SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ FX] सत्यपुरीय श्रीमहावीर उत्साह परिचय [ ૨૫ - જેવું ચય જોઈ ને તે પરમાનંદ પામ્યા. પછી ત્યાં આગળ તેણે વિરેાધાભાસ શબ્દાર્થભરેલી મિલ્કળત્તે વિ એ પદથી શરુ થતી મહાવીરની સુંદર સ્તુતિ કરી જે અદ્યાપિ વિદ્યમાન છે ( અને તે આ અંકમાં અન્યત્ર આપેલી છે ). આ રીતે એ તીર્થની ઉપાસના કરતા તે કવિ ત્યાં જ રહેવા લાગ્યા. આમ કેટલાક સમય કિવ સત્યપુરમાં રહે છે. તે દરમ્યાન ધારામાં એક મોટા વાદી આવે છે અને તે ભેાજની સભાને વાદવિવાદ માટે ચેલેંજ' આપે છે. ત્યારે ભાજને એની ગેરહાજરી ભારે ખૂંચે છે અને તેથી તે પેાતાના પ્રધાન પુરુષો મેાકલી એને ફરી આદરપૂર્વક તેડાવે છે. સ્વદેશાનુરાગને લીધે કવિ ફરી ધારા જાય છે. તે વખતે રાજા ભાજ એની સામે આવે છે અને એને અત્યંત આદર કરી પેાતે કરેલા અપરાધની ક્ષમા માંગે છે. કવિ ઉદાર મનથી તે આપે છે અને આવેલા વાદીને પેાતાના પાંડિત્યથી પરાજિત કરી ભેાજની સભાનું મુખ ઉજ્જવલ કરે છે. આ કથન ઉપરથી વિ ધનપાલનું સત્યપુર-સાચારમાં થએલું આગમન અને ત્યાં રચેલી મહાવીર સ્તુતિ વગેરે બાબતનું સ્પષ્ટીકરણ થઇ જાય છે. પ્રસ્તુત ઉત્સાહમાં, સાચારના એ મહાવીર ઉપર તુર્કો સિવાય ખીન્ન પણ એક કાઈ રાજાએ કરેલા આક્રમણને નિર્દેશ કરેલા છે જે ૫-૬-૭ નંબરવાળી કડીઓમાં જોવાય છે. પણ એ નિર્દેશ બહુ સ્પષ્ટ સમજાતે। નથી તેથી એ વિષે કાંઈ ઊહાપેાહ કરી શકાય તેમ નથી. કાઈ દ્વેગ નામના રાજાએ એ આક્રમણ કરેલું 'હાય એમ લાગે છે. તેણે ઘેાડા અને હાથીઓને જોડી ભગવાનની મૂર્તિને દારડા વડે તાણી કાઢવાના પ્રયત્ન કર્યાં છે તેમ જ કુહાડાના ધા મારીને પણ એ મૂર્તિને તેાડી નાંખવાના ઉપાય અજમાવી જોયા છે. છતાં એ મૂર્તિ, દૈવખળે સ્થિર થઈને રહી છે અને એના ઉપર લાગેલા કુહાડાના ધાના નિશાન, ‘આજે પણ નજરે દેખાય છે' એમ એ શ્રદ્ધાળુ કવિ ભક્તિપૂર્વક કહે છે. આગળ જતાં ૧૩ મી કડીમાં કિવ એક બીજી પણ મુદ્દાની વાત જણાવે છે. એ કહે છે કેઃ-~~ કાર્ડિંટ, શ્રીમાલ, ધાર, આહાડ, નરાણા, અહિલવાડ, વિજયકેાટ અને પાલીતાણા વગેરે રથાનામાં ઘણી દેવમૂર્તિઓ જોઇ (?) પણ સાચારના મહાવીરને જોઈને જેવું મન ઠરે છે તેવું ક્યાંયે રે તેમ નથી. આમાં જે સ્થાનાનાં નામ જણાવ્યાં છે તે બધાં ઇતિહાસ પ્રસિદ્ધ છે અને તે વખતે સુપ્રસિદ્ધ સ્થાન તરીકે તે ગણાતાં હતાં. કવિએ તે બધાં સ્થાને જોયાં હોય તેમ આ કડી ઉપરથી સ્પષ્ટ સમાય છે; અને એ બધાં સ્થાને કરતાં સાચારમાં જ એને વધારે ચિત્તસંતાય થયા હોય તેવું લાગે છે. આમ આ સ્તંત્રમાંથી તીર્થ માહાત્મ્ય ઉપરાંત ઐતિહાસિક દષ્ટિએ વિચારણીય એવી જે વાત મળી આવે છે તે શ્રદ્ઘાળુજના સિવાય અન્યને પણ મનન કરવા પ્રેરે તેમ છે. ભાષા અને રચનાની દૃષ્ટિએ જોતાં પણ આ કૃતિ બહુ સરસ છે. શબ્દશૈલી પ્રાસાદિક અને વસ્તુ ભક્તિરસપૂર્ણ છે. Aho ! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy