ જીવને સવર્ અને સકામનાના લાભ ન મળ્યા. આ જીવે તેત્રીશ તેત્રીશ સાગરોપમ પંત અનેક વાર નરકગતિની ભયંકરમાં ભયંકર ક્ષેત્રજ વેદના, અન્યોન્યકૃત વેદના અને પરમાધામિકૃત વેદનાનો અનુભવ કર્યો, એમ છતાં આત્મલક્ષ્ય ન હોવાના કારણે આ જીવ કર્મથી હળવા ન થયા. આજ સુધીના અનન્તાનન્ત કાળ દરમિયાન આ જીવને બીજું બધું મળ્યુ, પણ આત્મબેધનું સાધન ન મળ્યુ, આ જીવે અનંતકાળ દરમિયાન બીજી બધી બાબતો જાણી, પણ આત્માને ન જાણ્યું. આ જીવે અનંતકાળ દરમિયાન અચેતન એવા પુદગલેાને ભેગા કરવામાં અને આયુષ્ય પૂર્ણ યે એ પુદ્ગલાને મૂકીને રવાના થવામાં ડહાપણ માન્ય પણ પોતાના આત્મા માટે ધ્યાન ન આપ્યું. આ કારણે જ દુઃખસ્વરૂપ, દુ:ખલક અને દુઃખની પરંપરાવાળા સસાર આ જીવ માટે કાયમ તે કાયમ રહ્યો.
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy