SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ XXVIII (૩) પૌર્ણમિક ધર્મઘોષ સૂરિના શિષ્ય (આ. ઈ.સ. ૧૧૧૦-૧૧૫)); (૪) રાજગચ્છીય ચન્દ્રપ્રભ સૂરિના વિનેય (આ.ઈ.સ. ૧૦૯૦-૧૧૩૦); (૫) ચન્દ્રગથ્વીય દેવેન્દ્રસૂરિથી સાતમી પેઢીએ થઈ ગયેલા ભદ્રેશ્વરાચાર્ય (આ.ઈ. સ. ૧૦૭૦-૧૧00), (૬) અજ્ઞાત(ચન્દ્ર?)ગચ્છીય પરમાનન્દ સૂરિથી ચોથી પેઢીએ થઈ ગયેલ પૂર્વાચાર્ય (આ.ઈ.સ. ૧૦૭૦-૧૧00); (૭) ચન્દ્રગચ્છીય રત્નાકર સૂરિથી ગુરુક્રમમાં સાતમા પૂર્વજ (આ.ઈ.સ. ૧૦૫૦-૧૧00); અને (૮) ઉજજૈનના સં. ૧૩૩૨ (ઈ.સ. ૧૨૭૬ના ગુરુમૂર્તિ-લેખના ૯ આચાર્યોમાં પ્રથમ (આઈ.સ. ૧૦OO-૧૦૨૫ ?) આગળ અવગાહન કરતાં પહેલાં સાંપ્રત ચર્ચાને ઉપકારક એક વાતની નોંધ લેવી આવશ્યક છે. બૃહદ્ગીય આમ્રદત્ત સૂરિની આખ્યાનકમણિકોશ-વૃત્તિ (સં. ૧૧૮૯ ઈ.સ. ૧૧૩૩)માં દીધેલ સિદ્ધસેન દિવાકરનું સંક્ષિપ્ત વૃત્તાન્ત કહાવલીકારના સમાન્તર કથાનકને વસ્તુ અને વિગતની દૃષ્ટિએ ઘણું જ મળતું આવે છેઅને તેમાં અપાયેલ મલ્લવાદિની કથા તો કહાવલીમાં જોવા મળતા પ્રસ્તુત કથાનકની પરિષ્કૃત, સંમાર્જિત પણ અન્યથા બિંબ-પ્રતિબિંબ શી રજૂઆત માત્ર છે. આથી કહાવલીના કર્તા ન તો ઉપરના ક્રમાંક ૧ વાળા બૃહદ્ગચ્છીય ભદ્રેશ્વરસૂરિ, કે ન તો ક્રમાંક ૨માં ઉલિખિત ચન્દ્રગચ્છીય ભદ્રેશ્વર સૂરિ હોઈ શકે, કેમકે તે બન્ને સૂરિવરોનો સમય વૃત્તિકાર આમ્રદત્ત સૂરિ પછીનો છે. આ કારણસર બાકીના છ ભદ્રેશ્વર નામધારી સૂરિઓમાંથી કોઈ કહાવલીકાર હોવાની સંભાવના હોય તો તે તપાસવું ઘટે. આમાંથી ક્રમાંક ૩ વાળા (પૌમિક) ભદ્રેશ્વર સૂરિ તો આમ્રદત્ત સૂરિના સમકાલિક હોઈ તેમને પણ છોડી દેવા પડશે. હવે જોઈએ ક્રમાંક ‘’વાળા રાજગચ્છીય ભદ્રેશ્વર સૂરિ. તેમના ઉપદેશથી સજજ્જન દંડનાયકે ઉજ્જયન્તતીર્થનો પુનરુદ્ધાર (સં. ૧૧૮૫ ઈ.સ. ૧૧૨૯) કરાવેલો તેવી પરોક્ષ અને સીધી નોંધો મળે છે૧૩. રાજગચ્છના પ્રશસ્તિકારો પ્રસ્તુત ભદ્રેશ્વર સૂરિ તપસ્વી” હોવાના તેમજ તેમના સદુપદેશથી વટપદ્ર(વડોદરા)માં યાદગાર રથયાત્રાઓ સાનૂ મસ્ત્રી તેમજ (ઉપર કથિત) સજ્જન મત્રીએ કાઢેલી તેવા પણ ઉલ્લેખ કરે છે. પં. લાલચન્દ્ર ગાંધી જો કે આ ભદ્રેશ્વર સૂરિને કહાવલીના કર્તા માને છે, પણ પ્રશસ્તિકારોએ તો તેમણે આવી રચના કરી હોવાનો કોઈ જ નિર્દેશ દીધો નથી. વિશેષમાં આ સૂરિ પણ આમ્રદત્ત સૂરિના સમકાલિક જ છે. કહાવલી તો અનેક કારણોસર બારમા શતકથી વિશેષ પુરાતન લાગતી હોઈ આ રાજગચ્છીય ભદ્રેશ્વર સૂરિ પણ તેના કર્તા હોવાનો સમ્ભવ નથી. છેલ્લા કહ્યા તે બન્ને સૂરિવરોથી થોડા દાયકા અગાઉ થઈ ગયેલા, અને એથી અગિયારમા શતકના આખરી ચરણમાં મૂકી શકાય તેવા, બે ભદ્રેશ્વર સૂરિ થયેલા છે. એક તો જેમની પરિપાટીમાં દેવેન્દ્ર સૂરિ (ઉપમિતિભવપ્રપંચાકથાસારોદ્ધારકાર) (સં. ૧૨૯૮ ઈ.સ. ૧૨૪૨)૧૪ થઈ ગયા તે (અહીં ક્રમાંક ૫); બીજા તે અજ્ઞાત (કદાચ ચન્દ્રગથ્વીય) પરમાનન્દ સૂરિ (સં. ૧૨૨૧ ઈ.સ. ૧૧૬૫)ના ચોથા પૂર્વજ ભદ્રેશ્વર (અહીં ક્રમાંક ૬), પણ કહાવલી આ બેમાંથી એકેય રચી હોય તેવા સગડ એમના સમ્બન્ધમાં રચાયેલ પ્રશસ્તિઓમાંથી જડતા નથી, વસ્તુતયા કહાવલી તો તેમના સમયથી પણ પ્રાચીન હોવાનું ભાસે છે. હવે જોઈએ સાતમા ભદ્રેશ્વર સૂરિ વિષે. તેઓ આત્મગહસ્તોત્ર અપરનામ રત્નાકર-પંચવિશંતિકા (પ્રસિદ્ધ રત્નાકરપચ્ચીસી)ના કર્તા ચન્દ્રગચ્છીય રત્નાકર સૂરિ (ઉપલબ્ધ મિતિઓ સં. ૧૨૮૭/ઈ.સ. ૧૨૩૧ તથા સં. ૧૩૦૮ ઈ.સ. ૧૨૫૨૧૫ થી સાતમા વિદ્યાપૂર્વજ15 હોઈ તેમનો સરાસરી સમય ઈસ્વીસનની ૧૧મી શતાબ્દીના ત્રીજા-ચોથા ચરણમાં સંભવી શકે. શું આ ભદ્રેશ્વર સૂરિ કહાવલીના કર્તા હશે ? એ સમ્બન્ધમાં વિશેષ વિચારતાં પહેલાં આઠમા ભદ્રેશ્વર સૂરિ વિષે જોઈ લેવું ઉપયુક્ત છે. આઠમા ભદ્રેશ્વર સૂરિની ભાળ ઉજજૈનના શાન્તિનાથ જિનાલયમાં પૂજાતી, સં. ૧૩૩૨ ઈ.સ. ૧૨૭રની એક વિશિષ્ટ ગુરુમૂર્તિના લેખમાંથી પ્રાપ્ત થાય છે.૧૭ પ્રતિમા ભરાવનાર પં. નરચન્દ્ર ગણિ (ચૈત્યવાસી ?) છે, અને પ્રતિષ્ઠાપક આચાર્યરૂપે વર્ધમાનસૂરિનું નામ મળે છે. પ્રતિમા-ફલકમાં વચ્ચે એક મોટી આચાર્ય-મૂર્તિ અર્ધપર્યકાસનમાં કંડારેલી છે, જયારે બન્ને બાજુ પરિકરમાં ચાર ચાર આચાર્યોને નાની નાની મૂર્તિઓ કોરી છે. નીચે આસનપટ્ટી પરના લેખ અનુસાર આ મૂર્તિઓના સંબંધમાં ભદ્રેશ્વર સૂરિ, જયસિંઘ સૂરિ, હેમહર્ષ સૂરિ, ભુવનચન્દ્ર સૂરિ, દેવચન્દ્ર સૂરિ, જિનેશ્વર સૂરિ, જિનદેવ સૂરિ, જિનચન્દ્ર સૂરિ, અને શાન્તિપ્રભ સૂરિ એમ નવ નામો બતાવ્યાં છે, જે સૌ કારાપક એવં પ્રતિષ્ઠાપક સૂરિઓથી પૂર્વે થઈ ગયેલા આચાર્યોનાં સમજવાના છે પણ લેખમાં કોઈનોય ગચ્છ દર્શાવ્યો નથી. સવાલ એ છે કે આ આચાર્યો ભદ્રેશ્વર સૂરિથી આરંભાતી કોઈ નિશ્ચિત મુનિપરમ્પરામાં ક્રમબદ્ધ પટ્ટધરો રૂપે થયા છે, વા એક ગચ્છ કે ગુરુની પરિપાટીના ““સતીચ્ય” છે, કે પછી અહીં મધ્યયુગમાં થઈ ગયેલા જુદા જુદા ગચ્છના પ્રસિદ્ધ પ્રસિદ્ધ આચાર્યો વિવક્ષિત છે ? જેમકે જિનેશ્વર અને જિનચન્દ્ર ખરતરગચ્છમાં, દેવચન્દ્ર પૂર્ણતલ્લીય ગચ્છમાં, ભુવનચન્દ્ર ચૈત્રવાલ ગચ્છમાં, ને જયસિંહ સૂરિ નામક આચાર્ય તો ત્રણ ચાર પૃથક્ પૃથક્ ગચ્છોમાં મળી
SR No.009889
Book TitleKahavali Pratham Paricched Pratham Khand
Original Sutra AuthorN/A
AuthorKalyankirtivijay
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2012
Total Pages469
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy