SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ જેન ચિત્રક૯૫૬મ કે જેને લિપિમાં મગધની સંસ્કૃતિને જ મલિક વારસો છે જેન લિપિ અમે ઉપર જણાવી ગયા તે મુજબ અને હજી આગળ વિસ્તારથી જણાવીશું તેમ લેખનકળામાં જૈન શ્રમણ સંસ્કૃતિએ પિતાને અનુકૂળ લિપિના ફેરફાર, સુધારાવધારા, અનેક જાતના સંકેતેનું નિર્માણ વગેરે કરેલાં હેઈ એ લિપિએ કાળે કરી જુદુ સ્વરૂપ ધારણ કર્યું અને તે “જેન લિપિ એ નામે ઓળખાવા લાગી. આ લિપિનું સૈદ્ધવ અને વ્યવસ્થિતતા જેટલા પ્રમાણમાં જૈન સંસ્કૃતિમાં જળવાયા અને કેળવાયાં છે એટલાં ભાગ્યે જ બીજે હશે. એ ઉપરાંત જૈન લેખનકળાનાં સર્વદિગ્ગામી વિવિધ સાધનને સંગ્રહ અને તેનું નિષ્પાદન, લેખકોને ઉત્પન્ન કરી તેમને અને તેમની કળાને નિર્વાહ કર, લિખિત પુસ્તકોના સંશોધનની પદ્ધતિ તેનાં સાધનો અને ચિહ-સંકેત, જેન લિપિના વર્ણો સંગાક્ષરો અને મરોડ વગેરે દરેક જુદા પડતા તેમ જ નવીન છે. જેન લિપિનો મોડ જેમ બ્રાધીદેવનાગરી લિપિ એક જ જાતની હોવા છતાં જુદીજુદી ટેવ, પસંદગી, સહવાસ, સમયનું પરિવર્તન, મરેડ આદિને લીધે અનેક ૫માં વહેંચાઈ ગઈ છે તેમ એક જ જાતની જૈન લિપિ પણ જુદીજુદી ટેવ, પસંદગી આદિને કારણે અનેક વિભાગમાં વહેંચાઈ જાય છે. જેમ આજની જૈન લિપિમા યતિઓની લિપિ, ખરતરગચ્છીય લિપિ, મારવાડી લેખકેની લિપિ, ગુજરાતી લેખકેની લિપિ, કોઇના લાંબા અક્ષરો તે કોઇના પહેલા અક્ષરે ત્યારે કેઈના ગેળ અક્ષરો, કોઈના સીધા અક્ષરો તે કોઈના પુંછડા ખેંચેલા અક્ષરે, કોઈના ટુકડા૫ અક્ષરો તે કોઇના એક જ ઉઠાવથી લખેલા અક્ષરો એમ અનેક પ્રકારો છે, તેમ પ્રાચીન કાળમાં પણ આ પ્રકારો વિદ્યમાન હતા (જુઓ ચિત્ર નં. ૧૧ વગેરેમાની લિપિઓ); એટલે અહીં યતિઓની લિપિ વગેરે જે નામ આપવામાં આવ્યાં છે તેને અર્થ એટલો જ સમજવાનું છે કે લિપિ લખવાના અમુક પદ્ધતિના પ્રાચીન વારસાને તેણે તેણે વધારે પ્રમાણમાં જાળવી રાખેલ છે. યતિઓની લિપિ મોટે ભાગે અક્ષરના ટુકડા કરીને લખેલી હોય છે, જ્યારે બીજા બધા લેખકેની લિપિ મોટે ભાગે એક જ ઉપાડથી લખાએલી હોય છે. બધા યે લહિયાઓની લિપિમાં અ, સ આદિ અક્ષરે અને લિપિને મરોડ અમુક જાતને જ હોય છે, જ્યારે ખરતરગચ્છીય લિપિમાં એ અક્ષરો તેમ જ લિપિને મરોડ કાંઈ જુદાઈ ધરાવતો જ હોય છે. યતિઓના ટુકડા લખાએલા અક્ષરે મોટે ભાગે અત્યંત શોભાવાળા, પાંખડ સુડોળ અને સુરેખ હોય છે. મારવાડી લેખકે અક્ષરના નીચેનાં પાંખડાં પૂંછડાંની જેમ ઓછાં ખેંચે છે ૧૫ વગરથ પાટણવાસી શિલ્પશારાપારંગત વિદ્વાન યાતિવર્ય શ્રીમાન હિમ્મતવિજયજી એમ કહેતા હતા કે આજથી લગભગ ત્રણ વર્ષ પહેલાં એક ખરતર ગચછીય આચાર્ય–જેમનું નામ અમે વીસરી ગયા છીએ, થયા હતા તેમનાથી ચાલુ થએલ અમુક પદ્ધતિની વિપિને ખરતરગચ્છીય' લિપિ કહેવામાં આવે છે જ કઠા કરવાનો અર્થ એ છે કે અક્ષર લખતાં તેનાં સીધાંવાંકાં, આડાઊભાં, ઉપરનાં અને નીચેનાં પાંખડાં અને વળાકને vટા પાડીને લખનાં અને વાં, જે જતાં રહેજે સમજી શકાય કે લેખ અમુક અક્ષરને અમુક વિભાગે લખેલો છે.
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy