SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ એ રૂ ] महमूद गजनवी अने सोरठना सोमनाथ [२५३ કથન વિચારણય છે જ; પણ એની સાથે એ વાત પણ એટલી જ વિચારણીય લાગે છે કે મહમૂદ ગજનવીને ઈતિહાસ લખનારાઓમાં જે જૂનામાં જૂના લેખકે છે તેઓ પણ, તેના આ વિજયને ઉલેખ, પિતાના ગ્રંથમાં બિલ્કલ નથી કરતા. એ લેખકોમાં, સૌથી પહેલો તે ઉબી ગણાય છે જે ખૂદ મહમૂદનો શિરસ્તેદાર હતો અને સોમનાથ ઉપર થએલી ચઢાઇ પછી લગભગ ૪ વર્ષ તો ચોક્કસ જીવિત હતો. તેણે મહમૂદના જીવનચરિત્રની સારી નોંધ લખી છે પણ તેમાં તેણે આ વિજયનો બિલ ઉલ્લેખ કર્યો નથી. એ પછી લગભગ બસો વર્ષે રસીનુદ્દીન અને તે પછી ૨૦ વર્ષ હમીદુલ્લા નામના ગ્રંથકારો થયા જેમણે મહમૂદના વિષયમાં ઘણીક હકીકતે લખી છે પરંતુ તેમણે પણ એ વિજયને ઉલ્લેખ કર્યો નથી. સોમનાથની ચઢાઈનું પહેલું વર્ણન લખનાર ઈબ્ન અસીર નામનો લેખક છે જે વિ. સં. ૧૨૮૬ (ઈ. સ. ૧૨૩૦)ની આસપાસ વિદ્યમાન હતું. એના જ લખેલા વર્ણન ઉપરથી પાછળના મુસલમાન લેખકે એ એ વિષયને ખૂબ સજાવી-પુલાવી ને લખ્યો છે. આ વિષયમાં મહારાષ્ટ્રીય વિદ્વાન શ્રી ચિંતામણી વિનાયક વેઇ. એ. એ. એલ. એલ. બી.એ મધ્યયુગનમારત નામના પિતાના મરાઠી ઐતિહાસિક ગ્રંથ (ભાગ ૭, પૃષ્ટ ૧૩-૩૪)માં જે વિચારો લખ્યા છે તે અહિં આપવાથી આ બાબત વધારે સ્પષ્ટતાથી સમજી શકાશે. વૈદ્ય મહાશય લખે છે કે “ ગુજરાતના લકી રાજાઓને ઈતિહાસ, એ રાજવંશના મૂળ પુરુષ મૂળરાજના સમયથી માંડીને, જૈન અને હિંદુ ગ્રંથકારાએ, પૂર્ણપણે આપ્યો છે. પરંતુ સોલંકી રાજાઓના અત્યંત વૈભવવાળા દિવસોમાં, ગૂજરાત ઉપર આવેલી આ આપત્તિનું, તેમાં નામ સુધાં નથી. મૂળરાજ અણહિલવાડની ગાદી ઉપર, ઈ. સ. ૯૬૧ માં એટલે સબુતગીનની પહેલાં ૧૬ વર્ષ બેઠે...આજ સુધીમાં જે શિલાલેખા ઉપલબ્ધ થયા છે તેમાં પણ આ આપત્તિ માટે એકે અક્ષર મળતો નથી. આથી કરી. ગુજરાત જેવા દરના પ્રાંતમાં, કે જ્યાં જવા માટે એક વિરતીર્ણ મરૂભૂમિ પસાર કરવી આવશ્યક હતી. મહેમકે ખરેખર સ્વારી કરી હશે કે નહિ એની સહેજે શંકા થઈ આવે છે. પરંતુ, પોતાના અત્યંત પવિત્ર દેવસ્થાન અને રાજ ઉપર તૂટી પડેલા આ અનર્થનો ઉલ્લેખ કરવા માટે હિંદૂ લેખક અનુસુક જ હોય, અને જે મુસલમાન લેખકોએ આ સ્વારી માટે લખ્યું છે તે તેમણે સંકડે વર્ષો પછી લખેલું હોવા છતાં પણ, તેમની આગળ તે માટે કાંઇક પણ ઉલ્લેખ રહેલો હોવો જોઈએ. તેમણે બિલકુલ કાલ્પનિક વાત લખી દીધી હોય એમ સંભવિત લાગતું નથી; આવો વિચાર કરીને ઇલિયટ સાહેબે ઇન્ અસીરના પુસ્તકમાંથી જે ઉતારી લીધા છે તે ઉપર આ વૃત્તાંત લખવાને અમે વિચાર રાખ્યો છે.” આ ઉબીએ પિતાના “કામિલુ--તવારિખ' નામના ગ્રંથમાં આ વાતની જે હકીકત લખી છે તે નીચે પ્રમાણે છે-“ ઈ. સ. ૧૦૨૪ (હીજરી ૪૧૪) મહમૂદે હિંદનાં કેટલાંક શહેર અને કેટલાક કિલ્લા તાબે કરી લીધા અને વળી તેણે સોમનાથ નામની મૂર્તિ લીધી. હિંદની સૌ મૂર્તિઓમાં આ મૂર્તિ સૌથી મોટી હતી. દરેક ગ્રહણને વખતે હિંદુ કે ત્યાં જત્રા કરવા જતા અને એક લાખ માણસ ભેગુ થતું. હિંદુ લેકના પુનર્જન્મના મત પ્રમાણે હિંદુ લકે એવું માને છે કે શરીરમાંથી જૂદા પડ્યા પછી બધા માણસના આ સોમનાથ ભેગા થાય છે; દરિયામાં ભરતિઓટ થાય છે, એ સોમનાથની પૂજા કરવાના દરિયે ગ્રહણ કરેલો સૌથી સરસ રસ્તો છે. હિંદુસ્તાનની કિમતીમાં કિમતી વસ્તુઓ સોમનાથમાં આવતી હતી. એ દેવળના પૂજારીઓને કિંમતીમાં કિંમતી દાન મળતાં અને દેવળને ૧૦,૦૦૦ ગામ દાનમાં આપેલાં હતાં. દેવળમાં ધણામાં ઘણાં મૂલ્યવાળાં અને ધણાંમાં ઘણાં પાણીવાળાં રનો એકઠાં થયાં હતાં. હિંદુસ્તાનમાં ગંગા નામે એક મોટી નદી છે. જેને હિંદુ લોકે ઘણું માન આપે છે, અને મૂઆ પછી સ્વર્ગે પહોંચવાની ધારણાથી મરેલા માણસનાં હાડકાં તેમાં નાંખે છે. આ Aho! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy