SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ XXIX આવે છે. આમ આ લેખમાંથી નિષ્પન્ન થતું અર્થઘટન સંદિગ્ધ હોઈ, લેખ પ્રારમ્ભ મળતા ભદ્રેશ્વર સૂરિના નામની ઉપયોગિતા ઘટી જાય છે. છતાં પરમ્પરા “ક્રમબદ્ધ” માનીને ચાલીએ તો પ્રસ્તુત ભદ્રેશ્વર સૂરિનો સમય ઇસ્વીસનની ૧૧મી સદીના પૂર્વાર્ધમાં સ્ટેજે આવે. આ આઠમા, કે વિશેષ નિશ્ચયપૂર્વક સાતમા, ભદ્રેશ્વર સૂરિ પર કહાવલીના કર્તુત્વનો કળશ ઢોળીએ તે પહેલાં કહાવલીની આંતરિક વસ્તુ તેમજ તેની ભાષા અને શૈલીની અપેક્ષાએ શું સ્થિતિ છે તે પર વિચારીને જ નિર્ણય કરવો ઠીક થશે. પં. માલવણિયાજીએ તારવ્યું છે તેમ કહાવલીકારે પાલિત્તસૂરિ(પ્રથમ)કૃત તરંગવઇકહા (ઇસ્વીસનની દ્વિતીય શતાબ્દીનો ઉત્તરાર્ધ), સંઘદાસ ગણિ કારિત વસુદેવહિડી (છઠ્ઠો સૈકો મધ્યભાગ), તીર્થાવકાલિક-પ્રકીર્ણક (ઈસ્વી. છઠ્ઠી શતાબ્દી પૂર્વાર્ધ), આવશ્યકચૂર્ણ (આઇ.સ. ૬૦૦-૬૫૦), મહાનિશીથસૂત્ર (ઇસ્વી ૮મું શતક), ઇત્યાદિ પૂર્વ કૃતિઓને ઉપયોગ કર્યો છે, તેમ પં. ભોજકે નિર્દેશ કર્યા અનુસાર ચઉપન્નમહાપુરિસીરિય (ઈસ્વી. ૯મા શતકનું ત્રીજું ચરણ)નાં પણ તેમાં પરિચય-પરામર્શ વરતાય છે. આથી એટલું તો ચોક્કસ કે ભદ્રેશ્વર સૂરિ ઇસ્વીસન ૮૭૫ પછી જ થયા છે. આ પ્રશ્ન પર સૂક્ષ્મતર વિચારણા હાથ ધરતાં પહેલાં ઉમાકાન્ત શાહ તથા ૫. લાલચન્દ્ર ગાંધી વચ્ચે કહાવલીના રચનાકાળ સમ્બન્ધમાં જે મતભેદ થયેલો તેના મુદ્દાઓ જોઈ લઈએ. ૫. ગાંધી રાજગચ્છીય ભદ્રેશ્વર સૂરિ, જે સાન્તમસ્ત્રી, સજ્જન દંડનાયક (અને એ કારણસર ચૌલુક્ય જયસિંહદેવ સિદ્ધરાજ)ના સમકાલીન છે, તેમને કહાવલીના કર્તા માને છે. આમ તેઓ તેને વિક્રમના બારમા શતકના ઉત્તરાર્ધમાં (ઈસ્વી ૧૨મી શતાબ્દી પૂર્વાર્ધમાં) થયેલા માને છે. ૧૯ ડૉ. શાહે પ્રસ્તુત સમય હોવા સમ્બન્ધ સન્ટેહ પ્રકટ કરી ભદ્રેશ્વર સૂરિ એ કાળથી સારી રીતે વહેલા થઈ ગયા હોવા સમ્બન્ધમાં સાધાર ચર્ચા કરી છે. ૨૦ ખાસ કરીને જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ માટે “સંપર્ય દેવલોયં ગઓ” [સામ્રત ટેવનોવં તો] એવો જે ચોક્કસ ઉલ્લેખ ભદ્રેશ્વર સૂરિએ કર્યો છે તે છે. એમનું એ સંદર્ભમાં ઠીક જ કહેવું છે કે ‘‘વિક્રમની અગિયારમી સદીના અંતમાં કે બારમી સદીના પૂર્વાર્ધમાં થયેલા ‘કહાવલી’કાર એવો પ્રયોગ ન જ કરે; એટલે ‘કહાવલીકાર બારમી સદી પહેલાં જ થઈ ગયા એ નિર્વિવાદ છે.''૨૧ ડૉ. શાહના અનુરોધથી કહાવલીના કેટલાંક અવતરણો તપાસી ડૉ. ભોગીલાલ સાંડેસરાએ પ્રસ્તુત કૃતિની પ્રાકૃત ‘વિક્રમના બારમા સૈકાથી ઘણી જૂની” હોવાનો અભિપ્રાય આપેલો. તે પછી પં. ગાંધીએ વાળેલ ઉત્તરમાં ડૉ. ઉમાકાન્ત શાહની ચર્ચામાં ઉપસ્થિત થયેલ કેટલાક ગૌણ મુદ્દાઓનું તો ખંડન છે, પણ ઉપર ટાંકેલ એમના બે મજબૂત મુદ્દાઓ સામે તેઓ કોઈ પ્રતીતિજનક વાંધાઓ રજૂ કરી શક્યા નથી. ૨૩ (ડૉ. શાહે પોતાના પ્રત્યવલોકનમાં પં. ગાંધીના અવલોકનોમાં રહેલી આ નબળાઈઓ વિષે તે પછી સવિનય પણ દેઢ ધ્વનિપૂર્વક ધ્યાન દોર્યું હતું.૨૪). | ડૉ. શાહ તેમજ ડૉ. સાંડેસરાનાં અવલોકનો-અભિપ્રાયોને એમ સહેલાઈથી ઉવેખી નાખી શકાય નહીં. એને ધ્યાનપૂર્વક તેમજ પૂરી સહાનુભૂતિથી નિરીક્ષવા ઘટે. તેમાં પહેલાં તો જિનભદ્રગણિવાળા મુદ્દા વિષે વિચારતાં તેનો ખુલાસો એ રીતે થઈ શકે કે ભદ્રેશ્વર સૂરિએ કોઈ સાતમા શતકના પ્રત્યક્ષ યા પરોક્ષ સ્રોતનો આધાર લીધો હશે; કેમકે તેઓ હરિભદ્ર સૂરિ જ નહીં, શીલાંકદેવની પણ પાછળ થયા હોઈ તેઓ પોતે તો ‘સંપર્ય દેવલોય ગઓ” એવા શબ્દો દેખીતી રીતે જ વાપરી શકી નહીં. આથી તાત્પર્ય એ જ નીકળે કે તેમણે પોતાની સામે રહેલ કોઈ પુરાણા સ્રોતના વાક્યો યથાતથ ગ્રહણ કરેલાં છે. બીજી બાજુ જોઈએ તો કહાવલીકારની પોતાની પ્રાકૃત, જે અનેક સ્થળે જોવા મળે છે, તે પ્રમાણમાં પ્રાચીન તો દેખાય જ છે, પણ તેને તો પ્રાચીન સ્રોતોનાં દીર્ઘકાલીન અને તીવ્રતર અનુશીલન-પરિશીલનને કારણે, પરંપરાગત બીબામાં ઢળાયેલી-ઘડાયેલી, અને જૂનવાણી રંગે તરબોળાયેલી પ્રૌઢિની પ્રાકૃત માની શકાય. હસ્તપ્રત જોતાં એટલું તો સ્પષ્ટ લાગે જ છે કે ભદ્રેશ્વર સૂરિની અભિવ્યક્તિમાં પરિષ્કાર અને વૈદધ્યનો, કાવ્યત્વ અને આયોજનની સુશ્લિષ્ટતાનો, પ્રાયઃ અભાવ છે. પૂર્ણતલ્લગચ્છીય ગુરુ-શિષ્ય દેવચન્દ્ર-હેમચન્દ્ર સૂરિ કે બૃહદ્રગચ્છના નેમિચન્દ્ર-આમૃદત સૂરિ, ચન્દ્રગચ્છના વર્ધમાન સૂરિ, અથવા ખરતરગચ્છીય જિનવલ્લભ સૂરિ સરખા મધ્યકાલીન શ્વેતામ્બર કર્તાઓની ઓજસ્વી ભાષા અને તેજસ્વી શૈલી સામે કહાવલીનાં પ્રાકૃત એવું શૈલ્યાદિને તુલવતાં એની જૂનવટ એકદમ આગળ તરી આવે છે. એક બીજું કારણ એ હોઈ શકે કે તેમણે જૂનાં સ્રોતોનો સ્થાને સ્થાને શબ્દશઃ ઉપયોગ કર્યો હોય. આથી ડૉ. શાહ તથા ડૉ. સાંડેસરાનાં કહાવલીની ભાષા સમ્બદ્ધ કથનો અમુકાંશે તથ્યપૂર્ણ જરૂર છે. પં. ગાંધીએ કહાવલી બારમા શતકની રચના હોવાનું કોઈ જ પ્રમાણ આપ્યું નથી. સમય સમ્બન્ધ એમની એ કેવળ ધારણા જ હતી અને તે અસિદ્ધ ઠરે છે. કહાવલીના સમયાંકનમાં નીચે રજૂ કરીશ તે મુદ્દાઓ એકદમ નિર્ણાયક નહીં તો યે ઠીક ઠીક સહાયક અને ઉપકારક જણાય છે. વિશેષ દૃઢતાપૂર્વકનો નિશ્ચય તો સમગ્ર કહાવલીના આકલન, પરીક્ષણ, અને વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત થાય તે યુક્તિઓ દ્વારા જ થઈ શકે.
SR No.009889
Book TitleKahavali Pratham Paricched Pratham Khand
Original Sutra AuthorN/A
AuthorKalyankirtivijay
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2012
Total Pages469
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy