SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂતકાળમાં વ્યક્તિની યોગ્યતાનુસાર સંઘના નેતા તરીકે તેને સ્વીકાર કરવામાં આવતું હતું. આજે અર્થપ્રધાન યુગમાં લોકશાહીના વાદે વ્યક્તિના ગુણધર્મોની પ્રધાનતા છેડી મતદાન યોજનાઓ પ્રવેશ કર્યો છે. શાસ્ત્રોમાં સંઘધર્મ અને સંઘપતિની અનેક ગ્યતા માટે સુંદર કથન જાણવા મળે છે. અખિલ વિશ્વના જૈન સંઘે આવા નદીસૂત્ર ના ગુણ ચગ્ય આચાર સંહિતાવંત બની સેવા કરે તે શાસન ઉપર ઘણે ઉપકાર થાય ! તીર્થ કર, ગણધર તથા ઉત્તરવર્તી આચાર્યોની શખલા એક પટ્ટાવલીના રૂપમાં આપી છે. તેના ગુણગાનની પ૦ ગાથાઓ સાહિત્યની અમૂલ્ય નિધિ છે. લગભગ ૨૭ મી પાટ ઉપર શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ” ની સ્તુતિ કરીને પટ્ટાવલી સમાપ્ત કરવામા આવેલ છે આ ગાથાઓમાં શ્રીસ ઘનુ જે પ્રકારે વર્ણન કરવામાં આવેલ છે તે પરથી તેનું મહત્ત્વ સિદ્ધ થાય છે. જિનવાણીના શ્રવણની ગ્યતાના સુપાત્રો કેવો હોય ? આ પ્રશ્નના ઉત્તરમાં ચૌદ પ્રકારની ઉપમાઓ સાથે શોતાનું વર્ણન પણ સમજવા જેવું છે. શ્રોતાઓના સમૂહને પરિષદ્ કહેવાય છે. આવી ત્રિપ્રકાર પરિષદને વિચાર કરતા વર્તમાન કાલીન ધર્મપરિષદોને જીજ્ઞાસા ગુણયુક્ત બનાવવાની ખાસ જરૂર છે. જ્ઞાનના ભેદ-પ્રભેદો, બુધિના પ્રકારે, દ્વાદશાંગ સૂત્ર (ગણિપિટક) માં વીરવાણીના જ્ઞાનનિધિનુ સુવિસ્તૃત વર્ણન આપણા સૌને માટે ગૌરવયુક્ત છે. દ્વાદશાંગીની આરાધના સંસારને તરવાનું કારણ છે અને તેની વિરાધના તે સંસારના પરિભ્રમનું કારણ છે. આજના વૈજ્ઞાનિક યુગમાં આશ્ચર્યકારી શોધેએ, જિનકથિત ઘણું વાર્તાનું સમાધાન કર્યું છે અને ચંદ્રલેક, મંગળ, બુધાદિ ગૃહમંડળની વાતેથી વિચારણીય અનેક સમસ્યાઓ જન્મ પણ પામી છે. આવી સમસ્યાઓનું સમાધાન, આપણું જ્ઞાનસ્થવિર પૂજ્યપાદ મહાપુરૂષ પાસેથી અવશ્ય મેળવી લેવું જોઈએ. પરિશિષ્ટોમાં આવેલા ચૌદ પ્રકારના શ્રોતાઓના કથાનકે, ચાર બુદ્ધિના દષ્ટાંતે ખૂબજ રેચક અને ઉપદેશાત્મક છે. જેનાથી સામાન્ય લોકો સદુપદેશ મેળવી આત્મશ્રેય કરી શકે તેમ છે. હકની ત્પત્તિકી બુધ્ધિ તે ખરેખર ચમત્કારી પ્રયોગ જ હોય તેવું લાગે છે. હકની વાત ઉપરથી સમજી શકાય છે કે બુદ્ધિ અને ઉમરને શું સંબંધ છે? આવી બુધ્ધિ કોને મળે ? જેણે જ્ઞાનારાધના કરી હોય તે જ બુદ્ધિના નિધાન અભયકુમાર જેવા મંત્રી અને ગૌતમસ્વામી જેવા ગણધર બને છે. પાંચ જ્ઞાનના વર્ણનથી એ તારવી શકાય છે કે આત્માને સમ્યફ પુરૂષાર્થ શું કામ કરી શકે છે? ખરેખર આપણો આત્મા તે જ્ઞાનને સાગર છે. જે ધારે તે સમગ્ર જ્ઞાનની પ્રાપ્તિવડે સિધત્વને સાધી શકે ! નંદીસૂત્ર આત્માની અનંત શક્તિઓના પ્રાકટ્યની ચાવી છે. નંદી એ તે સદાનંદી સાધનાનું ઉત્તમત્તમ સાધન છે. વિદ્યાર્થીની કુમારી ભદ્રાબેને આવા જ્ઞાનનિધિ સમ નંદીસૂત્રને અનુવાદ કરી આગમજ્ઞાનની પ્રભાવનાનો ઉત્તમ લાભ મેળવેલ છે. અનુવાદ શૈલી સરલ અને રોચક છે. સામાન્ય જને પણ નંદીને સ્વાધ્યાય કરી આનંદ મેળવી શકે તેવી સુંદરતા પ્રગટાવેલી છે. પ્રેમ જિનાગમ પ્રકાશન સમિતિ ઘાટકેપરને પ્રકાશન પુરૂષાર્થ પણ પ્રશંસનીય છે. આવા આગમને સ્વાધ્યાય કરી ભવ્યાત્માઓ જિનવાણીના પરમ ઉપાસક બની આત્મશ્રેય કરે એજ મનીષા.
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy