SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જન શમણ સંસ્કૃતિ અને લેખનકળા અથવા લગભગ સીધાં જ લખે છે, જ્યારે બીજા લેખકો કાંઈક વધારે પડતાં ખેંચે છે. આ બધા અવાંતર લિપિભેદેને નહિ જાણનારાલિપિને આધારે સમયનિર્ણયનાં અનુમાન કરવામાં ઘણીવાર ભૂલ કરી બેસે છે. લિપિનું સૌષ્ઠવ 'भक्षराणि समशीर्षाणि, वर्तुलानि धनानि च । परस्सरमलग्नानि, यो लिखेत् स हि लेखकः ॥' 'समानि समशीर्षाणि. वर्तलानि धनानि च । मात्रासु प्रतिबदानि, यो जानाति स लेखकः॥' 'शीषर्कोपतान् सुसंपूर्णान् , शुभश्रेणिगतान् समान् । अक्षरान् वै लिखेद् यस्तु, लेखकः स वरः स्मृतः।' આ શ્લોકો લિપિ અને લેખક એ બંનેયના આદર્શના સૂચક છે. અર્થાત અક્ષરો સીધી લીટીમાં ગોળ અને સધન, હારબંધ છતાં એકબીજાને અડકે નહિ તેવા છૂટા, તેમજ તેનાં માથાં, માત્રા વગેરે અખંડ હોવા સાથે લિપિ આદિથી અંત સુધી બરાબર એકધારી લખાઈ હોય તેવા હેય તે તે “આદર્શ લિપિ” છે; અને આ જાતની લિપિ અક્ષરો લખી શકે એ જ “આદર્શ લેખક કહી શકાય. જૈન જ્ઞાનભંડારનું નિરીક્ષણ કરનારને એમ કહેવાની જરૂરત ભાગ્યે જ હેઈ શકે કે જૈન સંસ્કૃતિએ આદર્શ લેખકે અને આદર્શ લિપિને ઉત્પન્ન કરવા અને તેને ટકાવી રાખવા કેટલી કાળજી રાખી હતી. લિપિનું માપ લિપિની સુંદરતાને અંગે ટૂંકમાં જણાવ્યા પછી તેને માટે એક ખાસ વસ્તુ કહેવાની બાકી રહે છે અને તે તેનું માપ છે. લગભગ વિક્રમની અગિયારમી સદીથી શરૂ કરી આજ સુધીમાં લખાએલા જે ઢગલાબંધ પુસ્તકે આપણી સામે હાજર છે તે તરફ બારીકાઈથી નજર કરતાં લિપિની સુંદરતાને મળ્યા પછી આપણું ધ્યાન તેમના અક્ષરો અને લીટીલીટી વચ્ચેના અંતરના માપ તરફ જાય છે. પ્રાચીન લહિયાઓ અક્ષરનું માપ મોટું રાખતા અને લીટીલીટી વચ્ચેનું અંતર અક્ષરના માપ કરતા અનુમાને ત્રીજા ભાગનું અથવા કેટલીકવાર તે કરતાં પણ ઓછું રાખતા (જુઓ ચિત્ર નં. ૫-૭-૯-૧૦-૧૧ વગેરે); જયારે અત્યારના લેખકો અને કેટલાક જૂના લહિયાઓ પણ અક્ષરનું અને લીટીલીટી વચ્ચેના અંતરનું માપ એકસરખું રાખે છે. આ કારણને લીધે એકસરખી ગણતરીની પતિઓવાળી અને એકસરખા લાંબા પહોળા માપની પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓના અક્ષરો મેટા જણાશે, જ્યારે અર્વાચીન તે જ માપની હસ્તલિખિત પ્રતિઓમાંના અક્ષરે નાના દેખાશે. ચાલુ વીસમી સદીમાં કેટલાક પ્રાચીન પ્રણાલિને વારસ ધરાવનારા યતિલેખકો ઉપર જણાવ્યા પ્રમાણે લીટીલીટી વચ્ચેનું અંતર ઓછું રાખી મોટા માપના અક્ષરે લખતા હોવા છતાં ચાલુ સદીમાં લિપિની એ પ્રથા અને એ વારસ એકંદર અદશ્ય થઈ ચૂકેલાં છે. અઝમાત્રા અને પડિમાત્રા લિપિના માપ સાથે સંબંધ ધરાવતી અઢમાત્રા ૨૭ અને પડિમાત્રાને અંગે અહી કાંઈક અગમાત્રા અને ખડિમાવા એ શબ્દો પૈકી “ડિમાત્રા' શબ્દસર્વત્ર પ્રચલિત છે, પણ “અઝમાત્રાશબ્દ પ્રચલિત નથી “અગ્રમાત્રા' શબ્દ “પડિમાત્રા' શબ્દના અને લયમાં રાખી અમે ઉપજાવી કાઢે છે. “પડિમાગાશ કયા શબ્દ ઉપરથી બને છે અને
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy