SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧૨ ] जैन साहित्य संशोधक [ खंड ३ મહમૂદ ગજનવી અને સોરઠના સોમનાથ આ પહેલાંના લેખમાં મહમૂદ ગજનવીએ કરેલા સોરઠના સોમનાથના ધ્વંસ વિષેની વાત આવી છે. પ્રસ્તુત પત્રના પાઠકે કદાચિત એ વાતથી વિશેષ માહિતગાર ન હોય; તેમ જ મહમૂદ કયાં કારણોને લઈને ભારતનાં આ મહાન દેવસ્થાને નષ્ટભ્રષ્ટ કરવા પ્રેરાયો અને તેમાં ઘણે ભાગે સફળ થયે, તેને વિચાર પણ ઘણું જિજ્ઞાસુઓને નહિ આવ્યું હોય, તે માટે અહિં એ સંબંધી કેટલીક વિચારણીય હકીકત આપવાનું ઉચિત ધાયું છે. મહમૂદ ગજનવીએ હિંદુસ્થાનને લૂટવા અને સામર્થહીન બનાવવા માટે, એક પછી એક એમ લગાતાર ૧૬-૧૭ ચઢાઈએ આ દેશ ઉપર કરી હતી. તેમાં સૌથી છેલ્લી ચઢાઈ સોમનાથ ઉપરની હતી. સોમનાથને ઉષ્યરત કર્યા પછી તેણે બીજી કોઈ મહત્તવની ચઢાઈ કરી નથી. સોમનાથના વિજય પછી તેને લાગ્યું હશે કે તેના પ્રાક્રમરૂપી પ્રાસાદ ઉપર એ વિજયથી કળશારેપણ થઈ ગયું, ને હવે બીજું કાંઈ મેળવવા કે જીતવા લાયક બાકી રહ્યું નથી. સોમનાથને નાશ કરી તે સિંધના રસ્તેથી સીધે ગજની જતો રહ્યો અને ત્રણેક વર્ષ પછી તે ત્યાં પોતાની જીવનલીલા સમાપ્ત કરી ગયો. ભારતનાં દેવસ્થાનમાં સોમનાથ તે વખતે એક ઘણું પ્રસિદ્ધ અને પૂજનીય સ્થળ ગણતું હતું. હિંદુલેકે તે વખતે મોટે ભાગે શિવની ઉપાસના કરતા હતા અને સોમનાથ શિવનું એક સર્વોત્કૃષ્ટ ધામ મનાતું હતું; તેથી એ સ્થળે ભારતના ચારે ખૂણેથી અસંખ્ય મનુષ્ય યાત્રા કરવા આવતા હતા. મોટા મોટા રાજા મહારાજાઓ અને ધનવાન ગૃહસ્થ એ સ્થળમાં આવીને દિવસેના દિવસે રહેતા અને લાખો કરોડો રૂપીઆ એ સ્થાન નિમિત્તે દાન કરતા. મહમૂદ ગજનવીના દરબારને પ્રસિદ્ધ વિદ્વાન અએની-જેણે ભારતવર્ષના પરિચયને લગતો અરબી ભાષામાં એક અનન્ય ગ્રંથ લખ્યો છે તેણે-પિતાના ગ્રંથમાં સોમનાથની ખ્યાતિ વિષે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. આવા મહાન સ્થાનને ભ્રષ્ટ કરવું અને તેની સમદ્ધિ લુટી લેવી એ મહમૂદની મેટી ઈછી હતી અને તેથી તેણે જીવનના અસ્તકાળમાં પણ પિતાની એ ઇચ્છાને પૂરી કરવાનો આખરે સમર્થ પ્રયત્ન કર્યો અને ભારતના કમનસીબે તેમાં તે સફળ થયો. મહમદ સોમનાથ ઉપર જે ચઢાઈ લઈ ગયો તે મુલતાન, મારવાડ, ગુજરાત અને કાઠિયાવાડના રસ્તે થઈ લઈ ગયો હતો. એ વખતે જ તેણે, કવિ ધનપાલે જણાવેલાં શ્રીમાલદેશ (આબુની પશ્ચિમ પ્રદેશ ), ચડાવલિ (ચંદ્રાવતી) અને અણહિલપુર વગેરે સ્થળે લૂટાં ભાગ્યાં હશે. અણહિલપુર ને દેલવાડા ભાગ્યાને ઉલેખ તે મુસલમાન લેખકોએ ચાફ કરેલો જ છે. અણહિલપુરમાં તે વખતે ભીમદેવ રાય કરતા હતા. પ્રબંધચિંતામણિ વગેરે ગ્રંથોના આધારે ભીમદેવ સંવત ૧૦૭૭ માં ગાદીએ બેઠેલ હોય તેમ જણાય છે. એમ તે એ રાજા માટે બહુ પરાક્રમી હોવાના પુરાવાઓ મળી આવે છે. માળવાના પ્રસિદ્ધ વિદ્વાન રાજા ભોજદેવ અને ચેદિના રાજા કર્ણદેવ ઉપર એણે ચઢાઈએ કર્યાના ઉલ્લેખ મળે છે. ગુજરાતના સર્વોત્કૃષ્ટ વિદ્વાન આચાર્ય હેમચંકે, પોતાના દુવ્યાશ્રય મહાકાવ્યમાં,એ રાજાને પરાક્રમીપણાનાં ખુબ વખાણ કર્યા છે. પણ એની નજર આગળ થએલા સોમનાથના ભંગનું સૂચન સરખુંયે એ આચાર્ય કરતા નથી. આથી પુરાતત્ત્વજ્ઞાના મનમાં એની કારકીર્દીના વિષયમાં સંદેહ રહ્યા કરે છે. ફાર્બસ સાહેબ, રાસમાળા નામના ગુજરાતના પ્રધાન ઇતિહાસ ગ્રંથમાં, આ વિષે પોતાનો અભિપ્રાય આપતાં જણાવે છે કે- જૈન ગ્રંથકારો પોતાના વર્ચ્યુવીરની પ્રતિષ્ઠાને હાનિ લાગે તેવી કશી વાત પિતાના ગ્રંથમાં જગાવતા નથી. વ્યાયમાં સોમનાથની વાત હેમાચાયૅ બે વખત લખી છે. તેમાં એકવાર સિદ્ધરાજ જાત્રા કરવા જાય છે ત્યારે, અને બીજીવાર કુમારપાલ તેને જીર્ણોદ્ધાર કરાવે છે ત્યારે, પણ એક વખત એ દેવાલય ભાગ્યાને ઇસાર સરખોયે તે કરતા નથી. અલબત્ત, ફાર્બસ સાહેબનું આ Aho ! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy