SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૪૮] जैन साहित्य संशोधक [खंड ३ નિર્દેશ કરે છે. એમ છતાં સૂત્રકૃતાંગમાં એક વધુ વ્યંજક ફકર આવે છે. એમાં ગોસાલના મહાવીર ઉપરના આક્ષેપ સંબંધી મહાવીરના અનુયાયી આર્ટિકે એની સાથે જે વાદવિવાદ કરેલો તે આલેખાયેલો ૨૦ છે. એ આક્ષેપે તે આ પહેલે આક્ષેપ મહાવીરની અસંગતાનો અર્થાત પહેલાં એ એકાકી સાધુ તરીકે ભ્રમણ કરતા પણ પાછળથી એણે પિતાની જાતને અનેક સાધુઓથી પરિવૃત કરી; બીજો આક્ષેપ અસ્થાને કડકાઈ કરવાને અર્થાત ગોસાલ જે ચતુર્યામનો અસ્વીકાર કરતો હતો તેને મહાવીર આગ્રહ કરતા. અને ત્રીજો આક્ષેપ આધ્યાત્મિક અહં અને આધ્યાત્મિક ભીરતાને. ચતુર્યામ નીચેની બાબતને અનુલક્ષીને છે. (૧) ઠંડુ પાણી પીવું (૩) ખાસ તૈયાર કરેલી વરતુઓ સ્વીકારવી (૨) (રાંધ્યા વિનાનાં) બીજો ખાવાં (૪) સ્ત્રી સંભોગ કરવો મહાવીર આ ક્રિયાઓને પાપપૂર્ણ લેખી એને નિષેધ કરતા. પરંતુ ગાલ પ્રતિપાદન કરતો કે એ ક્રિયાઓ કરવામાં તપસ્વી કશું પાપ કરતો નથી. એના એ જ ચાર નિયમે એજ સૂત્રકતાંગમાં ૨૧ બીજે રથળે લખેલા છે જે કે સેંધવા જેગ ભેદસહિત. એ નીચે પ્રમાણે – (૧) ઠંડુ પાણી પીવું (૩) ખાસ તૈયાર કરેલી વસ્તુઓ સ્વીકારવી (૨) (રાંધ્યા વિનાનાં ) બીજે ખાવાં (૪) માંદા ભાઇને ગૃહીના વાસણમાં લવાયેલો ખેરાક ખવડાવે સ્ત્રી સંભેગની નૈતિક બાબતનું સ્થાન અહીં ગૃહી અનુયાયીના વાસણમાંથી ખાવાની વૈધિક બાબતે લીધું છે. આ ભેદનો અર્થ હવે પછી સમજાવવામાં આવશે. આ જગોએ માત્ર એટલું જ ધ્યાનમાં રાખવાનું છે કે તકરારને કોઈ પણ વિષય સિદ્ધાંતને લગતો નથી; એ બધા વર્તણુકને લગતા છે. ચર્ચાનો વિષય ધાર્મિક તપસ્વીઓની વર્તણુકને હતો એ વિચારતાં સૌથી વિસ્મયકારક તકરારી મુદ્દો તે સ્ત્રીસંભોગ સંબંધીને છે. વસ્તુ સ્થિતિ સમજવા માટે આપણે યાદ રાખવું જોઈએ કે મહાવીરના પૂરો ગામી પાર્વે પિતાના અનુયાયીઓને માત્ર ચાર વ્રત પાલન કરવાનો આદેશ આપ્યો. હતો.૬૨ (૧) અહિંસા, (૨) સુતૃત અથવા સત્ય, (૩) અસ્તેય (૪) અપરિગ્રહ વા અકિંચન અર્થાત પાર્વે દયા, સત્ય, પ્રામાણિકતા અને નિર્ધનતાનાં વ્રતને આદેશ આપ્યો હતો. મહાવીરે આમાં બ્રહચર્યનું પાંચમું વ્રત ઉમેર્યું. આ ઉમેરે કરવાનું એમનું કારણ ઉત્તરાધ્યયન સૂત્રમાં સમજાવેલું છે. મહાવીરની પૂર્વે એ અધ્યાહાર હતો કે બીજ વ્રતથી બ્રહ્મચર્ય ગર્ભિત રીતે આદિષ્ટ છે; પરંતુ વાસ્તવમાં એથી એમાં છૂટકબારી રહેલી હતી. વધૂ એક પ્રકારની મિલ્કત ગણાતી હોવાથી નિર્ધનતાના વ્રતાનુસાર લસ નિષિદ્ધ હતું; અને પરદારગમન પ્રામાણિકતાના વ્રતથી નિષિદ્ધ હતું. પરંતુ વેશ્યાગમનનું છીંડુ ઉઘાડું હતું. એટલે એ માર્ગે પાર્વે સ્થાપેલા નિગ્નન્ય સમાજના બૌદ્ધિક વા નૈતિક નિર્બળતાવાળા સભ્યોમાં ધીરે ધીરે નીતિશૈથિલ્ય પ. મહાવીરનું બ્રહ્મચર્યનું પંચમ વ્રત એ દેષની સુધારણાર્થે જાયેલું હતું. આ મુદ્દા ઉપર એમના સહચારી ગોસાલે પ્રતિરોધ કર્યો. એ, શિથિલ ટોળી પ્રત્યે સહાનુભૂતિ ધરાવતે હતા. અને યથાર્થ રીતે “મુક્ત' થયેલો તપસ્વી કોઈ પાપ કરી શકે નહિ અને સ્વતંત્ર ઈચ્છા શક્તિને ૬૦. જે. સૂ. ૨. ૪૦૯-૪૧૩. ૬. જૈ. સ. ૨. ૨૬૭. ૧૨. જે. સૂ, ૨. ૧૨૧. ૬૩. જે સૂ. ૨. ૯, ૧૦૯, ૧૩૯, ૨૦૪. ૬૪. જૈ. સ. ૨. ૧૨૨, ૧૨૩ Aho! Shrutgyanam
SR No.009882
Book TitleJain Sahitya Sanshodhak Khand 03 Ank 03 to 04
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1924
Total Pages190
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy