SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવાદ ૧૭૫ કર્મનાં દલિજેને અમુક ભાગ શુદ્ધ અને અમુક ભાગ અશુદ્ધ હેય, ત્યારે તે મિશ્રદર્શનમોહનીય કહેવાય. (૩) મિથ્યાત્વદર્શનમોહનીય-જેના ઉદયથી જીવ મિથ્યાત્વમાં રાચે છે અને હિતને અહિત તથા અહિતને હિત સમજે છે. મિથ્યાત્વને વિશેષ પરિચય આગળ આવશે. ચારિત્રહનીય–આ કર્મના ૨૫ પ્રકારે છે. (૧) સંજવલન ક્રોધ-પાણીમાં દોરેલી રેખા જેવા, જે તરત શમે. (૨) પ્રત્યાખ્યાનીય ક્રોધ-રેતીમાં રેલી રેખા જે, જે થોડા વખતે શમે. (૩) અપ્રત્યાખ્યાનીય કોધપૃથ્વીમાં પડેલી ખાફાટ છે, જે ઘણુ વખતે શમે. (4) અનંતાનુબંધી ક્રોધ-પર્વતમાં પડેલી ફાટ જે, જે જીવનભર શમે નહિ. (૫) સંજવલન માન–નેતરની સેટી જેવું, જે સહેલાઈથી નમે. (૬) પ્રત્યાખ્યાનીય માન-કાષ્ઠ જેવું, ઉપાયે નમે. (૭) અપત્યાખ્યાનીય માન-હાડકાં જેવું, જે મહાકષ્ટ નમે. ' ' . . ) અનંતાનુબંધી. માન-પત્થના થાંભલા જેવું જે કઈ રીતે ન નમે. - - - , , ,
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy