SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ર–અનુયોગદ્વાર અનુયોગ એટલે શું ? શુ સંવતે મવર્ધન પતિ જજ, ઘનફો વ્યાપાર, મનુષs[ફ્રો વા જો ભગવાન મહાવીરે અર્થરૂપ જે પ્રવચનની પ્રરૂપણ કરી છે, તેને અનુકૂળ અથવા તેની અનુસાર વતાારા પ્રવચનનું જે કથન કરાય છે, તેનું નામ અનુયોગ છે. અનુયોગ ચાર પ્રકારના છે ૧ ચરણકરણનુયોગ ૨ ધર્મકથાનુયોગ ૩ ગણિતાનુયોગ ૪ દ્રવ્યાનુયોગ જે પ્રકારે ગણધર સુધર્માસ્વામીએ પોતાના શિષ્ય બૂસ્વામીની સમક્ષ ભગવદુકત અને અનુરૂપ કથન કરવારૂપ અનુયોગનું ઉપક્રમ આદિ ચાર દ્વારોને આશ્રય લઈને કથન કર્યું છે, એ જ પ્રમાણે અન્ય આચાર્યોએ પણ શિષ્યોના હિતને લક્ષ્યમાં રાખી સૂત્રાર્થનું કથન કવ્વારૂપ અનુયોગ કરવો જોઈએ. આચાર્યોએ તો શિષ્યોને માટે સમસ્ત આગમોનો અનુયોગ કરવો જોઈએ પરંતુ આ મૂત્રમાં આવશ્યકને અનુયોગ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. કારણ કે આવશ્યક અનુયોગ કરવાને સમર્થ હોય એવા આચાર્ય અથવા મુનિજન સમસ્ત આગમોનો અનુયોગ કરવામાં સમર્થ બની જાય છે. તેથી અનુયોગની વિધિ જાણવાની ઇચ્છાવાળા મુનિરાજેએ આ અનુયાગદ્વાર સૂત્રનું અધ્યયન અવશ્ય કરવું જોઈએ આ સૂત્રનો અન્તભાવ (સમાવેશ) દ્રવ્યાનુયોગમાં થયે છે રાજસ્થાનના પ ડિતવર્ય પૂજ્યશ્રી કÖયાલાલજી મહારાજ સાહેબ [કમલ) આગમ સૂત્રોનું ચાર અનુયોગોમાં વર્ગીકરણ કરી પરમ પુરૂષાર્થ દ્વારા પ્રકાશન કરાવી રહ્યા છે. ગણિતાનુયોગનું પ્રકાશન તો થઈ ચુકયુ છે. હવે આપણે માટે આગામોમાં પૃથક પૃથક રીતે સમાયેલા અનુયોગને ચુંટવાને પુરૂષાર્થ કરવો નહિ પડે વેતાબર આગમ સૂત્રોમાં ઘણાં એવા સૂત્રો છે કે જેમાં ચારે અનુયોગ ભયાં છે જેથી સમગ્ર વિષયને પ્રાપ્ત કરવા ઘણ ઘણો પુરૂષાર્થ કરવો પડે છે. અનુયોગ પ્રકાશનથી આ કાર્ય ઘણું સરલ બની જશે. આ વ્યાખ્યાનરૂપ અનુયોગના દ્વારોનું પ્રતિપાદન કરનાર જે સૂગ આગમ છે તેનું નામ અનુયોગદ્વાર સૂગ છે. અનુયોગના ચાર દ્વાર છે. ૧ ઉપક્રમ ૨ નિક્ષેપ ૩ અનુગમ ૪ નય. ઉપક્રમ – વ્યાખેય વસ્તુના નામનું કથન કરવું એટલે કે વ્યાચિખ્યાસિત-વ્યાખ્યાથી યુક્ત કરવાની ઈચ્છાના વિષયરૂપ બનેલ શાસ્ત્રને તે તે રૂપે પ્રતિપાદન કરવાની શૈલી વડે ન્યાસ દેશમાં લાવવું, તેને નિક્ષેપની યોગ્યતા વાળુ બનાવવુ તેનું નામ ઉપક્રમ છે. | નિક્ષેપ – ઉપક્રાત – ઉપક્રમના અતર્ગતભેદોની અપેક્ષાએ વિચારાયેલી વસ્તુને જ નિક્ષેપ થાય છે, અનુપક્રાંતનો થતો નથી જે ઉપક્રમિત અને વ્યાચિખ્યાસિત છે, એવા પ્રકારના આવશ્યક આદિ શાસ્ત્રનું નામ સ્થાપના આદિ ભેદોથી નિરૂપણ કરવું તેનું નામ નિક્ષેપ છે. અનુગમ – નામાદિના ભેદથી નિરૂપિત શાસ્ત્રનું અનુકુળ જ્ઞાન હોવું અને તેના અર્થનુ અનુકૂળ કથન કરવું તેનું નામ અનુગમ છે નય – અનેક ધર્માત્મક અર્થાત્ અનેક ધર્મના સ્વભાવ વાળી વસ્તુની જે એકાંશના અવલંબન થી પ્રતીતિ કરાવે છે તેનું નામ નય છે.
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy