SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ८ એ બોલ "" “ પ્રેમ જિનાગમ પ્રકાશન વૈધાનિક દૃષ્ટિએ એક સ્વતંત્ર પ્રકાશન સસ્થા છે, તથાપિ શ્રમણી વિદ્યાપીઠ ઘાટકોપર સાથે એનો ઘનિષ્ઠ સબંધ છે. વિદ્યાપીઠમાં અધ્યયન કરનાર મહાસતીઓ અને વિરતા એને જ આગમોનો અનુવાદ કરે છે અને વિદ્યાપીઠનાજ પતિશ્રી શોભાચન્દ્રજી ભારિલ્લના સમ્પાદન અને નિરીક્ષણમાં પ્રકાશનનું કાર્ય સમ્પન્ન થાય છે. આ પ્રકાશન સમગ્ર જૈન સમાજ માટે અતીવ ઉપકારક અને ઉપાદેય છે. અત્યાર સુ ધીમાં આ સસ્થાએ આચારાંગ, સૂત્રકૃતાગ, ઉપાસદશાંગ, વિપાક, ઔપપાતિક, અન્તકૃત્ અને અનુત્તરોષપાતિક સૂત્રો પ્રકાશિત કર્યાં છે. પ્રસ્તુત પુસ્તકમા નન્દી અને અનુયાગદ્વાર, આ બે સૂત્રો પ્રસિદ્ધ કરાય છે. તે સ`ખ ધે કાંઈક લખવાના મને આગ્રહ કરવામાં આવેલ છે આ આગ્રહને માન આપી એ ખેલ લખાય છે. ૧—નન્દી જૈન ધર્મ એ આત્મવાદી ધમ છે. આત્મધર્મનું અપૂર્વ કથન કરી શાસ્ત્રકારાએ જૈન ધર્મની પરમ પ્રભાવના કરી છે. જૈન આગમ સૂત્રો એ તીર્થંકર ભગવતેાની વાણી છે. જૈન ધર્મના અતિમ તીર્થં કર શ્રમણ ભગવંત મહાવીર હતા પ્રભુએ જે વાણી ફરમાવેલી છે તે વાણીને ગૌતમાદિ ગણધર એ સૂત્રરૂપે ગુંથેલી છે આત્માની વિવિધ શક્તિઓનુ કથન જૈન આગમમાં જોવા મળે છે ૩૨ આગમ સૂત્રોમાં શ્રી ન...દીસૂત્રને ચાર મૂળ સૂત્રમાનું એક કહેવામાં આવે છે. નદીસૂત્ર એટલે જ્ઞાનનેા અમૂલ્ય ખજાને નંદીસૂત્રમા જ્ઞાન, જ્ઞાનના ભેદે, જ્ઞાનના પ્રભેદેતુ' વિસ્તૃત વર્ણન છે. જ્ઞાન એ આત્માને અસાધારણ ગુણ છે જ્ઞાન એટલે જાણવુ . લેક જડ અને ચેતનથી ભરેલા છે. તેને જાણવા માટે જ્ઞાનની જરૂર છે. સૂત્રના પ્રારભમાં અંત મહાવીર સ્વામીની સ્તુતિ પછી શ્રી સ ઘની અનેક ઉપમાએ દ્વારા અતીવ ભાવપૂર્ણ અને હૃદયગ્રાહી સ્તુતિ કરવામાં આવી છે. -- નાર્દના -પરમે, અંતે પૂરે સમુદ્-મેર્શમ્ન । जो उवमिज्जइ सययं, तं संघ गुणायरं वंदे ॥ નગર, રથ, ચક્ર, પદ્મ, ચ દ્ર, સૂર્ય, સમુદ્ર અને મેરૂની ઉપમાએથી જે સદા ઉપમિત છે એવા અક્ષય ગુણનિધિ શ્રી સ ઘને હું સ્તુતિ પૂર્ણાંક વંદન કરૂ છું. ચતુર્વિધ શ્રીસ ઘની ચેાગ્યતા અને પૂજ્યતા કેવી હાય તેના માટે અનેક ઉપમાએ વડે સુદર વર્ણન કરવામા આવેલુ છે. પ્રાય· પ્રત્યેક ક્ષેત્રોમા જૈન ધર્માવલ'ખીએના સ’ગઠન રૂપ શ્રીસ’ઘની સ્થાપના કરવામાં આવેલી હેાય છે, જેને સાધારણ વ્યવહારમાં પણ સ’ધ તરીકે ઓળખવામાં આવે છે. આવા પ્રત્યેક સંધામા ખંધારણીય વ્યવસ્થા હેાય છે. આવા સંઘો જૈન ધર્મના વિકાસ માટે અનેક વિધ મંગળ પ્રવૃત્તિઓ કરે છે. સઘ સંચાલન માટે તેના ટ્રસ્ટીઓ અને કાર્યવાહક એ પણ હાય છે.
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy