SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ કહાવલી-કર્તી ભદ્રેશ્વર સૂરિના સમય વિષે* મધુસૂદન ઢાંકી અદ્યાવધિ અપ્રકાશિત, પ્રાકૃત-ભાષા નિબદ્ધ, કહાવલી નામક કથા ચરિત સંગ્રહ તેની બે અપૂર્ણ પણ અન્યથા પરસ્પર પૂરક પ્રતોની ટૂંકી મધ્યાન્તર-પુષ્પિકા અન્વયે ભદ્રેશ્વર સૂરિની કૃતિ હોવાનું લાંબા સમયથી જ્ઞાત છે.' કલ્પિત જૈન પૌરાણિક પાત્રો અતિરિક્ત આર્ય વજ, કાલકાચાર્ય, પાદલિપ્તસૂરિ, સિદ્ધસેન દિવાકર, મલ્લવાદિ ક્ષમાશ્રમણ, જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ, યાકિનીસૂનુ હરિભદ્ર સૂરિ, ઈત્યાદિ નિર્ગન્ધ-શ્વેતામ્બર દર્શનની અગ્રિમ વિભૂતિઓનાં ઐતિહાસિક ચરિત્ર-ચિત્રણ, અને સાથે જ વિપુલ પ્રમાણમાં સાંસ્કૃતિક, સાહિત્યિક, અને ભાષા સમ્બઢ સામગ્રી ધરાવતા આ બહુમૂલ્ય ગ્રંથના કર્તાની સાચી પીછાન અને કૃતિના સમય વિષે સારો એવો મતભેદ પ્રવર્તે છે. કહાવલીના આજે ઉપલબ્ધ કેવળ ‘પ્રથમ પરિચ્છેદ’થી અપેક્ષિત ‘દ્વિતીય પરિચ્છેદ’ના પ્રાન્ત ભાગે ગ્રન્થકર્તાની પોતાના ગણ-ગચ્છ અને ગુરુક્રમને પ્રકટ કરતી પ્રશસ્તિ હશે, જે લભ્યમાન ન હોઈ એમના સમયાદિ અનુષંગે સ્વાભાવિક જ જુદી જુદી, અને એથી કેટલીકવાર પરસ્પર વિરોધી અટકળો થઈ છે. એ વિષયમાં જોઈએ તો ડૉ. ઉમાકાન્ત શાહે કહાવલીની ભાષામાં આગમિક ચૂર્ણિઓમાં દેખાય છે તેવાં લક્ષણો, તેમજ એકાદ અન્ય કારણસર તેને ઠીક ઠીક પ્રાચીન, અને કેમકે તેમાં છેલ્લું ચરિત્ર યાકિનીનુ હરિભદ્ર સૂરિ (સંભવતઃ ઈ.સ. ૭૦૦૭૮૫) સમ્બદ્ધ છે એટલે તેમના પછી તુરતના કાળની કૃતિ માની છે. ઉલટ પક્ષે પં. લાલચન્દ્ર ગાંધીએ તે વિક્રમના બારમા શતકના ઉત્તરાર્ધની, એટલે કે ઈસ્વીસનની બારમી શતાબ્દીના પૂર્વાર્ધની હોવાનો મત પ્રકટ કર્યો છે'. તો બીજી બાજુ પં. અમૃતલાલ ભોજના કવન અનુસાર તેમાં શીલાંકસૂરિના ચઉપમહાપુરિસચરિય (સં. ૯૨૫ ઈ.સ. ૮૬૯)ના કથા-સર્મો તેમજ તે કૃતિ અંતર્ગત જોવા મળતા ‘વિબુધાનન્દ-નાટક'નો પણ સમાવેશ થયો હોઈ તેની રચના નવમા સૈકાથી પરવર્તી કાળમાં, મોટે ભાગે વિ.સં. ૧૦૫૦-૧૧૫૦ (ઈ.સ. ૯૯૪-૧૦૯૪)ના ગાળામાં, થઈ હોવી ઘટેપ. આ સિવાય પં. અંબાલાલ પ્રેમચંદ શાહે સૂચવ્યું છે કે વર્ધમાન સૂરિના ગણરત્નમહોદધિ (સં. ૧૧૯૭ઈ.સ. ૧૧૪૧)માં જે ભદ્રેશ્વર સૂરિના દીપવ્યાકરણમાંથી ઉતારો ટાંક્યો છે તે સૂરિ કહાવલીકાર ભદ્રેશ્વર સૂરિથી અભિન્ન હોઈ શકે'. (આ વાત સાચી હોય તોયે તેટલાથી ભદ્રેશ્વરસૂરિનો સમયવિનિશ્ચય થઈ શકતો નથી.) અને છેલ્લે પં. દલસુખ માલવણીયા કહાવલીના કર્તા રૂપે બૃહદ્ગચ્છીય વાદીન્દ્ર દેવસૂરિ-શિષ્ય ભદ્રેશ્વર સૂરિ હોવાની સંભાવના પ્રકટ કરે છે; તદનુસાર કહાવલીની રચના ભારમા શતકના છેલ્લા ત્રણેક દશકામાં ક્યારેક થઈ હોવી ઘટે. આ અપૂર્ણ-લબ્ધ પણ ઉપયોગી એવું બૃહૃદકાય કથા ગ્રન્થનું પ્રા. હરિવલ્લભ ભાયાણી તથા ડૉ. રમણીક શાહ સમ્પાદન કરી રહ્યા છે. એમની વિદ્વત્તાપૂર્ણ, વિસ્તૃત અને વિશદ પ્રસ્તાવનામાં થનારા કાવલીનાં અનેકવિધ પાસાંઓની છણાવટમાં ભદ્રેશ્વર સૂરિના કાળ વિષયે પણ સવિસ્તર ચર્ચા થશે. આથી હું તો અહીં કેવળ મૂલગત ઐતિહાસિક સમસ્યાઓ વિષે જે વાતો પ્રાથમિક દૃષ્ટિએ ધ્યાનમાં આવે છે તે, લભ્ય બની શક્યાં છે તે પ્રમાણોના આધારે, રજૂ કરીશ. ઉપલબ્ધ ગ્રન્થ-પ્રશસ્તિઓ અને પુષ્પિકાઓ તેમજ અભિલેખો જોઈ વળતાં ત્યાં તો મધ્યકાળમાં થયેલા ભિન્ન ભિન્ન ગચ્છના અનેક ભદ્રેશ્વર સૂરિઓનાં નામ નજરે પડે છે. આમાંથી કયા ભદ્રેશ્વર સૂરિએ કહાવલી રચી હરો તે શોધવું આમ તો કરું છે, પણ પ્રયત્ન કરી જોવામાં ખોટું નથી. અંતિમ નિર્ણય ભવિષ્ય પર છોડવો ઘટે. કહાવલીના આંતર પરીક્ષાથી ફલિત થતા કોઈ કોઈ મુદ્દાઓ કેટલેક અંશે પ્રાથમિક કાળ-નિર્ણયમાં સહાયક બને છે ખરા. આ ચર્ચામાં ભારમા શતક પછી થઈ ગયેલા ભદ્રેશ્વર નામધારી સૂરિઓને છોડી દીધા છે; કેમકે કોઈ જ વિજ્ઞાન કહાવલીને બારમા શતક પછીની રચના હોવાનું માનતા નથી. સ્વયં કહાવલી – એ મોર્ડની રચના હોઈ શકવાનો એની અંદરની વસ્તુ, ભાષા, તેમજ શૈલી આદિનાં લક્ષણો અન્વયે અપવાદ કરે છે. અહીં એથી ભારમા શતકમાં, તેમજ તેથી વહેલા થઈ ગયેલા, ભદ્રેશ્વર' નામક સૂરિઓની જ સૂચિ આપી ગર્વષષ્ઠાનો આરંભ કરીશું. ઈસ્વીસનના ૧૧મા-૧૨મા શતક દરમિયાન પ્રસ્તુત અભિધાનધારી આઠેક સૂરિઓ થઈ ગયા સમ્બન્ધે નોંધો મળે છે, યથા : (૧) બૃહદ્ગીય વાદીન્દ્ર દેવસૂરિના શિષ્ય (આશરે ઈ.સ. ૧૧૫૦-૧૨૦૦); (૨) મંડલમંડન મહાવીરદેવના પ્રતિષ્ઠાપક, ચન્દ્રગચ્છીય દેવેન્દ્રસૂરિના શિષ્ય (ઈસ્વી. ૧૨મા શતકનો ઉત્તરાર્ધ); * સમ્બોધિ - અંક ૧૨.
SR No.009889
Book TitleKahavali Pratham Paricched Pratham Khand
Original Sutra AuthorN/A
AuthorKalyankirtivijay
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2012
Total Pages469
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy